Home> South Gujarat
Advertisement
Prev
Next

લગ્ન પહેલા તળાવમાંથી મળી દુલ્હનની લાશ, હત્યા કે આત્મહત્યા?

Bride Death Before Wedding : પોલીસે દુલ્હનના મૃતદેહનો કબજો લઈ પોસ્ટમોર્ટમ અર્થે ખસેડ્યો. જોકે, આ હત્યા છે કે આત્મહત્યા એ અંગે હાલ કોઈ માહિતી સામે આવી નથી
 

લગ્ન પહેલા તળાવમાંથી મળી દુલ્હનની લાશ, હત્યા કે આત્મહત્યા?

Navsari News : નવસારીના ચીખલીના તલાવચોરા ગામે લગ્ન પૂર્વે જ દુલ્હનનો મૃતદેહ તળાવમાંથી મળતા ચકચાર મચી ગઈ છે. 22 વર્ષીય દુલ્હન પ્રિયંકા ધીરૂ આહીરનો મૃતદેહ ગામના તળાવમાંથી મળી આવ્યો છે. પ્રિયંકાના લગ્ન આગામી 23 ફેબ્રુઆરીએ લેવાયા હતા. પરંતું લગ્ન પહેલાં દુલ્હન પ્રિયંકાનો મૃતદેહ મળતા પરિવારમાં શોકનો માહોલ છવાયો છે. ઘટનાની જાણ ચીખલી પોલીસને થતા પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી. પોલીસે દુલ્હનના મૃતદેહનો કબજો લઈ પોસ્ટમોર્ટમ અર્થે ખસેડ્યો. જોકે, આ હત્યા છે કે આત્મહત્યા એ અંગે હાલ કોઈ માહિતી સામે આવી નથી. 

fallbacks

દરિયા કિનારે પ્રેમીપંખીડા પાસેથી તોડ કરતો આરોપી પકડાયો
નવસારીમાં નકલી પોલીસ બની તોડ કરતા શખ્સને અસલી પોલીસે પકડી લીધો છે. ખાનગી બેંકમાં દિવસે પટાવાળાની નોકરી કરતો બ્રિજભૂષણ રાય સાંજે ઘરે ગયા બાદ નકલી પોલીસ બની જતો. જલાલપોરના દાંડી દરિયા કિનારે નકલી પોલીસ બનીને તે તોડ કરતો હતો. ખાસ કરીને દરિયા કિનારે ફરવા ગયેલા પ્રેમી પંખીડાને શિકાર બનાવતો. તેણે એક પ્રેમી પંખીડા પાસેથી 7 હજાર રૂપિયાનો તોડ કર્યો હતો. ત્યારે પ્રેમી પંખીડાએ અસલી પોલીસને જાણ કરતા આ નકલી પોલીસ ભેરવાયો હતો. પ્રેમી પંખીડાની ફરિયાદના આધારે જલાલપોર પોલીસે વિજલપોરના નકલી પોલીસ બ્રિજભૂષણને ઝડપી પાડ્યો છે. 

આ પણ વાંચો : 

દ્વારકામાં બુલડોઝર ફેરવ્યા બાદ દર્શને આવેલા ગૃહરાજ્ય મંત્રીની ચેતવણી, જુઓ શું કહ્યું

Gujarat Tourism: ફરવાના શોખીન છો તો શું તમે ગુજરાતની આ જગ્યાઓ વિશે જાણો છો?

સુરતમાં કંકોત્રી આપવા નીકળેલા દુલ્હાનું મોત 
આજે સુરતમાં પોતાના જ લગ્નની કંકોત્રી આપવા નીકળેલા યુવકનું બાઈક અકસ્માતમાં મોત નિપજ્યું છે. સુરતના ગોડાદરાના યુવકને ટ્રકે ટક્કર મારતા તેનું ઘટના સ્થળે મોત નિપજ્યું હતું. 26 વર્ષય જીતેન્દ્ર ચારણના 22 ફેબ્રુઆરીના રોજ લગ્ન લેવાયા હતા. પરંતું તે પહેલા જ તેનુ મોત નિપજ્યું. ત્યારે વરરાજાના મોતથી એકસાથે બે પરિવારમાં માતમ છવાયો છે. પ્રાપ્ત માહિતી અનુસાર, ગોડાદરા લક્ષ્મીપાર્ક સોસાયટીમાં રહેતો 26 વર્ષીય જીતેન્દ્રદાન ચારણના 22મી ફેબ્રુઆરીએ લગ્ન લેવાયા હતા. પરિવારમાં ખુશીનો માહોલ હતો. લગ્નની તૈયારીઓ ચાલી રહી હતી. આ વચ્ચે જીતેન્દ્ર પોતાના લગ્નની કંકોત્રી વહેંચવા બાઈક પર નીકળ્યો હતો. ગોડાદરા બ્રિજ પાસે સિમેન્ટ ભરેલી ટ્રકે તેને ટક્કર મારી હતી. ગંભીર રીતે ઘાયલ થતા ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયો હતો. જ્યાં ટૂંકી સારવાર બાદ તેનુ મોત નિપજ્યુ હતું. પુણા પોલીસે અજાણ્યા ટ્રક ચાલક સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

આ પણ વાંચો : દારૂની હેરાફેરી માટે બુટલેગરોની નવી જ તરકીબ, પણ પોલીસની નજરમાંથી બચી ન શકયા!

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More