PHOTOS

હનીમૂન પર Yuzvendra Chahal અને ધનાશ્રીની મસ્તી, જુઓ આ રોમેન્ટિક તસવીરો

નવી દિલ્હી: ટીમ ઇન્ડિયાના (Team India) ક્રિકેટર યુઝવેન્દ્ર ચહલ (Yuzvendra Chahal) હાલમાં પત્ની ધનાશ્રી વર્મા (Dhanashree Verma) સાથે સમય વિતાવી રહ્યા છે. હાલ આ દંપતી માલદીવમાં (Maldives) હનીમૂન (Honeymoon) પર છે.

Advertisement
1/5
Holiday ના મૂડમાં ચહલ અને ધનાશ્રી
Holiday ના મૂડમાં ચહલ અને ધનાશ્રી

આ ક્યૂટ કપલ માલદીવમાં (Maldives) એન્જોય કરી રહ્યા છે. ફેન્સની સાથે ચહલ (Yuzvendra Chahal) અને ધનાશ્રી (Dhanashree Verma) આ પળોને એન્જોય કરવાની સાથે તસવીરો પણ શેર કરી રહ્યાં છે.

2/5
આ રિસોર્ટમાં છે ચહલ-ધનાશ્રી
આ રિસોર્ટમાં છે ચહલ-ધનાશ્રી

યુઝવેન્દ્ર ચહલ (Yuzvendra Chahal) અને ધનાશ્રી વર્મા (Dhanashree Verma) બંને હાલમાં માલદીવના (Maldives) સુંદર ફેસડુ આઇલેન્ડ (Fesdu Island) પર ડબલ્યુ માલદીવ (W Maldives) રિસોર્ટમાં રોકાયા છે. આ કપલ તેમના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર હનીમૂનની (Honeymoon) તસવીરો સતત શેર કરતું રહે છે.

Banner Image
3/5
આ ફોટોગ્રાફરે લીધી ચહલ અને ધનશ્રીની તસવીરો
આ ફોટોગ્રાફરે લીધી ચહલ અને ધનશ્રીની તસવીરો

આ તસવીરો ફોટોગ્રાફર Chunky Mathew એ ક્લિક કરી છે. આ બંનેની તસવીરોમાં બંને એક સાથે ખૂબ જ સુંદર દેખાઈ રહ્યા છે.

4/5
લોકપ્રિય છે ધનાશ્રી
લોકપ્રિય છે ધનાશ્રી

ભારતીય ક્રિકેટર યુઝવેન્દ્ર ચહલની (Yuzvendra Chahal) પત્ની ધનાશ્રી વર્મા (Dhanashree Verma) વ્યવસાયે યુટ્યુબર અને કોરિયોગ્રાફર છે. સોશિયલ મીડિયા પર તેની ઘણી ફેન ફોલોઇંગ છે. તેમની પોસ્ટ પર લાખો વ્યૂઝ આવે છે.

5/5
ડિસેમ્બરમાં કર્યાં લગ્ન
ડિસેમ્બરમાં કર્યાં લગ્ન

ક્રિકેટર યુઝવેન્દ્ર ચહલ (Yuzvendra Chahal) અને કોરિયોગ્રાફર ધનાશ્રી વર્માના (Dhanashree Verma) લગ્ન 22 ડિસેમ્બર 2020 માં થયા હતા. લગ્ન બાદ બંને હનીમૂન માટે દુબઇ (Dubai) ગયા હતા. હવે તેના 2 મહિના પછી આ સુંદર દંપતી ફરીથી ફરવા ગયું છે.





Read More