How To Deal with Toxic Friend: સામાન્ય રીતે રિલેશનશિપમાં ટોક્સિક વ્યક્તિની વાત સૌથી વધુ થાય છે. પરંતુ મિત્રતામાં પણ ટોક્સિક લોકો સાથે મુલાકાત થઈ જતી હોય છે. જો કોઈ મિત્ર પણ ટોક્સિક હોય તો તેના કારણે સંબંધો ખરાબ થઈ શકે છે. વ્યક્તિની ટોક્સિક માન્યતા મિત્રતા પર પણ ભારી પડી શકે છે. આવા લોકો સાથે મિત્રતા હોય તો સતત ચિંતા રહે કે તે પીઠ પાછળ શું કરશે. તો વળી કેટલાક લોકોના મનમાં પ્રશ્ન હોય કે ટોક્સિક વ્યક્તિ સાથે ફ્રેન્ડશીપ રાખવી જોઈએ કે નહીં ? જો તમારા મનમાં પણ આવી મૂંઝવણ હોય તો આજે તમને આ પ્રશ્નનું સમાધાન જણાવીએ.
આ પણ વાંચો: Jealous People: તમે પણ ઘેરાયેલા રહો છો ઈર્ષાળુ લોકોથી? આ રીતે હેન્ડલ કરો તેમની ઈર્ષા
ટોક્સિક વ્યક્તિ ગ્રુપમાં હોય તો તેની સાથે ફ્રેન્ડશીપ તોડ્યા વિના પણ રિલેશન મેન્ટેન કરી શકાય છે. આજે તમને જણાવીએ ટોક્સિક વ્યક્તિ સાથે ડીલ કેવી રીતે કરવી. તેની સાથે ફ્રેન્ડશીપમાં કઈ કઈ વસ્તુઓનું ધ્યાન રાખવું.
આરામથી વાત કરો
જો તમે લાંબા સમયથી મિત્રો છો તો આરામથી વાતચીત કરીને પણ સમસ્યાનું નિરાકરણ લાવી શકો છો. જો તમારી વાત પરથી સામેની વ્યક્તિનું વર્તન બદલે કે વાતચીતમાં ફેરફાર જણાય તો તેની સાથે શાંતિથી અને આરામથી વાતચીત કરી લો.
આ પણ વાંચો: Life Lessons: બ્રેકઅપ પછી ભાંગી પડવાને બદલે આ 6 બોધપાઠ શીખી જીવન જીવો કોન્ફિડન્સથી
ખરાબ આદતો પર ટોકો
જો તમારા મિત્રને એવી કોઈ આદત હોય જે સહન કરી શકાય તેમ ન હોય અથવા તો તેની આદત તમને કે તેને નુકસાન પહોંચાડી શકે છે તો તેને સુધારવા માટે કડકાઈથી તેને ટોકો. શક્ય છે કે એ વાત પર વિવાદ પણ થાય પરંતુ ખોટી વાતમાં મિત્રનો સાથ ક્યારેય ન આપો.
થોડો ડિસ્ટન્સ મેન્ટેન કરો
ટોક્સિક વ્યક્તિ હોય તો તેની સાથે મિત્રતા તોડી દેવી જરૂરી નથી. પરંતુ સંબંધોમાં ડિસ્ટન્સ રાખવો જરૂરી છે. જેમ કે મેસેજ કે કોલ પર વાતચીત ઓછી કરો. સોશિયલ મીડિયા પોસ્ટ પર કોમેન્ટ કરવાનું બંધ કરો. જો તમારું આ વર્તન તેને અજીબ લાગે અને તે તમારી સાથે વાત કરો તો તેને તેના સ્વભાવની ખામી વિશે પ્રેમથી સમજાવો.
આ પણ વાંચો: Love Slangs: કફિંગ સીઝનથી લઈ ફ્લીબૈગિંગ સુધીના Gen-Z સ્લેંગ્સના શું થાય છે અર્થ જાણો
ક્યારે અલગ થઈ જવું ?
ટોક્સિક ફ્રેન્ડશીપને તમે આ રીતે લાંબા સમય સુધી ડીલ કરો પરંતુ તેમ છતાં તમારા બધા જ પ્રયત્નો ફેલ થાય અને તમને જણાય કે તમે મિત્ર તરીકે શત્રુને સાથે રાખ્યો છે તો પછી દોસ્તીને પૂરી કરી દેવામાં જ સમજદારી છે. જો કોઈ વ્યક્તિ પ્રયત્ન કર્યા પછી પણ ન સુધરે તો તેની સાથે વાતચીત બંધ કરી તેનાથી અલગ થઈ જાઓ.
(Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારી પર આધારિત છે. ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે