Home> Relationship
Advertisement
Prev
Next

Shocking! સુહાગરાત પર પતિ આગળ ભાંડો ન ફૂટે એટલે યુવતીઓ કરે છે આ અત્યંત ખતરનાક કામ!

આમ તો આ ઓપરેશન કરાવવાનું ચલણ ઘણું જૂનું છે. વિદેશમાં તો આ પ્રથા વધુ પ્રચલિત હતી. પરંપરાવાદી દેશ કહેવાતા ભારતમાં પહેલા વિવાહ પૂર્વ શારીરિક સંબંધ એટલા પ્રચલિત ન હતા. પરંતુ ધીરે ધીરે આવી ખુલ્લા વિચારોવાળી યુવતીઓની સંખ્યા વધી રહી છે. આ રિપોર્ટ એવું દર્શાવે છે.

Shocking! સુહાગરાત પર પતિ આગળ ભાંડો ન ફૂટે એટલે યુવતીઓ કરે છે આ અત્યંત ખતરનાક કામ!

હાલના વર્ષોમાં 20થી 30 વર્ષની ઉંમરની યુવતિઓમાં હાઈમેનોપ્લાસ્ટી(Hymenoplasty) નામની સર્જરી કરાવવાનો શોખ વધી રહ્યો છે. આ એક ચોંકાવનારા સમાચાર છે. વાત જાણે એમ છે કે હાઈમેનોપ્લાસ્ટીને હાઈમન રિસ્ટોરેશન સર્જરી, હાઈમન રિપેર, હાઈમનોરેફી કે હાઈમન સર્જરી પણ કહે છે. તમને એમ થતું હશે કે અચાનક કેમ આ પ્રકારની સર્જરીનો ક્રેઝ વધવા લાગ્યો છે. 

fallbacks

સર્જરી પાછળ આ કારણ?
લગ્ન પહેલા કે જો કોઈ સાથે શારીરિક સંબંધ બનાવ્યા હોય અને પતિને એ વાતની જાણ ન થાય તેના માટે આ સર્જરી કરાવવામાં આવતી હોય છે. સેક્સ કરવાથી યોનીનું છિદ્ર ફાટે છે. સામાન્ય રીતે એક છોકરી કુંવારી છે એટલે કે તેના શારીરિક સંબંધ લગ્ન પહેલા કોઈ સાથે બંધાયા નથી તે સાબિત કરનારો આ કૌમાર્યપટલ જ હોય છે. એવી સામાન્ય માન્યતા છે. 

સુહાગરાત પહેલા ભાંડો ન ફૂટે એટલે
ચિંતાજનક સમાચાર એ છે કે યોની છિદ્ર ખુલી જવાના કારણે સુહાગરાતે જ પતિને પત્નીના આ ચોંકાવનારા રહસ્ય અંગે જાણ થઈ શકે છે. આ ડરથી યોનિની સર્જરી કરાવનારાઓની સંખ્યા વધી રહી છે. આમ તો આ ઓપરેશન કરાવવાનું ચલણ ઘણું જૂનું છે. વિદેશમાં તો આ પ્રથા વધુ પ્રચલિત હતી. પરંપરાવાદી દેશ કહેવાતા ભારતમાં પહેલા વિવાહ પૂર્વ શારીરિક સંબંધ એટલા પ્રચલિત ન હતા. પરંતુ ધીરે ધીરે આવી ખુલ્લા વિચારોવાળી યુવતીઓની સંખ્યા વધી રહી છે. આ રિપોર્ટ એવું દર્શાવે છે. રિપોર્ટમાં ઉલ્લેખ કરાયો છે કે ભારતમાં પણ હાલના દિવસોમાં હાઈમેનોપ્લાસ્ટીમાં 20થી 30 ટકાનો વધારો જોવા મળ્યો છે. 

તેના કારણો
તેના અનેક કારણો જણાવવામાં આવે છે. ફિલ્મોમાં વધતા યૌન ઉત્પીડન યુવાઓના મન પર ખુબ પ્રભાવ નાખી રહ્યો છે. આ કારણે હાલના દિવસોમાં હાઈ સ્કૂલના વિદ્યાર્થીઓ પણ આ પ્રકારના કૃત્યોમાં સામેલ જોવા મળી રહ્યા છે. આ સાથે જ આધુનિક દુનિયા, હાથમાં પૈસાની નોટો એ પણ એક મોટું કારણ છે. આ તો એક પહેલું થયો. જ્યારે બીજી બાજુ આજકાલ મોટાભાગના યુવક  છોકરીઓ કે યુવતીઓને વશમાં કેવી રીતે કરવી એ વાત સારી રીતે સમજી ગયા છે. સ્ટાઈલ મારતી મોંઘી બાઈક, કારમાં આવીને, કોઈ હીરો જેવી હેરસ્ટાઈલ કરીને કે પછી તેની જેમ પોઝ મારે એટલે મોટાભાગે છોકરીઓ લટ્ટુ થતી હોય છે, આવો એક મોટો આરોપ છે. આ કારણ છે કે છોકરાઓ સરળતાથી છોકરીઓનો ઉપયોગ કરી રહ્યા છે તેવું માનવામાં આવી રહ્યું છે. 

સેક્સ માટે હામી ભરતી વખતે ભવિષ્યનું પણ વિચારતા નથી. યુવકોને તો શું હોય...આજે કોઈ તો પછી કોઈ બીજુ...પરંતુ એકવાર શારીરિક સંબંધ બનાવ્યા બાદ યુવતીઓ શારીરિક રીતે જ નહીં પરંતુ માનસિક રીતે પણ તૂટી જતી હોય છે. આવામાં જ્યારે તેમના મનમાં લગ્નનો ખ્યાલ આવે તો તેમના મનમાં એ ડર પેસેલો રહે છે કે તેમનું આ રહસ્ય ક્યાંક છતું ન થઈ જાય. એટલે જ આ ડરના કારણે તેઓ સર્જરીનો સહારો લે છે. 

શું છે આ સર્જરી
આ સર્જરીમાં ઓપરેશન દ્વારા કૌમાર્યપટલને ઠીક કરાય છે. પોતાનો જીવ જોખમમાં નાખીને આ ખતરનાક ઓપરેશન યુવતીઓ કરાવે છે. જ્યારે બીજી બાજુ લગ્ન પહેલા શારીરિક સંબંધ બનાવ્યા બાદ પણ પુરુષોએ આવું કશું સાબિત કરવાની નોબત આવતી નથી જે સમાજની નરવી વાસ્તવિકતા છે. 

 (Disclaimer: અહીં અપાયેલી માહિતી મીડિયા રિપોર્ટ, સામાન્ય માન્યતાઓ અને જાણકારીઓ પર આધારિત છે, ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More