Live-in Relationship Right or Wrong: લિવ-ઇન રિલેશનશિપ એ એક એવો સંબંધ છે, જ્યાં બે લોકો લગ્ન કર્યા વિના પતિ-પત્નીની જેમ સાથે રહે છે. જો કે, આ વાત હજુ પણ આપણા સમાજમાં સંપૂર્ણપણે સ્વીકારવામાં આવતી નથી. પરંતુ શહેરના યુવાનોમાં આ કલ્ચર ખૂબ જ ઝડપથી વધી રહ્યું હોય તેવું લાગે છે. ખાસ કરીને શહેરમાં અભ્યાસ માટે આવતા યુવાનો લિવ-ઇન રિલેશનશિપમાં રહેવાનું શરૂ કરે છે. ઘણી વખત આ સંબંધ લગ્ન સુધી પહોંચી જાય છે. પરંતુ મોટાભાગે આવા સંબંધો તૂટી જાય છે. આ સમાચારમાં અમે તમને જણાવીશું કે લિવ-ઇન રિલેશનશિપ સારું છે કે નહીં?
એકબીજાને વધુ સારી રીતે સમજવાની તક
લિવ-ઇન રિલેશનશિપમાં રહેવાથી કપલ્સને એકબીજાને વધુ સારી રીતે સમજવાની તક મળે છે. તેઓ એકબીજાની આદતો, સ્વભાવ, ગુસ્સો અને લાઈફસ્ટાઈલને સમજી શકે છે. ડેટિંગમાં તમને આ બધી બાબતો ખબર નથી પડતી. લિવ-ઇન રિલેશનશિપ કપલ્સ માટે રિયાલિટી ટેસ્ટ જેવું હોય છે. જેના આધારે તમે તે વ્યક્તિ સાથે તમારું જીવન વિતાવી શકો છો કે નહીં. જેના કારણે લગ્ન પછી બધું સરળ બને છે.
શું ખચ્ચર ચાલક જ હતો આતંકી? મહિલાના દાવાથી પહેલગામ આતંકી હુમલામાં આવ્યો નવો વળાંક!
લગ્ન માટે સ્પષ્ટતા
લિવ-ઇન રિલેશનશિપ વ્યક્તિને સ્પષ્ટતા આપે છે કે તેમ તે વ્યક્તિ સાથે લગ્ન કરીને તમારું આખું જીવન તેની સાથે વિતાવી શકો છે કે નહીં, કારણ કે લગ્ન ફક્ત લાગણીઓ પર આધારિત નથી પરંતુ સમજણ અને પરસ્પર વિશ્વાસ પર આધારિત છે. લિવ-ઇન રિલેશનશિપમાં તમે નક્કી કરી શકો છો કે સંબંધ લાંબો સમય ટકી શકે છે કે નહીં.
ઈમોશનલ અને લીગલ કોમ્પ્લિકેશન
ભલે લિવ-ઇન રિલેશનશિપ લગ્ન જેવું નથી. પરંતુ આમાં પણ ઈમોશનલ અને લીગલ કોમ્પ્લિકેશન છે. ઘણી વખત લોકો તેમના લિવ-ઇન રિલેશનશિપ સાથે એટલા ઈમોશનલી રીતે જોડાઈ જાય છે કે બ્રેકઅપ પછી તેમના પર ઊંડી અસર પડે છે, જે તેમને વર્ષો સુધી માનસિક રીતે પરેશાન કરે છે. કાયદેસર રીતે લિવ-ઇનને અમુક હદ સુધી માન્યતા આપવામાં આવે છે, પરંતુ તેમાં ઘણી લીગલ કોમ્પ્લિકેશન પણ છે.
IPLની સૌથી હોટ અને ગ્લેમરસ ચીયર લીડર, જેના એક ઈશારા પર હાર જાય છે લાખો દિલ!
ફ્રીડમ અને જવાબદારીનું સંતુલન
લિવ-ઇન રિલેશનશિપ તમને લગ્નની ફ્રીડમની સાથે જવાબદારીના બોજ પણ હોય છે. તમારી એકબીજા પ્રત્યે કોઈ લીગલ કમિટમેન્ટ નથી. પરંતુ એકબીજાની જવાબદારીઓ - જેમ કે ઘરના ખર્ચ, ઈમોશનલ સપોર્ટ, ભવિષ્યનું પ્લાનિંગ - સંભાળવું પડે છે. આ સંબંધ લગ્ન જેટલો જ ગંભીર પણ હોઈ શકે છે. પરંતુ ઘણી વખત લોકો લિવ-ઇન રિલેશનશિપની ફ્રીડમનો દુરુપયોગ કરે છે, જે સામેની વ્યક્તિ માટે ખોટું સાબિત થાય છે.
વિરાટ કોહલીએ 'નિવૃત્તિ' લઈને કરી મોટી ભૂલ!દિગ્ગજ ક્રિકેટરના નિવેદનથી અચાનક મચી ખલબલી
સાચું કે ખોટું?
લિવ-ઇન રિલેશનશિપ ઘણા કિસ્સાઓમાં સાચા હોય છે અને ઘણા કિસ્સાઓમાં ખોટા પણ હોય છે. તેથી, આ નક્કી કરવું થોડું મુશ્કેલ છે. તે સંપૂર્ણપણે કપલના વિચાર અને સમજણ પર આધાર રાખે છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે