PHOTOS

Yoga For Diabetes: ડાયાબિટીસ હોય તો રોજ સવારે આ યોગાસન કરો, આખો દિવસ કંટ્રોલમાં રહેશે બ્લડ શુગર

Yoga For Diabetes: ડાયાબિટીસમાં ઈંસુલિનનું ઉત્પાદન બરાબર થતું નથી અને તેના કારણે બ્લડ શુગર લેવલ અનિયંત્રિત રહે છે. ડાયાબિટીસ હોય તો બ્લડ શુગર કંટ્રોલ કરવા માટે હેલ્ધી લાઈફસ્ટાઈલ ફોલો કરવી જોઈએ. જેમાં કેટલાક યોગાસન મદદરુપ થાય છે. આજે તમને એવા યોગાસન વિશે જણાવીએ જેને સવારે કરવાથી બ્લડ શુગર કંટ્રોલમાં રહે છે.
 

Advertisement
1/6
મંડૂકાસન
મંડૂકાસન

મંડૂકાસન બ્લડ શુગરને કંટ્રોલ કરવામાં મદદ કરે છે. તેનાથી ઈંસુલિનનું ઉત્પાદન વધે છે. તેના નિયમિત અભ્યાસથી ડાયાબિટીસ કંટ્રોલ કરવામાં મદદ થાય છે.  

2/6
ધનુરાસન
ધનુરાસન

ડાયાબિટીસના દર્દી માટે ધનુરાસન સૌથી બેસ્ટ છે. તેનાથી પેંક્રિયાઝ એક્ટિવ થાય છે અને ઈંસુલિનનું ઉત્પાદન વધે છે.   

Banner Image
3/6
પશ્ચિમોત્તાનાસન
પશ્ચિમોત્તાનાસન

ડાયાબિટીસના દર્દી માટે પશ્ચિમોત્તાસન ફાયદાકારક છે. આ યોગાસનથી શરીરના આંતરિક અંગ સક્રિય થાય છે. પાચન તંત્ર સુધરે છે અને બ્લડ શુગર સ્તર પણ કંટ્રોલમાં આવે છે.   

4/6
અર્ધ મત્સ્યેન્દ્રાસન
અર્ધ મત્સ્યેન્દ્રાસન

ડાયાબિટીસને કંટ્રોલ કરવા માટે અર્ધ મત્સ્યેન્દ્રાસનનો અભ્યાસ કરી શકાય છે. તેનાથી પેંક્રિયાઝ એક્ટિવ થાય છે. તેના નિયમિત અભ્યાસથી શરીરમાં ઈંસુલિન પ્રોડક્શન વધે છે.  

5/6
વક્રાસન
વક્રાસન

આ આસન ડાયાબિટીસના દર્દી માટે લાભદાયક છે. પાચન તંત્ર સુધારવા માટે આ આસન મદદ કરે છે. તેનાથી ઈંસુલિન સ્ત્રાવ વધે છે.

6/6




Read More