Home> Relationship
Advertisement
Prev
Next

માત્ર અફેર જ નહીં, આ કારણે પણ નારાજ થઈ શકે છે પત્ની, ક્યારેય ન કરો આ ભૂલ

Married Life Tips: પત્ની પોતાના પતિ પાસે માત્ર પ્રેમ નથી ઈચ્છતી પરંતુ ઘણી એવી વસ્તુ છે જો ન મળે તો લગ્ન જીવનમાં વિવાદ થવા લાગે છે, તેથી નાની-નાની વાતોને નજરઅંદાજ ન કરો.
 

માત્ર અફેર જ નહીં, આ કારણે પણ નારાજ થઈ શકે છે પત્ની, ક્યારેય ન કરો આ ભૂલ

નવી દિલ્હીઃ Husband Wife Relation: લગ્ન બાદ મહિલા અને પુરૂષ બંનેએ નાની-નાની વાતોનું ખાસ ધ્યાન રાખવું પડે છે, કારણ કે પતિ-પત્નીનો સંબંધ ખુબ નાજુક હોય છે. તેવામાં સામાન્ય લાગતી વાત મોટી મુશ્કેલીનું કારણ બની જાય છે. ઘણા પુરૂષોને લાગે છે કે જ્યારે તે પોતાની પત્નીને લઈને લોયલ છે અને કોઈ બીજી મહિલાના ચક્કરમાં પણ નથી તો પત્નીનું નારાજ થવાનું કોઈ કારણ નથી, પરંતુ તેવું નથી. વફાદારી કોઈપણ સંબંધની પ્રથમ સીડી હોઈ શકે છે, પરંતુ એટલું પૂરતું નથી. પત્ની પોતાના પતિ પાસે ક્વોલિટી ટાઇમ અને સન્માન પણ ઈચ્છે છે. તેમ ન થવા પર સંબંધો બગડી શકે છે. આવો જાણીએ પત્ની કયા કારણથી નારાજ થઈ શકે છે.

fallbacks

પત્નીની નારાજગીના મોટા કારણ
1. ક્વોલિટી ટાઈમ ન આપવો

લગ્ન બાદ પુરૂષ હંમેશા પોતાની આવક વધારવા વિશે વિચારવા લાગે છે, તેવામાં તે પોતાના કામ પર વધુ ધ્યાન આપે છે અને પત્ની માટે કવોલિટી ટાઇમ કાઢવાનું ભૂલી જાય છે. યાદ રાખો કે પત્નીને સમય નહીં આપો તો લડાઈ-ઝઘડા વધી જશે. તમારી પ્રોફેશનલ લાઇફ ગમે એટલી વ્યસ્ત કેમ ન હોય પરંતુ પત્ની સાથે સમય પસાર કરો.

2. પત્નીની વાતોને નજરઅંદાજ કરવી
હંમેશા તે જોવામાં આવે છે કે પતિ પોતાની પત્નીની વાતોને વધુ સાંભળતા નથી. પરંતુ આ ટેવ સંબંધને તોડવાનું કામ કરી શકે છે. પત્નીની વાતો ભલે બિનજરૂરી લાગે પરંતુ તમે તેને નજરઅંદાજ કરશો તો સંબંધમાં વિવાદ થઈ શકે છે. એક પત્ની પોતાના પતિથી તેનું અટેન્શન ઈચ્છે છે. પતિ માટે જરૂરી છે કે તે પત્નીના માઇન્ડસેટને સમજે અને સંબંધો મધૂર બનાવે.

3. દરેક વાતનો આરોપ પત્ની પર લગાવવો
લગ્ન બાદ પુરૂષોની જવાબદારી અનેક ગણી વધી જાય છે, પરંતુ તેનો મતલબ તે નથી કે દરેક મુશ્કેલી માટે તમે પત્નીને જવાબદાર ઠેરવો. જો આપણે વારંવાર આપણા પાર્ટનરને કહીએ કે આ તારા કારણે થઈ રહ્યું છે, તો પત્નીને ગુસ્સો આવવો વ્યાજબી છે. આવી વાતો ગમે તે મહિલાને પરેશાન કરી શકે છે. એટલે પત્નીને બિનજરૂરી ગુસ્સે કરો નહીં.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More