Home> Relationship
Advertisement
Prev
Next

શું છે ગામોફોબિયા?...જેનાથી પીડિત છે સલમાન ખાન અને હજુ સુધી નથી કર્યા લગ્ન

સલમાન ખાનની ઉંમર 58 વર્ષ થઈ ગઈ પરંતુ હજુ સુધી તેણે લગ્ન કર્યા નતી. સલમાન ખાને અત્યાર સુધીમાં અનેક અફેર્સ કર્યા પરંતુ એક પણ લગ્નના ઊંબરા સુધી પહોંચ્યું નહીં. સલમાન ખાને હજુ સુધી લગ્ન કેમ કર્યા નથી તેનો ખુલાસો ભાઈજાનના પિતા સલીમ ખાને જ એકવાર કર્યો છે

શું છે ગામોફોબિયા?...જેનાથી પીડિત છે સલમાન ખાન અને હજુ સુધી નથી કર્યા લગ્ન

સલમાન ખાન લગ્ન ક્યારે કરશે? આ સવાલ તો જાણે હવે રાષ્ટ્રીય ચર્ચાનો સદાબહાર મુદ્દો બની ગયો છે. સલમાન ખાનની ઉંમર 58 વર્ષ થઈ ગઈ પરંતુ હજુ સુધી તેણે લગ્ન કર્યા નતી. સલમાન ખાને અત્યાર સુધીમાં અનેક અફેર્સ કર્યા પરંતુ એક પણ લગ્નના ઊંબરા સુધી પહોંચ્યું નહીં. સલમાન ખાને હજુ સુધી લગ્ન કેમ કર્યા નથી તેનો ખુલાસો ભાઈજાનના પિતા સલીમ ખાને જ એકવાર કરેલો છે.

fallbacks

સલીમ ખાન એક વીડિયોમાં કહેતા જોવા મળે છે કે સલમાન ખાન સરળતાથી કોઈ પણ સંબંધમાં બંધાઈ તો જાય છે પરંતુ લગ્ન કરવા માટે હિંમત ભેગી કરી શકતો નથી. સલીમ ખાન કહે છે કે સલમાન ખાન લગ્નની વાત કરવામાં ખચકાય છે. કારણ કે તેને ડર લાગે છેકે સામેવાળી વ્યક્તિમાં એ ગુણ અને ક્ષમતાઓ નહીં હોય જે તેની માતામાં છે. 

સલમાનને છે આ બીમારી?
સલીમ ખાન કહે છે કે સલમાન ખાનને મેરેજ ફોબિયા છે. જેના કારણે તે અત્યાર સુધી કુંવારો છે. મેરેજ ફોબિયા જેને ગામોફોબિયા પણ કહે છે. જાણો આ કઈ બલાનું નામ છે. 

ગામોફોબિયાના લક્ષણો
કમિટમેન્ટના કોઈ પણ વિચારથી ડર, કેઝ્યુઅલ રિલેશનશીપમાં રહેવું, સંબંધમાં હોય તો ઈન્ટિમસીની કમી અને છોડે કે ઠુકરાવે તેો ડર એ સામાન્ય રીતે તેના લક્ષણો હોય છે. ગામોફોબિયાનો ભોગ બનેલા લોકો સંબંધમાં તો આવી જાય છે, ઈમોશનલ બોન્ડિંગ પણ બનાવી લે છે. પરંતુ કોઈ સંબંધને અંજામ સુધી લઈ જવાનું સાહસ ભેગુ કરી શકતા નથી. તેને કોઈ પણ મુકામ પર છોડી દે છે. 

કમિટમેન્ટ કરવાથી ગભરાય છે
ગામોફોબિયાનો ભોગ બનેલા લોકો સંબંધ ઉપરાંત કામને લઈને પણ  કમિટમેન્ટ કરી શકતા નથી. તેમને લાગે છે કે તેઓ કોઈ પણ આશા પર ખરા ઉતરી શકશે નહીં. તેઓ  લાંબા ગાળાનું વિચારવાનું જ બંધ કરી દે છે. 

કેવી રીતે કાબૂ મેળવવો
એવું નથી કે જે લોકોને ગામોફોબિયા છે તેઓ આખી જીંદગી કુવારા રહે છે. જો તેની ખબર પડી જાય તો તેઓ કોગ્નિટિવ બિહેવિયર થેરેપીની મદદથી તેના પર કાબૂ મેળવી શકે છે. 

 (Disclaimer: અહીં અપાયેલી માહિતી મીડિયા રિપોર્ટ્સ, સામાન્ય માન્યતાઓ અને જાણકારીઓ પર આધારિત છે, ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More