Single Life: આજના સમયમાં લગ્ન એ દરેક યુવક, યુવતીની પ્રાથમિકતા નથી. કેટલાક યુવક, યુવતીઓ લાઈફ લોંગ સિંગલ રહેવાનું પસંદ કરે છે. જે લોકો પોતાની મરજીથી સિંગલ લાઈફ જીવતા હોય છે તેમને લઈને મોટાભાગના લોકો અફસોસ અનુભવતા હોય છે. પરંતુ જે લોકો પોતાની મરજીથી સિંગલ લાઈફ જીવવાનું પસંદ કરે છે તેઓ કપલ કરતા વધારે ખુશ હોય છે.
આ પણ વાંચો:Parenting Tips: માતાપિતાને કરતા જોઈને કાચી ઉંમરમાં બાળકને પડી જાય આ ખરાબ આદતો
એકલા રહેવું અને એકલતામાં ખૂબ અંતર છે. સિંગલ લાઈફ જીવતા લોકો એકલતા અનુભવતા હોય છે એવું માનવામાં આવે છે. પરંતુ હકીકતમાં તેઓ એકલા રહીને પણ કપલ કરતાં વધારે ખુશ હોય છે. તેઓ પોતાની લાઈફને અલગ રીતે જ એન્જોય કરતા હોય છે. એકલા રહેવામાં પણ ઘણા બધા ફાયદા છે. આ ફાયદાઓને ધ્યાનમાં રાખીને જ ઘણા યુવક અને યુવતીઓ સિંગલ લાઈફ માણવાનું પસંદ કરે છે.
એકલા રહેવું અને એકલતા વચ્ચે તફાવત
આ પણ વાંચો: પતિ-પત્ની સુતા પહેલા આ કામ કરે તો 100 ટકા તેના લગ્નજીવનમાં સમસ્યા આવે જ નહીં...
એકલતા એક ઇમોશન છે જેમાં વ્યક્તિ પોતાની જાતને બધાથી અલગ અનુભવ કરે છે. એકલતા અનુભવી એક મનોવૈજ્ઞાનિક કારણ હોઈ શકે છે. પરિવારની વચ્ચે રહેતી વ્યક્તિ પણ એકલતા અનુભવી શકે છે. આ એકલતાનો અનુભવ વ્યક્તિ નેગેટિવ વિચારોના કારણે કરી શકે છે. જ્યારે એકલું રહેવું કોઈ વ્યક્તિની પર્સનલ ચોઇસ હોય છે. વ્યક્તિ જ્યારે પોતાની સાથે સમય પસાર કરવાનું પસંદ કરે છે ત્યારે તે સિંગલ લાઈફ ચુસ કરે છે. સિંગલ લાઇફમાં તેના પર પોતાના સિવાય અન્ય કોઈની જવાબદારી હોતી નથી અને તેણે કોઈની ચિંતા પણ કરવાની હોતી નથી.
સિંગલ રહેવાના ફાયદા
આ પણ વાંચો: પરણિત કપલ એ લગ્ન પછી થતાં લફરાં વિશે કર્યા ચોંકાવનારા ખુલાસા, મહિલાઓ પણ કંઈ કમ નથી
1. સિંગલ રહેતા લોકોને પોતાની જાતને ઓળખવાનો અને પોતાની સાથે સમય પસાર કરવાની પૂર્તિ તક મળે છે. વ્યક્તિ પોતાની ઈચ્છા ને પ્રાથમિકતા આપે છે અને પોતાના જીવન પર ફોકસ કરે છે.
2. સિંગલ રહેતી વ્યક્તિને આત્મનિર્ભર બનવાની તક મળે છે અને તે પોતાની લાઈફ પોતાની ઈચ્છા અનુસાર જીવે છે.
3. સિંગલ રહેતા લોકો એકલતા અનુભવે તે જરૂરી નથી. સિંગલ રહેતા લોકો માનસિક રીતે વધારે મજબૂત હોય છે.
આ પણ વાંચો: Dating Mistakes: પરિણીત પુરુષ ગમે એટલો મીઠડો થાય કુંવારી છોકરીએ પ્રેમમાં ન પડવું
4. સિંગલ રહેતી વ્યક્તિને પોતાની જાતની સંભાળ લેવા માટે પૂરતો સમય મળે છે જેના કારણે તે શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય પર વધારે ફોકસ કરી શકે છે.
5. સિંગલ રહેતી વ્યક્તિ પોતાના વ્યક્તિગત વિકાસ અને કારકિર્દી પર વધારે ધ્યાન આપી શકે છે તે નવી નવી સ્કિન શીખી શકે છે અને પોતાની જાતને વધારે બહેતર બનાવી શકે છે.
(Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારી પર આધારિત છે. ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે