Youngest IPS Safin Hasan UPSC Success Story: દેશની સૌથી મુશ્કેલ પરીક્ષાઓમાંથી એક UPSC પરીક્ષા છે. દર વર્ષે લાખોની સંખ્યામાં ઉમેદવારો આ પરીક્ષામાં બેસે છે. જેમાથી અમુક જ લોકો એવા હોય છે જે પહેલાં પ્રયાસમાં જ પાસ થઈને પોતાનું લક્ષ્ય પ્રાપ્ત કરે છે. આ એપિસોડમાં આજે અમે તમને 22 વર્ષની ઉંમરે UPSC પરીક્ષા પાસ કરનાર સૌથી નાની ઉંમરના IPS અધિકારી સફીન હસનની સફળતાની કહાની કહેવા જઈ રહ્યા છીએ...
આ સ્ટોરી છે એક એવા ગુજરાતના આઈપીએસ ઓફિસરની જેમને યુવાનીમાં ગરીબી અને સંઘર્ષની બેડીઓ તોડીને આકાશને આંબ્યું છે. ગુજરાતના પાલનપુરના એક નાના ગામડામાંથી આવતા આઈપીએસ ઓફિસર સફીન હસનનો પરિવાર આર્થિક મુશ્કેલીઓથી ઘેરાયેલો હતો. પિતા ઇલેક્ટ્રિશિયન તરીકે અને માતા ગૃહિણી તરીકે કામ કરીને ઘર ચલાવતા..... દિવસના માત્ર 150-200 રૂપિયાની કમાણીમાં જીવન નિર્વાહ કરવો અઘરો હતો. આઈપીએસ ઓફિસર સફીનના ઈલેક્ટ્રેશિયન પિતા દરેક વાયર અને તેના દરેક જોડાણમાં પોતાના પુત્રના ભવિષ્યનું સપનું જોતા હતા..... તેમના માટે સફીનની સફળતા ફક્ત એક ઉપલબ્ધિ નહોતી પણ તેમના જીવનભરની મહેનતનું પરિણામ હતું. IPS ઓફિસર સફીન હસન ગુજરાતના રહેવાસી છે. તેઓ ખૂબ જ સાધારણ પરિવારમાંથી આવે છે. તેમણે પોતાના જીવનમાં ઘણા ઉતાર-ચઢાવ જોયા છે. તેમની માતા ઘરે-ઘરે જઈને ભોજન બનાવતી હતી, જ્યારે તેમના પિતા મજૂરી કામ કરીને ઘર ચલાવતા હતા. હાલમાં તેઓ અમદાવાદ શહેરમાં ટ્રાફિક ડીસીપી છે.
આર્થિક તંગી એટલી હતી કે સફીનને ધોરણ 10 પછી ભણતર છોડવું પડે તેમ હતું પણ તેમની આંખોમાં કંઈક અલગ જ સપનાં હતાં એ સપનાં હતા યુનિફોર્મ પહેરીને દેશની સેવા કરવાના.... ટ્યુશનના પૈસા નહોતા, તેથી તેમણે જાતે જ મહેનત કરવાનું શરૂ કર્યું..... તેઓ દિવસ-રાત એક કરીને વાંચતા આખરે સફીનની મહેનત રંગ લાવી..... તેમણે ધોરણ 10 અને 12માં ઉત્તમ ગુણ મેળવ્યા..... જોકે, તેમનો UPSCની પરીક્ષાનો માર્ગ એટલો સરળ ન હતો....... જો કે, ઘરની ખરાબ પરિસ્થિતિ હોવા છતાં તેમણે ક્યારેય તેમના પુત્રના શિક્ષણમાં કોઈ કમી રહેવા દીધી નહીં. કેટલાક સંબંધીઓની મદદથી તેમણે બી.ટેક પૂર્ણ કર્યું. આ પછી તેમણે UPSC પરીક્ષાની તૈયારી શરૂ કરી.
આખરે, 2018માં તેમણે એ કરી દેખાડ્યું જે દરેક યુવાનના સપનાં હોય છે. માત્ર 22 વર્ષની ઉંમરે સફીન હસને UPSC પરીક્ષા પાસ કરી, અને દેશના સૌથી યુવા IPS અધિકારી બન્યા.... આ તેમની ફક્ત સફળતા નહોતી પણ હજારો ગરીબ અને સામાન્ય પરિવારોના યુવાનો માટે પ્રેરણાનો સ્ત્રોત હતી..... એક આઈપીએસ સફીને સાબિત કર્યું કે સાચી લગન અને સખત મહેનત હોય તો કોઈ પણ સ્વપ્ન અશક્ય નથી. આજે તેઓ ગુજરાતમાં એક સન્માનનીય IPS અધિકારી તરીકે ફરજ બજાવી રહ્યા છે અને તેમના સંઘર્ષની ગાથા સૌને પ્રેરણા આપી રહી છે. આ સફળતા એક પિતાના પ્રેમ અને બલિદાનની છે, જેમણે એક સામાન્ય ઘરના યુવકને દેશનો સૌથી યુવા IPS અધિકારી બનાવ્યો......
આ સફર માત્ર એક વ્યક્તિની નહિ, પણ એક પરિવારના સંઘર્ષ અને સપનાની છે. તેમને ગુજરાત કેડર મળ્યું અને આઈપીએસ અધિકારી બન્યા. એક ઇન્ટરવ્યુમાં તેમણે જણાવ્યું કે, લોકો તેમના અંગ્રેજીની મજાક ઉડાવતા હતા. તેથી તેમણે તેના પર સખત મહેનત કરી અને યુપીએસસી પરીક્ષાનો ઇન્ટરવ્યુ રાઉન્ડ અંગ્રેજીમાં આપ્યો. જો કે, તેમને આ સફળતા તેમને એમ જ નથી મળી ગઈ. વર્ષ 2017માં જે દિવસે સફીન હસન UPSC મેઇન્સ પરીક્ષા આપવા જઈ રહ્યા હતા, તે દિવસે તેઓ માર્ગ અકસ્માતમાં ગંભીર રીતે ઘાયલ થયા હતા. ઈજાઓ થવા છતાં તેમણે પરીક્ષા આપી અને પછીથી તેને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા, જ્યાં તેમની ઘણી સર્જરી અને ફિઝીયોથેરાપી કરવામાં આવી હતી.
એટલું જ નહીં, મુશ્કેલીઓએ તેમનો પીછો છોડ્યો નહીં. 23 માર્ચે તેમનો ઇન્ટરવ્યુ હતો. જ્યારે એક મહિના પહેલા 20 ફેબ્રુઆરીએ શરીરમાં ચેપ લાગવાને કારણે તેમને હોસ્પિટલમાં દાખલ થવું પડ્યું હતું. આ પછી પણ તેમના જીવનમાં ઘણી સમસ્યાઓ આવી, પરંતુ તેમણે ક્યારેય હાર માની નહીં અને સખત મહેનત અને સમર્પણ સાથે આ મુશ્કેલ પરીક્ષા પાસ કરી હતી. 2018માં માત્ર 22 વર્ષની ઉંમરે સફીન હસને UPSC પરીક્ષા પાસ કરી, અને દેશના સૌથી યુવા IPS અધિકારી બન્યા. આ તેની ફક્ત સફળતા નહોતી, પણ હજારો ગરીબ અને સામાન્ય પરિવારોના યુવાનો માટે પ્રેરણાનો સ્ત્રોત હતી. સફીને સાબિત કર્યું કે સાચી લગન અને સખત મહેનત હોય તો કોઈ પણ સ્વપ્ન અશક્ય નથી. આજે તેઓ ગુજરાતમાં એક સન્માનનીય IPS અધિકારી તરીકે ફરજ બજાવી રહ્યા છે, અને તેમના સંઘર્ષની ગાથા સૌને પ્રેરણા આપી રહી છે.