Parenting Tips: કહેવાય છે કે બાળક પોતાના માતા પિતા પાસેથી જ સૌથી પહેલા બધું શીખે છે. જે કામ બાળકના માતા પિતા કરે છે તેને બાળક સૌથી નજીકથી જોવે છે જેના કારણે તે સારી અને ખરાબ આદતો પણ ઝડપથી અપનાવી લે છે. નાના બાળકમાં એ સમજ હોતી નથી કે માતા-પિતાના કયા કામનું અનુકરણ કરવું જોઈએ અને કયા કામનું અનુકરણ ન કરવું. તેથી તે ખરાબ આદતોને પણ ઝડપથી સ્વીકારી લે છે.
આ પણ વાંચો: ભારતની એવી જગ્યા જ્યાં લગ્ન પછી પુરુષ જાય સાસરે, યુવતીઓ કરે યુવકને પ્રપોઝ
ઘણા માતા પિતા બાળકની સામે કેટલાક કામ કરવાનું ટાળે છે તેમ છતાં જાણે અજાણે બાળકની નજરમાં આવા કામ આવી જાય છે તો તે ઝડપથી શીખી જાય છે. ખાસ કરીને 10 કે તેનાથી વધુની ઉંમરના બાળકો માતા પિતાની ખરાબ આદતોને ઝડપથી શીખી લેતા હોય છે. તેથી જ દરેક માતા પિતાએ બાળક 10 વર્ષનું થાય ત્યારથી જ પોતાની આદતોમાં ફેરફાર કરી લેવા જોઈએ.
આ પણ વાંચો: પતિ-પત્ની સુતા પહેલા આ કામ કરે તો 100 ટકા તેના લગ્નજીવનમાં સમસ્યા આવે જ નહીં...
વસ્તુને સંભાળીને ન રાખવી
પેરેન્ટ્સને જોઈને બાળકો વધુ શીખે છે જો પેરેન્ટ્સ જ પોતાની વસ્તુઓને સંભાળીને રાખતા નથી અને જ્યાં ત્યાં મૂકે છે તો બાળકો પણ તેનો અનુકરણ કરે છે. બાળકો પણ વસ્તુઓને અસ્તવ્યસ્ત છોડીને જતા રહે છે. તેથી ઘરમાં બાળક મોટું થતું હોય તો પહેલા માતા પિતાએ પોતાની આદત સુધારી લેવી.
આ પણ વાંચો: એકલા પડો એટલે મનમાં ખરાબ વિચારો આવવા લાગે છે? ખોટા વિચારોને દુર કરી દેશે આ 5 કામ
મોડે સુધી ઊંઘવું
જો તમારી ઈચ્છા હોય કે તમારું બાળક સમયસર જાગી જાય અને એક્ટિવ રહે તો તેના માટે માતા પિતાએ પણ લાઈફ સ્ટાઈલ બદલવી પડે છે. જો માતા પિતા મોડે સુધી સુતા રહે છે તો બાળકો પણ આવું જ અનુકરણ કરે છે. તેથી માતા પિતાએ વહેલા જાગવાની આદત પાડવી જેને જોઈને બાળક પણ જલ્દી જાગી જશે.
આ પણ વાંચો: Positivity and Confidence: 5 દિવસ કરો આ 7 કામ, પોઝિટિવિટી અને આત્મવિશ્વાસ વધી જશે
વ્યસન
ઘરમાં માતા-પિતા જ ધુમ્રપાન અને દારૂનું સેવન કરતા હોય તો આ આદત બાળકને ઝડપથી લાગી જાય છે. બાળક પરિપક્વ થાય તે પહેલા જ આ પ્રકારના વ્યસનના રવાડે ચડી શકે છે. તેથી ઘરમાં બાળકો હોય તો માતા પિતાએ જ વ્યસનને છોડી દેવા જોઈએ.
આ પણ વાંચો: પરણિત કપલ એ લગ્ન પછી થતાં લફરાં વિશે કર્યા ચોંકાવનારા ખુલાસા, મહિલાઓ પણ કંઈ કમ નથી
ગુસ્સો કરવો
પેરેન્ટ્સ એકબીજાની સાથે પણ જો વાત વાતમાં ગુસ્સો કરીને ઝઘડો કરતા હોય તો આ વર્તન પણ બાળક ઝડપથી શીખી જાય છે. બાળક પણ નાની નાની વાતમાં ગુસ્સો કરવા લાગે છે અને તેનો વ્યવહાર પણ ઉગ્ર થઈ જાય છે. તેરી માતા-પિતા એ બાળકની સામે હંમેશા શાંતિથી વાત કરવી જોઈએ.
આ પણ વાંચો: Dating Mistakes: પરિણીત પુરુષ ગમે એટલો મીઠડો થાય કુંવારી છોકરીએ પ્રેમમાં ન પડવું
ખોટું બોલવાની આદત
ઘરમાં ઘણા લોકોને આદત હોય છે કે નાની નાની વાતમાં પણ ખોટું બોલે. આવી આદતને બાળક ઝડપથી ગ્રહણ કરે છે. તેથી હંમેશા બાળકની સામે સત્ય બોલવાનો આગ્રહ રાખો. જો બાળક તમને સાચું બોલતા જોશે તો પોતે પણ સાચું બોલશે અને વાતો છુપાવશે નહીં.
(Disclaimer: અહીં આપેલી માહિતી સામાન્ય માહિતી પર આધારિત છે. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે