Home> Relationship
Advertisement
Prev
Next

Relationship: બધુ હોવા છતાં પત્ની કેમ પારકા પુરુષ તરફ ખેંચાય છે? કરી બેસે છે લફરું... દરેક પતિએ જાણવું જોઈએ

Marital Betrayal Cause: અત્યારના સમયમાં પતિ અને પત્નીનો સંબંધ ખુબ જ નબળો થઈ ગયો છે. જ્યાં પહેલા પતિ પોતાની પત્નીને દગો કરી બેસતા હતા ત્યારે હવે પત્નીઓમાં પણ આ પ્રવૃત્તિ વધી છે. જાણો તેની પાછળના કેટલાક કારણો....

Relationship: બધુ હોવા છતાં પત્ની કેમ પારકા પુરુષ તરફ ખેંચાય છે? કરી બેસે છે લફરું... દરેક પતિએ જાણવું જોઈએ

અમેરિકાની શિકાગો યુનિવર્સિટીમાં નેશનલ ઓપિનિયન રિસર્ચ સેન્ટર (NORC) ના 2022 ગ્લોબલ સોશિયલ સર્વે (GSS)માં કેટલીક ચોંકાવનારી વાતો સામે આવી હતી. આ સર્વે દરમિયાન 20 ટકા પુરુષો અને 13 ટકા મહિલાઓએ પોતાના જીવનસાથીને ચીટ કરવાની વાત કબૂલી હતી. 2021માં પત્નીઓ દ્વારા પોતાના પતિઓને દગો આપવાની ટેન્ડેન્સી 20 વર્ષ પહેલાની સરખામણીમાં 40 ટકા વધુ જણાઈ. સવાલ એ છે કે આખરે મહિલાઓના નેચરમાં આટલું મોટું પરિવર્તન કેવી રીતે આવી રહ્યું છે. તેની પાછળ 4 કારણો જવાબદાર હોવાનું કહેવાય છે. 

fallbacks

1. આત્મસન્માનમાં કમી
જો ઘરમાં પતિ તરફથી પત્નીને સન્માન ન આપવામાં ન આવે તો મહિલાઓ અટેન્શન મેળવવા માટે બહાર ફાંફાં મારે છે. સન્માન મેળવવાની ચાહતમાં તે બહારના લોકો તરફ નજર ફેરવે છે. આવામાં કોઈ બીજા પુરુષ સાથે તેનો લગાવ વધી જાય છે. ધીરે ધીરે મનની સ્થિતિ બદલાય છે. 

2.એકલાપણું
પતિ જો પત્નીને વધુ અટેન્શન ન આપે, તેની સાથે સમય પસાર ન કરે તો આવી સ્થિતિમાં પણ પત્ની બેવફા બની શકે છે. પુરુષોથી વધુ મહિલાઓ ઈમોશનલ હોય છે. જો પતિ તેનો સપોર્ટ ન કરે તો ઈમોશનલ અલગાવ પેદા થવા લાગે છે અને પત્ની કોઈ બીજી વ્યક્તિ સાથે ઈમોશનલ અને રોમેન્ટિક સંબંધો વિશે કલ્પના શરૂ કરી દે છે. 

3. ક્રોધ કે પ્રતિશોધ
કેટલીક મહિલાઓ જ્યારે લગ્ન કરે છે તો તેમના મનમાં એક પાર્ટનર તરીકે અલગ છબી હોય છે. પરંતુ જ્યારે પાર્ટનર તેમની અપેક્ષાઓ પર ખરો ન ઉતરે તો ધીરે ધીરે મનમાં કડવાહટ આવવા લાગે છે. તે કોઈ અન્ય વ્યક્તિ તરફ વળવા લાગે છે. જો છોકરીઓની મનમરજીથી લગ્ન ન થાય તો આવી સ્થિતિમાં પણ પત્નીના બેવફા બનવાના ચાન્સ વધી જાય છે. 

4. શારીરિક જરૂરિયાત
જો કોઈ મહિલા તેના પતિથી સંતુષ્ટ ન હોય તો થોડા સમય માટે તે પોતાની જાતને રોકી શકે છે. પરંતુ ધીરે ધીરે તે પારકા પુરુષ પ્રત્યે આકર્ષાય છે. તે શારીરિક સંબંધ, સહાનુભૂતિ, વખાણની  લાલસા રાખે છે અને આવામાં તે બેવફાઈ તરફ ડગ માંડે છે. 

Disclaimer: પ્રિય વાંચક, અમારો આ લેખ વાંચવા બદલ તમારો આભાર. અમે તેને લખવા માટે સામાન્ય જાણકારીની મદદ લીધી છે. ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More