Home> Relationship
Advertisement
Prev
Next

Toxic Relationship: પ્રેમી ફિઝિકલ નીડ અને પૈસા માટે ઉપયોગ કરે છે કે ખરેખર પ્રેમ છે ? આ 2 વાત પર ધ્યાન આપશો તો ખબર પડી જશે

Toxic Relationship: આજની જનરેશનમાં સંબંધોમાં પ્રેમ કરતાં વધારે જરૂરીયાતો પુરી થાય તે મહત્વનું થતું જાય છે. જેના કારણે સંબંધોનો અંત પણ ખરાબ રીતે આવે છે. રિલેશનશીપમાં પાર્ટનર ખરેખર પ્રેમ કરે છે કે કોઈ જરૂરીયાત માટે સંબંધ છે તે જાણવું આજના સમયમાં અત્યંત આવશ્યક થઈ ગયું છે.

Toxic Relationship: પ્રેમી ફિઝિકલ નીડ અને પૈસા માટે ઉપયોગ કરે છે કે ખરેખર પ્રેમ છે ? આ 2 વાત પર ધ્યાન આપશો તો ખબર પડી જશે

Toxic Relationship: જ્યારે બે લોકો રિલેશનશીપમાં હોય ત્યારે સમય ખાસ હોય છે. પરંતુ રિલેશનશીપ પ્રેમ માટે છે કે સ્વાર્થ માટે એ જાણવું જરૂરી છે. જો બે માંથી કોઈ એક વ્યક્તિ પણ સંબંધ કોઈ સ્વાર્થ માટે રાખે છે તો તેનો અંત ખરાબ જ આવે છે. આજના સમયમાં આવી ઘટનાઓ વધારે બને છે. 

fallbacks

આ પણ વાંચો: Extra marital affair: આ 4 કારણોને લીધે પતિનું ઘરની બહાર શરુ થાય ઈલુ ઈલુ

પ્રેમ હોય તો સંબંધ વર્ષો સુધી ટકે છે પરંતુ જો કોઈ સ્વાર્થ માટે સંબંધ હોય તો તેના સંકેત શરુઆતથી જ મળી જાય છે. ઘણા લોકો સંબંધ ફક્ત પોતાનો મતલબ પુરો થાય તે માટે રાખે છે. ઘણા લોકોને પૈસાથી મતલબ હોય છે તો કેટલાક લોકોને ફિઝિકલ ઈંટીમસીનો સ્વાર્થ હોય છે. 

આ પણ વાંચો: Pookie: છોકરી છોકરાને 'પૂકી' ક્યારે કહે છે ખબર છે તમને ? મજેદાર છે આ શબ્દનો અર્થ

જો સંબંધમાં પ્રેમ ન હોય અને ફક્ત તમારો ઉપયોગ થઈ રહ્યો હોય તો આ વાતને તમને 2 સંકેત પરથી ખબર પડી શકે છે. તમારા રિલેશનશીપમાં સ્વાર્થ છે કે પ્રેમ એ જાણવું હોય તો પાર્ટનરને મળો ત્યારે આ 2 વાતો પર ધ્યાન આપજો. આ 2 લક્ષણ પરથી જ તમને ખબર પડી જાશે કે ખરેખર પ્રેમ છે કે નથી. 

આ પણ વાંચો: Dating Mistakes: પરિણીત પુરુષ ગમે એટલો મીઠડો થાય કુંવારી છોકરીએ પ્રેમમાં ન પડવું

ફીલિંગ્સની કદર નહીં થાય

રિલેશનશીપમાં ઈમોશનલ સપોર્ટ જરૂરી છે. જો બે લોકો એકબીજા સાથે ભાવનાત્મક રીતે જોડાયેલા હોય તો એકબીજાની લાગણીની કદર કરે છે. પરંતુ જો સંબંધોમાં પ્રેમ ન હોય તો સામેની વ્યક્તિને તમારી ફીલિંગ્સની કોઈ કદર નહીં હોય. તમે સારું અનુભવો છો, ખરાબ અનુભવો છો તો તે વાતથી તેને કોઈ મતલબ નહીં હોય. તે જ્યારે તમને મળશે ત્યારે પોતાના સ્વાર્થની જ વાત ધ્યાનમાં લેશે. 

આ પણ વાંચો: પરણિત કપલ એ લગ્ન પછી થતાં લફરાં વિશે કર્યા ચોંકાવનારા ખુલાસા, મહિલાઓ પણ કંઈ કમ નથી

જરૂર હશે ત્યારે જ યાદ કરશે

જ્યારે સાચો પ્રેમ હોય તો વ્યક્તિ દિવસ-રાત પોતાના પાર્ટનરને યાદ કરે છે અને સતત તેની સાથે રહેવા માંગે છે. પરંતુ જ્યારે સંબંધમાં કોઈ સ્વાર્થ હોય તો વ્યક્તિ તમને ત્યારે જ મળશે અને વાત કરશે જ્યારે તેને જરૂર હોય અથવા તેની પાસે સમય હશે. જ્યારે મળશે ત્યારે તો પાર્ટનર ગોળ જેવી મીઠી વાતો કરશે પરંતુ પછી જાણે ઓળખતા પણ ન હોય તેવું વર્તન કરશે.

(Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારી પર આધારિત છે. ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More