Home> Relationship
Advertisement
Prev
Next

Extramarital Affair: લો બોલો...પતિના લફરાના કારણે લગ્નજીવન બચી ગયું, જાણો મહિલાએ કેમ આભાર માન્યો

Viral Story: અહીં પતિના દગા અંગે પત્નીએ જે વાત કરી છે તે સાંભળવામાં થોડી અજીબ છે. વિચિત્ર એટલા માટે કારણ કે આ પત્નીનો તો એવો દાવો છે કે તેના પતિના અફેરે જ તેના  લગ્નમાં ભંગાણ પડતું બચાવ્યું છે. 

Extramarital Affair: લો બોલો...પતિના લફરાના કારણે લગ્નજીવન બચી ગયું, જાણો મહિલાએ કેમ આભાર માન્યો

લોકો પોતાના લગ્નજીવનને સારું બનાવવા અને બચાવી રાખવા માટે શું નથી કરતા? પરંતુ એકવાર જો સંબંધમાં તિરાડ પડે તો તેને ભરવી ખુબ મુશ્કેલ બની જાય છે. પાર્ટનર ને દગો આપવો કે પછી તેનું એક્સ્ટ્રા મરિટલ અફેર પતિ કે પત્નીના જીવનમાં મોટું તોફાન લાવી દે છે. પરંતુ અહીં પતિના દગા અંગે પત્નીએ જે વાત કરી છે તે સાંભળવામાં થોડી અજીબ છે. વિચિત્ર એટલા માટે કારણ કે આ પત્નીનો તો એવો દાવો છે કે તેના પતિના અફેરે જ તેના  લગ્નમાં ભંગાણ પડતું બચાવ્યું છે. 

fallbacks

એવું કહે છે કે સારું કોમ્યુનિકેશન અને ક્વોલિટી ટાઈમ લગ્ન જીવનને મજબૂત કરે છે. પરંતુ આ મહિલાનું કહેવું છે કે પતિના અફેરના કારણે જ તેને ખબર પડી કે તેણે પોતાને કઈ રીતે બદલવાની જરૂર છે જેથી કરીને લગ્નજીવન બચી શકે. તેણે ખુલાસો કર્યો કે તેનાથી તેને એવો અહેસાસ થયો કે તે ક્યાં ખોટી હતી. આ મહિલાએ Scarymommy.com પર પોતાનો આખો કિસ્સો શેર કર્યો છે. તેણે  કહ્યું કે પતિનો દગો એ તેની સાથે થનારી સૌથી સારી વાત હતી. તેણે કહ્યું કે-આભાર કે તેણે મને દગો આપ્યો. 

મહિલાએ ખુલાસો કર્યો કે પતિના અફેર અંગે ખબર પડી તેના થોડા દિવસ બાદ તેણે છૂટાછેડા માટે કાગળો તૈયાર કરાવી લીધા હતા અને તે તેને સજા આપવા માંગતી હતી. તેણે સ્વીકાર્યું કે અઠવાડિયાઓ સુધી, મે દરેક પળ મારા પતિને તેના અફેર અંગે સંભળાવવાનું શરૂ કરી દીધુ. તે હંમેશા થાકેલો લાગતો હતો. તે દરરોજ મોડો ઘરે આવતો હતો. હું સતત બોલતી હતી અને તે ચૂપચાપ સૂઈ જતો હતો. જો કે અફેરના ખુલાસા બાદથી તેણે તેની ગર્લફ્રેન્ડને છોડી દીધી હતી પરંતુ હું ગુસ્સા અને નફરતથી ઉકળી રહી હતી. તેના દગાએ મારા દિલને ખુબ આઘાત આપ્યો હતો. 

મહિલાએ કહ્યું કે એક દિવસ એક મોટા ઝઘડા બાદ અમે સાથે બેસીને એ યાદ કરવાનું વિચાર્યું કે અમને એકબીજા સાથે પહેલીવાર કેમ પ્રેમ થયો હતો. તેનાથી અમે સમજી શક્યા કે પ્રેમ હજુ પણ ખતમ થયો નથી. અમે એકસાથે રડ્યા અને એકબીજાને માફ કરી દીધા. મારા પતિએ કહ્યું કે તે છૂટાછેડા ઈચ્છતો નથી પરંતુ તે લગ્નજીવનને સુધારવા માંગે છે. 

ત્યારથી તેણે એકબીજા સાથે વધુ નરમ વ્યવહાર કરવા અને સંબંધ સુધારવા માટે એકબીજા સાથે ઓનેસ્ટ કોમ્યુનિકેશન કરવા માટે આકરી મહેનત કરી. મહિલાએ સ્વીકાર્યું કે તેના મનમાં હજુ પણ ચિંતાઓ છે કે તેના પતિ ક્યાંક ફરીથી ભટકી ન જાય પરંતુ તે લગ્નજીવનને બચાવવા માટે કામ કરતી રહેશે. તેણે એ પણ સ્વીકાર્યું કે તેમણે પોતાના લગ્નજીવનને નજરઅંદાજ કર્યું હતું અને આ તેમની સૌથી મોટી ભૂલ હતી, જેના કારણે કદાચ પતિનું આ અફેર શરૂ થયું. આજે અમે સમજીએ છીએ કે જો છૂટાછેડા થાત તો એકબીજાને ગુમાવવાનું દર્દ ઘણું વધારે હોત. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More