Marriage: એક સમય હતો જ્યારે યુવતીઓ લગ્નનું સપનું જોઈને મોટી થતી હતી. બાળપણથી ઘરમાં સાસરે જવા અને કોઈની પત્ની કે પુત્રવધૂ બનવાની ટ્રેનિંગ આપવામાં આવતી હતી. પરંતુ હવે સમય બદલાયો છે. હવે ઘણી યુવતીઓ માટે લગ્ન ટૂ ડુ લિસ્ટમાં સામેલ નથી. તો ઘણી યુવતીઓ માટે લગ્ન પ્રાયોરિટીના લિસ્ટમાં સૌથી છેલ્લે છે.
પરંતુ સવાલ એ થાય કે આખરે સમયની સાથે એવું શું થયું જેણે લગ્નને લઈને યુવતીઓના વિચાર આ હદ સુધી બદલી નાખ્યા છે? જો તમારી પાસે તેનો જવાબ નથી તો આવો અમે તમને એવા પાંચ કારણો જણાવીએ જેથી યુવતીઓ લગ્નથી દૂર ભાગવા લાગી છે.
લગ્ન ન કરવાના કારણો
- આજની મહિલાઓ પહેલાં કરતા વધુ શિક્ષિત અને આર્થિક રૂપથી સ્વતંત્ર છે. તે પોતાના કરિયરમાં સફળ થઈ રહી છે અને પોતાનો ખર્ચ ખુબ ઉઠાવી રહી છે. જેના કારણે તે માને છે કે એક જીવન માટે તેને કોઈ પુરૂષની જરૂર નથી. તે પોતાની શરતો પર પોતાનું જીવન રોક-ટોક વગર જીવી શકે છે.
- લગ્ન બાદ એક મહિલાની ઓળખ તેના પતિ અને બાળકો સાથે જોડાઈ જાય છે. પરંતુ હવેની મહિલાઓ પોતાની ખુદની ઓળખ બનાવવા ઈચ્છે છે અને પોતાના સપનાને પૂરા કરવા ઈચ્છે છે. લગ્નને લઈને એવો ભય છે કે તેમનો વ્યક્તિગત વિકાસ અટકી જશે અથવા સમાજમાં તેમની ઓળખ માત્ર પત્ની કે માતા પુરતી જ સીમિત રહી જશે.
આ પણ વાંચોઃ પુરુષોને લાંબા વાળવાળી યુવતીઓ કેમ ગમે છે? આ છે તેની પાછળના કારણ, તમે પણ જાણી લો
- જ્યાં પહેલા કુંવારી સ્ત્રી હોવું અથવા મોડેથી લગ્ન કરવું એ સામાજિક દુષણ માનવામાં આવતું હતું, હવે સમાજના વિચારો બદલાઈ રહ્યા છે. હવે લોકો સમજી રહ્યા છે કે લગ્ન એ કોઈના જીવનનું લક્ષ્ય નથી, પરંતુ સુખી જીવન જીવવાના ઘણા રસ્તાઓ હોઈ શકે છે.
- ઘણી મહિલાઓને તે ચિંતા રહે છે કે લગ્ન બાદ ઘરેલું કામનો ભાર વધવાથી તેણે પોતાનું કરિયર કે શોખનું બદિલાન આપવું પડી શકે છે. સાથે ઘરેલું હિંસા અને દહેજ પ્રથા જેવા સામાજિક દૂષણો પણ લગ્નને લઈને તેના મનમાં અસુરક્ષાનો ભાવ પેદા કરે છે.
- હવે તે માનવામાં આવી રહ્યું છે કે પ્રેમ અને જીવનભર સાથે રહેવાની પ્રતિબદ્ધતા માટે લગ્ન કોઈ જરૂરી નથી. ઘણા કપલ લિવ-ઇન રિલેશનશિપમાં રહી ખુશીથી જીવન પસાર કરે છે. આવા સંબંધોમાં સ્વતંત્રતાની સાથે જવાબદારીનો બોઝ પણ ઓછો રહે છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે