Home> Relationship
Advertisement
Prev
Next

વર્કિંગ કપલ્સમાં કેમ થાય છે ઝઘડા? જાણો લાઈફને બેલેન્સ રાખવાનો બેસ્ટ ઉપાય

નોકરી કરવી કે ઘર સંભાળવું? પતિને ખુશ રાખવો કે બાળકોને સાચવવા? ઘરનું ભાડું ભરવું કે પોતાની પ્રોપર્ટી વસાવીને તેના હપ્તા ભરવા? વર્કિંગ કપલ્સ માટે આવા અનેક સવાલો હોય છે...જે તેમની મૂંજવણનું કારણ હોય છે. જેને કારણે ઘરમાં ઝઘડા થતા હોય છે. તો ઝઘડા ન થાય તે માટેનો ઉપાય જાણી લેજો...

વર્કિંગ કપલ્સમાં કેમ થાય છે ઝઘડા? જાણો લાઈફને બેલેન્સ રાખવાનો બેસ્ટ ઉપાય

ઝી બ્યૂરો, અમદાવાદઃ બદલાતા સમયની સાથે લાઈફ સ્ટાઈલ પણ બદલાઈ ગઈ છે. હવે મેટ્રોપોલિટન સીટીમાં લોકો કોસ્મોપોલિટન લાઈફ જીવતા થઈ ગયા છે. નોકરી-ધંધાના ચક્કરમાં મમ્મી-પપ્પા, દાદા-દાદી સાથેના પરિવારથી લોકો હવે દૂર ભાગી રહ્યાં છે. જેને કારણે બાળકોને કઈ રીતે સંભાળવા, ઘરના કામને કઈ રીતે સંભાળવું, ઓફિસના કામને કઈ રીતે મેનેજ કરવું, સંબંધોને કઈ રીતે તાજા રાખવા...આ દરેક બાબતોમાં ગૂંચવણો ઉભી થાય છે. 

fallbacks

એમાંય હાઈફાઈલ લાઈફસ્ટાઈલ અને ડિમાન્ડ, સામે જો આર્થિક તંગી આવી જાય અને બન્નેમાંથી એક વ્યક્તિની જોબ જતી રહી તો પછી ઘરમાં એની કોઈ ઈજ્જત રહેતી નથી. પતિ-પત્ની વચ્ચે ઘરમાં ઝઘડા થવા લાગે છે. કામની જવાબદારીઓને બાબતે પણ વિવાદ થાય છે. જ્યારે જો તમે સંયુક્ત કુટુંબમાં રહેશો તો તમને આવી કોઈ સમસ્યાઓ નહીં નડે. તમારા માતા-પિતા, તમારા દાદા-દાદી તમારી સમસ્યાઓનું સમાધાન બની જશે. એટલે જ કહેવાય છેકે, વર્કિંગ કપલ્સ માટે કિંમતી ગિફટ છે જોઈન્ટ ફેમિલી. 

કોરોના અને લોકડાઉને ફરી એકવાર આપણને જોઈન્ટ ફેમિલીમાં રહેતાં અને વર્કફ્રોમ હોમ...ની સિસ્ટમ શિખવાડી હતી. વર્કિંગ કપલ્સ સામે વર્કફ્રોમ હોમ દરમિયાન અનેક પડકારો આવ્યા હતા છે. પણ એમાંથી ઘણું શીખીને બહાર નીકળ્યાં. જોકે, હવે સ્થિતિ નોર્મલ થતાં ફરી બધુ પહેલાં જેવું થઈ ગયું છે. નેગેટિવ બાબતને સાઈડમાં મૂકીને આપણે જોઈએ તો જોઈન્ટ ફેમિલીમાં રહેવાના ઘણા ફાયદા પણ છે.

ભારણ ઘટે-
જ્યારે જોઈન્ટ ફેમિલીમાં રહેતા હોય ત્યારે કોઈ એક વ્યક્તિ પર બધો ભાર નથી પડતો. ઘરના કામ પણ વહેંચાય જાય છે. આ જ કારણે જોઈન્ટ ફેમિલીમાં સભ્યોને કોઈ પણ કામ માટે મુશ્કેલીનો સામનો નથી કરવો પડતો. આમ વર્કિંગ વુમન જ્યારે જોઈન્ટ ફેમિલીમાં રહેતી હોય ત્યારે તેને આ મોટો ફાયદો થાય છે.

વડીલોની શીખામણ-
વર્કિંગ કપલ્સ પાસે પોતાના બાળકોને પારિવારિક મૂલ્યો શીખડાવવાનો સમય નથી રહેતો. એવામાં જો તમે જોઈન્ટ ફેમિલીમાં રહેતા હો છો ત્યારે દાદા-દાદી, કાકા-કાકીની સહાયતાથી બાળકો પારિવારિક મૂલ્યો શીખી શકે છે. આ સિવાય પોતાના બાળકોને દાદા-દાદી પણ નાના-નાની પાસેથી સારી બાબતો શીખવા મળે. 

આર્થિક ટેકો-
સંયુક્ત પરિવારમાં રહેવાથી આર્થિક મુશ્કેલીઓનો સામનો નથી કરવો પડતો. મોટાભાગે જોઈન્ટ ફેમિલીમાં જોવા મળે છે કે, ઘરમાં કોઈ પણ સભ્ય પર કોઈ આર્થિક મુશ્કેલી આવે ત્યારે બીજા સભ્યો તેમને આર્થિક રીતે મદદ રૂપ થાય છે. જેનાથી ફાઈનાન્શિયલ સપોર્ટ મળી રહે છે. 

આ સિવાય પણ જોઈન્ટ ફેમિલીમાં માનસિક, આર્થિક સહિત બીજા અનેક ફાયદા થાય છે. પરિવારના સભ્યોના સપોર્ટથી માણસ કોઈ પણ સ્થિતિમાં પડીભાંગતો નથી. આમ, વર્કિંગ કપલ્સ માટે જોઈન્ટ ફેમિલીમાં રહેવાના અનેક ફાયદા છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More