Home> Relationship
Advertisement
Prev
Next

Self Toxicity: કોઈ બીજું નહીં પોતાના માટેના આવા ખરાબ વિચારો જ લાઈફ ખરાબ કરી નાખે, આ છે સેલ્ફ ટોક્સિસિટીના લક્ષણ

Self Toxicity: જો વિચારો પર કાબુ રાખવામાં ન આવે તો વ્યક્તિ પોતાના માટે જ ટોક્સિક બની જાય છે. પોતાના માટે જ્યારે કોઈ વ્યક્તિ સતત નેગેટિવ વિચારો કરે તો તેને લાઈફ ખરાબ કરવા માટે દુશ્મનની પણ જરૂર પડતી નથી. તમે તો તમારા માટે આવા વિચાર નથી કરતાં ને ?

Self Toxicity: કોઈ બીજું નહીં પોતાના માટેના આવા ખરાબ વિચારો જ લાઈફ ખરાબ કરી નાખે, આ છે સેલ્ફ ટોક્સિસિટીના લક્ષણ

Self Toxicity: ટોક્સિક શબ્દનો ઉપયોગ મોટાભાગે બીજા લોકો માટે કરવામાં આવે છે. પરંતુ શું તમે જાણો છો કે કેટલાક પ્રકારના વિચારો તમને તમારા માટે જ ટોક્સિક બનાવી શકે છે ? જ્યારે લાઇફમાં કંઈ ખરાબ થાય છે તો તેનો દોષ બીજા પર ઢોળવામાં આવે છે. પરંતુ કેટલાક લોકો પોતાના માટે જ એટલા બધા ટોક્સિક થઈ ગયા હોય છે કે તેમની જીવનની સમસ્યાઓનું સૌથી મોટું કારણ તેઓ પોતે અને તેમના નકારાત્મક વિચાર જ હોય છે. સૌથી ખરાબ બાબત એ હોય છે કે લોકોને ખબર જ નથી હોતી કે આ પ્રકારના વિચારો તેમનું જીવન બગાડી રહ્યા છે. આજે તમને સેલ્ફ ટોક્સિસિટીના લક્ષણો જણાવીએ. 

fallbacks

આ પણ વાંચો: Extra marital affair: આ 4 કારણોને લીધે પતિનું ઘરની બહાર શરુ થાય ઈલુ ઈલુ

સેલ્ફ ટોક્સિસિટી બીજાને નહીં પરંતુ વ્યક્તિને પોતાને જ સૌથી મોટું નુકસાન કરે છે. વ્યક્તિના નકારાત્મક વિચાર ખરાબ આદતો અને તેનો વ્યવહાર તેની સફળતા અને મેન્ટલ હેલ્થને પ્રભાવિત કરવા લાગે છે. આજે તમને એ લક્ષણો વિશે જણાવીએ છીએ દર્શાવે છે કે વ્યક્તિ પોતાના માટે જ ખરાબ વિચારે છે એટલે કે સેલ્ફ ટોક્સિક છે. 

આ પણ વાંચો: Nicknames: બેબી-જાનુ.. જુના થઈ ગયા, બોયફ્રેન્ડ માટેના આ મોડર્ન નામ છે ટ્રેંડમાં

પોતાની જાતને જ નીચું દેખાડવું 

નાની નાની ભૂલ થઈ જાય તો પણ વ્યક્તિ પોતાની જાતને જ નીચું દેખાડે. આ સંકેત છે કે તમે પોતાના માટે જ ટોક્સિક બની રહ્યા છો. વ્યક્તિ જ્યારે વિચારવા લાગે કે તે કંઈ જ કામની નથી અને તે કંઈ જ કરી શકતી નથી તો તેનો સેલ્ફ કોન્ફિડન્સ પણ ઘટી જાય છે. ત્યાર પછી એવો સમય આવે છે કે વ્યક્તિને કોઈ પણ કામ કરવામાં ડર લાગે. ધીરે ધીરે ડિપ્રેશન અને એન્ઝાઈટી નું કારણ પણ આ લક્ષણ બની શકે છે. 

આ પણ વાંચો: Relationship Tips: લગ્ન પછી ખુશહાલ સંસાર માણવો હોય તો પત્નીને કહેતા નહીં આ 6 વાતો

બીજાની લાઈફ સાથે પોતાની સરખામણી 

બીજાની લાઈફ સાથે પોતાની લાઈફની સરખામણી કરવી સૌથી ખરાબ છે. આ આદત વ્યક્તિને અંદરથી ખરાબ કરી નાખે છે. જ્યારે તમે બીજાની સાથે પોતાની લાઈફની સરખામણી કરો છો તો તમારા જીવનમાં જે ખુશીઓ છે તેને તમે ધ્યાને લેતા નથી અને તમને સતત એવું લાગે છે કે તમારી પાસે કંઈ જ નથી. જેના કારણે તમારું દુઃખ વધી જાય છે. 

આ પણ વાંચો: પુરુષોની આ ભુલો લગ્નજીવનને ખરાબ કરે, એક લિમિટ પછી પત્નીનો વિશ્વાસ ઉઠી જાય પ્રેમ પરથી

બીજાને બ્લેમ કરવા 

જ્યારે જીવનમાં કોઈ સમસ્યા આવે છે તો ટોક્સિક લોકો તેના માટે બીજાને જવાબદાર ગણવા લાગે છે. તેને એવું લાગે છે કે પરિવારના લોકો તેને સપોર્ટ કરતા નથી, તેનું ભાગ્ય સારું નથી વગેરે. આવું કરીને વ્યક્તિ પોતાની જાતને વિક્ટીમ માનવા લાગે છે. આ આદત પણ ટોક્સિસિટીનું લક્ષણ છે અને આવું વિચારતા લોકો જીવનમાં આગળ વધી શકતા નથી. 

આ પણ વાંચો: દર વર્ષે 8 માર્ચે જ શા માટે ઉજવાય છે મહિલા દિવસ ? જાણો મહિલા દિવસનું મહત્વ

પોતાની જરૂરિયાતને ઇગ્નોર કરવી 

જ્યારે વ્યક્તિ પોતાની ખુશીઓ અને જરૂરિયાતને ઇગ્નોર કરવા લાગે છે તો તે પણ એક પ્રકારનું સેલ્ફી ટોક્સિક વર્તન છે. બીજાને ખુશ કરવાના પ્રયત્નોમાં જ્યારે પોતાની ખુશીને જતી કરવામાં આવે છે તો તે મેન્ટલ હેલ્થને અસર કરવા લાગે છે.

(Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારી પર આધારિત છે. ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More