PHOTOS

What Women Want: આ આદતોના કારણે છોકરાઓ રહે છે Single, જો તમને પણ છે તો સુધરી જાઓ

ઘણી વખત છોકરાઓ પાસે સારી નોકરી, પૈસા અને લુક બધુ જ હોય છે. તેમ છતાં પણ તેમની લાઇફમાં કોઈ પાર્ટનર (Life Partner) હોતી નથી. જાણો કયા કારણોથી છોકરાઓને છોકરીઓ જરા પણ પસંદ કરતી નથી.

Advertisement
1/4
વધારે પડતું જ્ઞાન આપનાર
વધારે પડતું જ્ઞાન આપનાર

છોકરીઓને જ્ઞાન આપનાર છોકરાઓ ગમતા નથી. કેટલાક છોકરાઓ દરેક વાતમાં જ્ઞાન આપવા લાગે છે, સાથે જ રાજકારણ અને ધર્મની વાતો પણ કરવા લાગે છે. છોકરીઓ આ વાતથી ગુસ્સે થઈ જાય છે. તેથી ક્યારે પણ છોકરીઓ સામે આ પ્રકારની વાત કરવી જોઇએ નહીં.

2/4
હમેશાં દુ:ખની વાત કરનારા
હમેશાં દુ:ખની વાત કરનારા

ઘણા છોકરા હમેશાં રડતા હોય છે. તેમને લાગે છે કે, આવું કરવાથી તે છોકરીઓના દિલમાં પોતાની જગ્યા બનાવી લેશે. છોકરીઓને ઇમોશનલ બ્લેકમેલ અને હમેશાં દુ:ખડા ગાનારા છોકરાઓ ગમતા નથી.

Banner Image
3/4
બીજાની વાત ન સાંભળનાર
બીજાની વાત ન સાંભળનાર

ઘણા છોકરાઓ હદથી વધારે બોલે છે. તેઓ એકવાર બોલવાનું શરૂ કરે તો અટકવાનું નામ લેતા નથી. તે સામે વાળાને બોલવાની તક જ આપતા નથી. આવા છોકરાઓથી છોકરીઓ દૂર રહેવાનું વધારે પસંદ કરે છે.

4/4
વસ્તુઓનો દેખાવ કરતા છોકરા
વસ્તુઓનો દેખાવ કરતા છોકરા

કેટલાક છોકરાઓ છોકરીઓને ઇમ્પ્રેસ કરવા માટે ઘણા દેખાવો કરે છે. છોકરાઓ છોકરીઓનું દિલ જીતવા માટે મોંઘી કરામાં ફરવાથી લઇને મોંઘા રેસ્ટોરન્ટમાં પણ લઈ જાય છે અને વારંવાર પોતાની રઈસીનો દેખાવ કરે છે. આ પ્રકારના છોકરાઓથી છોકરીઓ હેમેશાં દૂર રહેવાનું પસંદ કરે છે.





Read More