Navsari News : વાંસદામાં રહેતા પરિણીત પ્રેમીઓએ આડ બનેલા માસુમ બાળકનો બેરેહમીભર્યો નિકાલ કર્યો. સગા પિતાએ એક માસના જન્મેલા બાળકને શ્વાસ રૂંધી મારી નાંખ્યો હતો. બાળકને મારીને લાશને ગુટકાના થેલામાં પેક કરી જૂજ ડેમમાં ફેંકી હતી. એટલુ જ નહિ, બાળક પ્રત્યેનો પ્રેમ જતાવવા થેલામાં રમકડાં પણ મુક્યા. 14 મી જાન્યુઆરીએ થયેલા હત્યાના કેસને પોલીસે બરાબર એક મહિના બાદ ઉકેલ્યો છે.
ઘાસમાંથી સોય શોધવા જેવો અત્યંત મુશ્કેલ કેસને વાંસદા પોલીસે ઉકેલી કાઢ્યો છે. બાળકની હત્યા કરનાર સગા માતાપિતાને શોધી કાઢ્યા અને બંને આરોપીઓને કોર્ટમાં રજૂ કરી રિમાન્ડ મેળવવાની તજવીજ શરૂ કરી છે. બન્યુ એમ હતું કે, 14 જાન્યુઆરીના રોજ વાસદા તાલુકામાં આવેલા પાણી રાઇબોર ગામના બંધીયાર ફળિયાના પાસેના જૂજ ડેમના કિનારા પાસે એક વિમલના થેલામાં બાળકની લાશ મળી હતી. બાળક અંદાજે 5 થી 6 માસનું હોવાનુ તબીબી તપાસમાં સામે આવ્યુ હતું. ત્યારે વાંસદા પોલીસે આ બાળક કોનું છે કોને આવી રીતે હત્યા કરીને ફેંક્યું તે તપાસમાં લાગી હતી. આખરે પોલીસને સફળતા મળી હતી.
આ પણ વાંચો :
દેવાયત ખવડની શિવરાત્રિ પણ જેલમાં જશે? જાણો જામીન અરજી અંગે શું આવ્યો નિર્ણય
યુવકને લગ્ન બાદ ખબર પડી કે, પત્ની તો લેડી ડોન છે
રાધનપુર રક્તરંજિત : વારાહી હાઈવે પર ગોઝારા અકસ્માતમાં 6 ના મોત
બાળકનો મૃતદેહની તપાસ કરતા જાણવા મળ્યું કે, બાળકનું શરીર ફૂલી ગયું હતું અને તેની ઓળખ કરવી પણ અઘરી બની છે. તેના શરીરે ક્રીમ અને બ્લુ કલરનું ટીશર્ટ પહેર્યું હતું. ત્યારે બાળક વિશે જે હકીકત સામે આવી તે જાણીને પોલીસ પણ ચોંકી ઉઠી હતી.
હકીકતમાં બાળકના સગા પિતાએ જ તેની હત્યા કરી હતી. પોતાનું પાપ છુપાવવા માટે તેણે બાળકનો શ્વાસ રુંધી તેને મારી નાંખી હતી. પરિણીત પ્રેમીઓએ પાપ છુપાવવા બાળકની નિર્દયી રીતે હત્યા કરી હતી. ત્યારે માતાપિતાની ધરપકડ કરીને વાંસદા પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.
આ પણ વાંચો :
સગાઈ નક્કી થઈ, ને સાથે રહેનાર વાયદો કરનાર પ્રેમીપંખીડાએ વેલેન્ટાઈન ડે પર આપઘાત કર્યો
અમદાવાદમાં નવી બીમારીની એન્ટ્રી, આ રોગમા પગ 15 કિલોનો થઈ જશે
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે