Relationship News: પતિ-પત્નીનો સંબંધ વિશ્વાસ અને પ્રેમ પર ટકેલો હોય છે. આ સંબંધ જેટલો અતૂટ હોય છે એટલો નાજુક પણ હોય છે. નાની ભૂલ સંબંધ તબાહ કરી શકે છે. સંબંધને મજબૂત બનાવી રાખવા માટે પતિ-પત્ની બંનેએ સંબંધમાં પારદર્શિતા બનાવી રાખવી જોઈએ. હંમેશા પતિ-પત્ની આપસમાં સારી વાતો શેર કરે છે પરંતુ પતિ કેટલીક વાત પોતાની પત્નીને ક્યારેય જણાવતા નથી. આવો જાણીએ પતિ કઈ વાત પત્નીઓથી છુપાવી રાખે છે.
ઇમોશન
પતિઓ ઘણીવાર તેમની લાગણીઓને તેમની પત્નીઓથી છુપાવે છે. આ પાછળ સમાજ પણ કારણ હોઈ શકે છે. કારણ કે ભારતીય સમાજમાં કહેવાય છે કે પુરુષો બળવાન હોય છે. પુરૂષોને પીડા નથી થતી કે પુરુષો છોકરીઓની જેમ રડતા નથી. આવા ખ્યાલો હજુ પણ લોકોના મનમાં છે. આવી પરિસ્થિતિઓમાં, પુરુષો તેમની લાગણીઓને શેર કરતા નથી. તેમને લાગે છે કે આમ કરવાથી તેઓ નબળા દેખાશે.
આ પણ વાંચોઃ દરેક યુવતીઓએ પોતાની પાક્કી બેનપણીને પણ ના કરવી જોઈએ આ ખાનગી વાત!
નાણાકીય સ્થિતિ
પત્નીઓને પતિની આવક અને નાણાકીય સ્થિતિની જાણકારી હોય છે પરંતુ પતિ હંમેશા નાણાકીય વસ્તુ વિશે વાત કરવાથી બચે છે. જ્યારે પતિ નાણાકીય સ્થિતિમાં સંઘર્ષ કરી રહ્યો હોય તો તે ઘરમાં અને પત્નીને ખોટું બોલે છે. તેની પાછળનું કારણ હોય છે કે તે પત્ની કે પરિવારજનોને પરેશાન કરવા ઈચ્છતા નથી.
ઓફિસનો તણાવ
હંમેશા પતિ ઓફિસની ચિંતાઓ વિશે પત્નીને વાત કરતા નથી. તેને લાગે છે કે આ વાત જાણવાથી પત્નીને પણ ચિંતા થશે. ઘણીવાર ઓફિસના કામ, પ્રેશર અને બોસના ગુસ્સાથી પુરૂષ અંદરને અંદર પરેશાન હોય છે જે તેના સ્વભાવમાં જોવા મળે છે, જેથી ઘણીવાર ઘરમાં લડાઈનો માહોલ બની જાય છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે