Yogini Ekadashi 2024: આ વખતે યોગિની એકાદશીનું વ્રત 2 જુલાઈ, મંગળવારના એટલેકે, આજ રોજ રાખવામાં આવશે. આ વ્રતનું પાલન કરવાથી સુંદર રૂપ, ગુણ અને કીર્તિનું વરદાન મળે છે. એકાદશી દર મહિને બંને પક્ષે આવે છે. આ દિવસ ભગવાન વિષ્ણુને સમર્પિત છે. આ દિવસે, ભક્તો ચોક્કસ નીતિ નિયમ દ્વારા ભગવાન વિષ્ણુની પૂજા કરે છે. એકાદશી પર કેમ ન ખાવા જોઈએ ચોખા? શું કારણ છે એ પણ જાણીશું વિગતવાર...
જેઠ વદ 11ને યોગિની એકાદશી કહે છે. આ દિવસે ભગવાન વિષ્ણુની વિશેષ પૂજા કરવામાં આવે છે. આજના દિવસને ભગવાન વિષ્ણુનો દિવસ પણ માનવામાં આવે છે. તેથી આજના દિવસે ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મી બન્ને એક સાથે પ્રસન્ન થાય છે. આ એકાદશીનું વ્રત કરવાથી તમામ પાપોનો નાશ થાય છે. આ દિવસે કેટલાક ખાસ ઉપાય કરવાથી ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીની કૃપા પ્રાપ્ત થાય છે.
યોગિની એકાદશી પર કરો આ ખાસ ઉપાય, વરસશે ભગવાન વિષ્ણુ-મા લક્ષ્મીની કૃપા..સૌથી પહેલાં જાણીએ યોગિની એકાદશીના વ્રતથી કઈ રીતે થઈ શકે છે ધનની વર્ષા...કઈ રીતે એક સાથે પ્રસન્ન થઈ શકે છે માતા લક્ષ્મી અને શ્રીહરિ... આજે યોગિની એકાદશી છે. એકાદશી પર સામાન્ય રીતે ચોખા ખાવાની મનાઈ કરવામાં આવે છે. પણ શું તમે જાણો છોકે, આખરે આ દિવસે ચોખા ખાવાની કેમ ના પાડવામાં આવે છે?
આજે યોગિની એકાદશી છે. એકાદશી પર સામાન્ય રીતે ચોખા ખાવાની મનાઈ કરવામાં આવે છે. પણ શું તમે જાણો છોકે, આખરે આ દિવસે ચોખા ખાવાની કેમ ના પાડવામાં આવે છે?
વૈજ્ઞાનિક તથ્યો અનુસાર, ચંદ્ર મનનું પરિબળ છે અને તેની પાણી પર પણ અસર પડે છે. કારણ કે ચોખામાં ઘણું પાણી હોય છે. તેથી તેના વપરાશને કારણે શરીરમાં પાણીનું પ્રમાણ વધે છે અને અશાંત મનને કારણે ઉપવાસમાં સમસ્યાઓ ભી થાય છે. તેથી, એકાદશી પર ચોખા ટાળવા પર ભાર મૂકવામાં આવે છે.
એકાદશી દર મહિને બે વાર આવે છે આ દિવસને ભગવાન વિષ્ણુનો દિવસ માનવામાં આવે છે. એકાદશીના દિવસે ભગવાન વિષ્ણુનું ધ્યાન કરવું જોઈએ. આ દિવસે વ્રત, જપ, તપ અને દાન કરવાથી વ્યક્તિને શુભ ફળ મળે છે. એકાદશી પર સાત્વિક ખોરાક લેવો જોઈએ અને ચોખા ન ખાવા જોઈએ એવું કહેવામાં આવે છે.
દંતકથા અનુસાર, મહર્ષિ મેધાએ માતા શક્તિના ક્રોધથી બચવા માટે પોતાનું શરીર છોડી દીધું હતું. આ પછી તેના શરીરના ભાગો પૃથ્વીમાં સમાઈ ગયા. જે દિવસે આ ઘટના બની, તે દિવસે એકાદશી તિથિ હતી. એવું માનવામાં આવે છે કે મહર્ષિ મેધાનો જન્મ જવ અને ચોખાના રૂપમાં થયો હતો. આ જ કારણ છે કે ભક્તો ચોખા અને જવને જીવ માને છે. તેથી, એકાદશી પર ચોખા ખાવામાં આવતા નથી. આજના દિવસે ચોખા ખાવાથી તમે પાપના ભાગીદાર બનો છો.
ધાર્મિક શાસ્ત્રો મુજબ એવું માનવામાં આવે છે કે એકાદશીના દિવસે ચોખા ખાવાને મહર્ષિ મેધાના માંસ અને લોહીનું સેવન કરવા સમાન ગણવામાં આવે છે. ધાર્મિક શાસ્ત્રો અનુસાર, એકાદશીના દિવસે ચોખા ખાવાથી રખડતા જીવને જન્મ મળે છે. એટલા માટે લોકો આ દિવસે ચવાણ ખાવાનું ટાળે છે.
(Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી જનરલ જાણકારી પર આધારિત છે. ઝી મીડિયા આ અંગેની પુષ્ટી કરતું નથી.)