Home> Relationship
Advertisement
Prev
Next

Chanakya Niti: હાઈ લા! ખડૂસ બનીને રહીએ તો જીવનમાં સફળ થવાય? ચાણક્ય નીતિનું આ લોજિક દંગ રહી જશો

આચાર્ય ચાણક્યએ અનેક નીતિઓ લીખી છે. જેમાં ચાણક્ય નીતિ સૌથી વધુ મશહૂર છે. જેમાં જીવનમાં સફળ થવા માટે અનેક વાતો જણાવવામાં આવી છે. લોકો ચાણક્ય નીતિને સફળતાની ચાવી સમજીને અનુસરતા હોય છે. 

Chanakya Niti: હાઈ લા! ખડૂસ બનીને રહીએ તો જીવનમાં સફળ થવાય? ચાણક્ય નીતિનું આ લોજિક દંગ રહી જશો

રાજકારણ અને કૂટનીતિમાં કુશળ હોવાની સાથે સાથે યોગ્ય શિક્ષક રહી ચૂકેલા આચાર્ય ચાણક્યને લોકો આજે પણ માને છે. ચાણક્યએ મૌર્ય સમ્રાટ માટે સામ્રાજ્ય સ્થાપિત કરવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી. આચાર્ય ચાણક્યએ અનેક નીતિઓ લીખી છે. જેમાં ચાણક્ય નીતિ સૌથી વધુ મશહૂર છે. જેમાં જીવનમાં સફળ થવા માટે અનેક વાતો જણાવવામાં આવી છે. લોકો ચાણક્ય નીતિને સફળતાની ચાવી સમજીને અનુસરતા હોય છે. 

fallbacks

સફળ થવા ખરાબ બનવું જરૂરી?
આમ તો લોકોની કોશિશ એ રહે છે કે એક સારા વ્યક્તિ બનીને રહેવાથી તેમને લાઈફમાં સફળતા મળે. પરંતુ શું તમે ક્યારેય વિચાર્યું છે કે લાઈફમાં સફળતા મેળવવા માટે ખરાબ બનવું પણ જરૂરી છે. કદાચ તમને આ વાત પર વિશ્વાસ નહીં આવે પરંતુ ચાણક્ય નીતિમાં દર્શાવેલા લોજિકને જાણીને જરૂર વિશ્વાસ કરશો. 

યોગ્ય નિર્ણય લો, ભલે ખરાબ બનો
આચાર્ય ચાણક્યના જણાવ્યાં મુજબ જો તમે લાઈફમાં ગોળની જેમ સરળ અને મીઠા રહેશો તો દુનિયાવાળા ખરાબ વર્તન કરશે. હકીકતમાં જીવનમાં અનેકવાર એવી પરિસ્થિતિઓ આવે છે જ્યાં માણસે કઠોર બનવું પડે છે. આથી તમે સારા બનીને રહેવાના ચક્કરમાં ખોટા નિર્ણય ન લેતા. ઉલ્ટું યોગ્ય નિર્ણય લો, તેનાથી તમે ખરાબ દેખાશો એવી પરવા બિલકુલ ન કરો. 

ખુલીને જીવો, ભલે લોકો  ખરાબ કહે
આચાર્ય ચાણક્યના જણાવ્યાં મુજબ દરેક વ્યક્તિએ જીવનમા ખુલીને જીવવું જોઈએ. પછી ભલે પરિસ્થિતિ ગમે તે હોય. બની શકે કે અનેકવાર લોકો તમારી જીવન જીવવાની રીત પર સવાલ ઉઠાવે, ગમે તે કહે પરંતુ તમારે અહીં દરેકની ચિંતા કરતા પહેલા તમારા જીવનની પ્રાથમિકતા પર ધ્યાન આપવું જોઈએ. ખરાબ બનીને રહેવું પડે તો તે પણ કરવું જોઈએ. 

ઓછા મિત્રો, સારા મિત્રો
આચાર્ય ચાણક્ય કહે છે કે જેટલા ઓછા લોકો સાથે મિત્રતા કરશો એટલું તમારા માટે સારું રહેશે. એટલે કે ઓછામાં ઓછા લોકો સાથે મતલબ હોવો જોઈએ. હકીકતમાં એ જરૂરી નથી કે તમે વધુ મિત્રો બનાવો પરંતુ એવા મિત્રો બનાવો જે પ્રમાણિક હોય. આથી એવા લોકો સાથે મિત્રતા કરો જેમના પર તમને ભરોસો હોય, જે તમને યોગ્ય નિર્ણય લેવામાં મદદ કરે. તેનાથી તમને સફળતા મેળવવામાં સરળતા રહેશે. 

લોકોની પરખ હોવી જરૂરી
સમય સમય પર લોકોને પરખવા પણ જરૂરી છે કે કોણ કેટલું સહયોગી છે અને નહીં. જો કે લોકો તેનાથી તમને કઠોર સમજી શકે છે. પરંતુ તેનાથી તમે સાચા ખોટાની પરખ થઈ જશે. આ સાથે જ લાઈફમાં એવા લોકો હશે તે તમને કામ લાગશે અને જેના માટે તમે કઈંક કરી શકશો. આમ આ રીતે યોગ્ય સમયે કઠોર બનવું એ તમને સફળતા તરફ દોરી જાય છે. 

 (Disclaimer: અહીં અપાયેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારીઓ પર આધારિત છે, ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More