Anger Issues: ઘણા લોકોના સંબંધો ખરાબ થવાનું કારણ ક્રોધ હોય છે. જો બેમાંથી એક વ્યક્તિ ક્રોધી સ્વભાવની હોય તો સંબંધ બગાડવાનું જોખમ વધી જાય છે. જે વ્યક્તિનો સ્વભાવ ચીડિયો અને ગુસ્સાવાળો હોય તે કોઈ પણ વાત પર ગુસ્સો કરવા લાગે છે. આવા વ્યક્તિને હેન્ડલ કરવું મુશ્કેલ હોય છે પરંતુ અશક્ય નથી. જો તમારા પાર્ટનરને પણ એન્ગલ ઈસુ હોય અને તે વાત વાતમાં ગુસ્સો કરવા લાગતા હોય તો તમે આ ટીપ્સ અપનાવીને તમારા પાર્ટનરના ગુસ્સાને શાંત કરી શકો છો અને તેની સાથે સંબંધને જાળવી પણ શકો છો.
આ પણ વાંચો: વાત કરવાના આ સ્ટાઈલ જણાવી દેશે કે પાર્ટનર ખોટું બોલી તમારાથી છુપાવે છે વાતો
વધારે ઈમોશનલ ન બનવું
ઘણા લોકોને નાની નાની વાત પર ઈમોશનલ થઈ જવાની આદત હોય છે. આ આદતના કારણે બંને વ્યક્તિ પરેશાન થાય છે. જો તમારા પાર્ટનર નો સ્વભાવ ગુસ્સાવાળો હોય તો તેની સાથે વધારે ઈમોશનલ ન બનો. તેની સાથે પ્રેક્ટીકલ બનીને આગળ વધો.
વાત સાંભળો
ઘણી વખત ગુસ્સાનું કારણ મિસ કોમ્યુનિકેશન હોય છે. તેથી જો પાર્ટનર ગુસ્સો કરે તો તેની વાતને શાંતિથી સાંભળી લો. ઘણી વખત ગુસ્સો કરવા પાછળ કોઈ યોગ્ય કારણ હોતું પણ નથી. તો તમે તમારા પાર્ટનરની વાત ધ્યાનથી સાંભળી લેશો તો તેનો મગજ શાંત થઈ જશે.
આ પણ વાંચો: લાઈફસ્ટાઈલમાં આ 5 સિંપલ ફેરફાર કરીને પુરુષો દવા વિના વધારી શકે છે સ્ટેમિના
પ્રશ્ન ન કરો
જો પાર્ટનર ગુસ્સામાં હોય તો તેને વારંવાર પ્રશ્ન ન કરો. પ્રશ્ન કરવાથી પણ ક્રોધ વધે છે. જો જરૂરી વાત હોય તો પણ ક્રોધ શાંત થવાની રાહ જુઓ. ગુસ્સામાં પાર્ટનર યોગ્ય જવાબ આપશે નહીં અને ક્રોધ વધશે.
આ પણ વાંચો: મહિલાઓને નાની વયના છોકરાઓ શા માટે વધારે ગમે છે? રિસર્ચમાં સામે આવ્યું આવું કારણ
જૂની વાતો ન કરો
સંબંધોમાં ઉતાર-ચઢાવ આવતા જ રહે છે. પણ ઘણા લોકોને આદત હોય છે તેઓ વારંવાર જૂની વાતોને ઝઘડા દરમિયાન રીપીટ કરે છે. આમ કરવાથી પાર્ટનરનો ક્રોધ વધી શકે છે. તેથી જૂના ઝઘડા કે ભુલને વારંવાર યાદ ન કરાવો.
(Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારી પર આધારિત છે. ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે