Home> Relationship
Advertisement
Prev
Next

Parenting Tips: આ 5 ખરાબ ટેવ ઝડપથી પડી જાય છે બાળકને, માતાપિતાએ ખાસ ધ્યાન રાખવું જરૂરી

Parenting Tips: ઘણા એવા બાળકો હોય છે જેને નાની ઉંમરમાં જ ખરાબ ટેવો ઝડપથી પડી જાય છે. આ બાબતે માતા-પિતાએ ખાસ ધ્યાન રાખવું જોઈએ. બાળકની કેટલીક ખરાબ આદતોની પાછળ પરિવારના લોકો જવાબદાર હોય છે. તેની ખરાબ આદતો શરુઆતમાં છોડાવવામાં ન આવે તો પછી તે ક્યારેય છુટતી નથી. 

Parenting Tips: આ 5 ખરાબ ટેવ ઝડપથી પડી જાય છે બાળકને, માતાપિતાએ ખાસ ધ્યાન રાખવું જરૂરી

Parenting Tips: બાળકોમાં સારું અને ખરાબ સમજવાની ક્ષમતા નથી હોતી. તેઓ પોતાની નજરની સામે જે જુએ છે તેમાંથી જ બધું શીખે છે. ઘણા એવા બાળકો હોય છે જેને નાની ઉંમરમાં જ ખરાબ ટેવો ઝડપથી પડી જાય છે. આ બાબતે માતા-પિતાએ ખાસ ધ્યાન રાખવું જોઈએ. બાળકની કેટલીક ખરાબ આદતોની પાછળ પરિવારના લોકો જવાબદાર હોય છે. તેની ખરાબ આદતો શરુઆતમાં છોડાવવામાં ન આવે તો પછી તે ક્યારેય છુટતી નથી. તેથી બાળક ઉપર માતા પિતાએ ખાસ ધ્યાન રાખવું જોઈએ.. જો બાળક આ પાંચમાંથી કોઈપણ એક વસ્તુ પણ કરતું જોવા મળે તો તુરંત જ તેને ટોકો અને સુધારો.

fallbacks

આ પણ વાંચો: Relationship Tips: બેડરુમમાં પત્નીને ટર્ન ઓફ કરી દે છે પુરુષની આ આદતો

1. બાળકને નખ ચાવવાની કુટેવ ઝડપથી લાગી જાય છે. નખમાં ગંદકી જામેલી હોય છે જો બાળકને નખ ચાવવાની ટેવ પડી જાય તો તે વારંવાર બીમાર પડે છે અને સાથે જ નખ સંબંધિત સમસ્યા પણ થાય છે. તેથી જ્યારે બાળક નખ ચાવવાની શરૂઆત કરે ત્યારે જ તેને ટોકો અને સુધારો. 

આ પણ વાંચો: Brahmacharya: એક મહિનો બ્રહ્મચર્ય પાળવું પણ જરૂરી, જાણો બ્રહ્મચર્ય પાળવાથી થતા 4 લાભ

2. બાળક ખોટું બોલવાનું પણ ઝડપથી શીખી જાય છે. કારણકે તેને લાગે છે કે જો તે સાચું બોલશે તો માતા-પિતા ખીજાશે અથવા મારશે. તેથી માતા પિતાએ નાની નાની વાતમાં બાળકને ખીજાવવું કે મારું નહીં જો આવું કરશો તો તે તમારી પાસે ડર વિના આવશે અને સાચું બોલશે. 

3. બાળકો ઘણી વખત મોટાની વાત સાંભળે છે અને બીજાને કહે છે. આ ટેવના કારણે તેમને અહીંની વાત ત્યાં અને ત્યાંની વાત અહીં કરવાની ટેવ પડી જાય છે. આવી ચુગલખોરી બાળક મોટું થાય ત્યારે સમસ્યા બની જાય છે. 

આ પણ વાંચો: Relationship: લગ્ન પછી ફક્ત પ્રેમથી નથી ચાલતું, પતિ-પત્ની વચ્ચે આ વસ્તુઓ હોવી જરૂરી

4. આળસ અને કામ ટાળવાની આદત બાળક ઘરમાં જોઈને ઝડપથી શીખી જાય છે. તેથી બાળક પર સતત ધ્યાન રાખો કે તે આળસુ બની ન જાય. 

5. માતા-પિતા અને મિત્રો જ્યારે ઘરમાં મળે છે ત્યારે એકબીજાને હસતા બોલતા પણ અપશબ્દો કહી દેતા હોય છે. બાળક આવા અપશબ્દો ઝડપથી શીખી જાય છે. તેથી હંમેશા બાળકની સામે બોલવામાં ધ્યાન રાખવું અને બાળક જો બહારથી પણ અપશબ્દો બોલવાનું શીખે તો તેની આદત છોડાવો.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More