Parenting Tips: આજના સમયમાં તમે અનેક એવા બાળકો જોયા હશે જેમનો સ્વભાવ જલ્દી હોય. ખાસ કરીને મોબાઇલની બાબતમાં બાળકો જીદ કરતા હોય છે. આ સિવાય પણ બાળકોને આદત હોય છે કે તેમની બધી જ ઈચ્છા પૂરી થાય. જો એક પણ ઈચ્છા પૂરી ન થાય તો તેમનું વર્તન ખરાબ થઈ જાય છે. બાળકનો આવો સ્વભાવ જન્મથી નથી હોતો. પરંતુ ઘરમાં માતા-પિતા અને અન્ય લોકોના વર્તનને જોઈને બાળકના જીદ્દી સ્વભાવનું થઈ જાય છે. જો ઘરમાં નાનું બાળક હોય તો માતા-પિતાથી લઈને દરેક વ્યક્તિએ કેટલી હરકતો કરવામાં ધ્યાન રાખવું જોઈએ. બાળકોની સામે કેટલીક ભૂલ કરવામાં આવે તો તેને તે ઝડપથી ગ્રહણ કરી લેતા હોય છે.
આ પણ વાંચો: આજની છોકરીઓ લગ્ન કરવાનું શા માટે ટાળે છે? લગ્ન ન કરનારને મોટી ઉંમરે થાય છે આ સમસ્યાઓ
માતા પિતા તરીકે બાળકોની સામે કેવું વર્તન કરવું અને કેવું નહીં તે જાણવું જરૂરી હોય છે. માતા-પિતા બન્યા પછી દરેક પતિ પત્નીએ આ બાબતનું ધ્યાન રાખવું જોઈએ. અને સાથે જ આ ત્રણ ભૂલ કરવી નહીં. આ ત્રણ ભૂલના કારણે બાળકોનો સ્વભાવ જિદ્દી થવા લાગે છે.
સમય ન આપવો
આ પણ વાંચો: છોકરીઓ આ સમયે હોય છે સૌથી વધુ સેન્સીટીવ, મિનિટોમાં પાર્ટનરનો મૂડ થઈ જશે રોમાંટિક
માતા પિતા કામના પ્રેશર ટેન્શન કે થાકના કારણે બાળકને સમય નથી આપતા. બાળક વ્યસ્ત રહે તે માટે તેને મોબાઈલ આપી દેતા હોય છે. આમ કરવાના કારણે બાળકો અને માતા પિતા વચ્ચે કોમ્યુનિકેશન ગેપ આવી જાય છે. ત્યાર પછી ધીરે ધીરે બાળકને મોબાઇલ જ ગમે છે અને માતા પિતાથી દૂર રહેવા લાગે છે. ઘણી વખત બાળકોને માતા-પિતાને ઘણું બધું કહેવું હોય છે પરંતુ માતા-પિતા તેની વાત સાંભળતા નથી અને તેને સમય આપતા નથી. આ વાત બાળકના મન પર અસર કરે છે અને તેનો નેચર ગુસ્સાવાળો થવા લાગે છે.
આ પણ વાંચો: સંયુક્ત કુટુંબમાં રહેવાથી લાઈફ થઈ જાય ઈઝી, નીરજ ચોપડાએ જણાવ્યા જોઈન્ટ ફેમિલીના ફાયદા
ખીજાવું અને મારવું
ઘણા માતા પિતા બાળકની નાનકડી ભૂલ હોય તો પણ તેને ખીજવવા લાગે છે અથવા તો તેના પર હાથ ઉપાડે છે. જે તદ્દન ખોટી બાબત છે. બાળક ભૂલ કરે તો તેને સમજાવવું જોઈએ. જો તમે તેની ભૂલ સમજાવ્યા વિના તેને મારશો કે તેને ખીજાશો તો બાળકના મન પર ખોટી અસર પડશે. માર ખાવાના કારણે બાળકોની સહનશક્તિ ખતમ થઈ જાય છે તેના કારણે તેનામાં ઉગ્રતા વધી જાય છે. તેથી બાળક પર ક્યારેય હાથ ન ઉપાડવો. બાળકને હંમેશા શાંતિથી સમજાવવું જોઈએ.
આ પણ વાંચો: Relationship Tips: છોકરા શા માટે પોતાના અફેરની વાત છોકરીથી છુપાવે છે ? આ છે 3 કારણ
જબરદસ્તીથી નિયમોનું પાલન
ઘરમાં જો માતા-પિતા પોતાની મરજી અનુસાર અનુશાસન વિના રહેતા હોય અને બાળકોને અનુશાસનમાં રહેવા માટે બળજબરી કરે તો તે બાળકના મન પર ખરાબ અસર કરે છે. ઘરમાં નાનું બાળક હોય તો માતા-પિતાએ પણ અનુશાસનમાં રહેવું જોઈએ જેથી બાળક પણ અનુશાસનનું મહત્વ સમજે અને નિયમનું પાલન કરે. જો માતા પિતા પોતાની મન મરજીનું વર્તન કરે અને બાળકને જબરદસ્તીથી નિયમોનું પાલન કરાવે તો બાળક જિંદગી અને ક્રોધી બની જાય છે.
(Disclaimer: અહીં આપેલી માહિતી સામાન્ય માહિતી પર આધારિત છે. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે