Home> South Gujarat
Advertisement
Prev
Next

ભૂકંપમાં પણ તૂટે નહિ તેવી ઈંટ, સુરતના વિદ્યાર્થીઓએ ઈનોવેશનમાં રોલો પાડી દીધો

Innovation : હાલ ચારેતરફ ભૂકંપના સમાચાર સંભળાઈ રહ્યાં છે, મકાનો તૂટી રહ્યાં છે, આ વચ્ચે સુરતની વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીના વિદ્યાર્થીઓએ પ્લાસ્ટિકની ઈંટ બનાવી છે, જેમાં એક ટીપું પણ પાણી વપરાતું નથી

ભૂકંપમાં પણ તૂટે નહિ તેવી ઈંટ, સુરતના વિદ્યાર્થીઓએ ઈનોવેશનમાં રોલો પાડી દીધો

Plastic Brics ચેતન પટેલ/સુરત : વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીના ભૌતિકશાસ્ત્ર વિજ્ઞાનના પ્રોફેસર અને તેમના વિદ્યાર્થીઓએ યુનિવર્સિટી કેમ્પસમાં ફેંકવામાં આવેલા પાણીના પ્લાસ્ટિકના બોટલ એકત્ર કરી એક એવો બ્લોક તૈયાર કર્યો છે, જે બાંધકામના ક્ષેત્રમાં વાપરવામાં આવનાર ઈંટને પણ ટક્કર આપે છે. સૌથી અગત્યની વાત એ છે કે, પ્લાસ્ટિકથી તૈયાર થયેલી આ ઈંટમાં એક ટીપું પાણી વાપરવામાં આવ્યું નથી. જો ઈંટ બાંધકામમાં વાપરવામા આવશે તો મકાન પણ ટકાઉ અને મજબૂત બનશે.

fallbacks

પ્લાસ્ટિક વેસ્ટ વિશ્વની સૌથી મોટી સમસ્યા છે, જેનો નિકાલ કઈ રીતે કરવો એ સૌથી મોટો પડકાર બની ગયો છે. ત્યારે વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીના ભૌતિક શાસ્ત્ર વિભાગના પ્રોફેસર ઈશ્વર પટેલે તેમના વિદ્યાર્થીઓને આ જ પડકારને સામનો કરવા માટે ખાસ પ્રોજેક્ટ આપ્યો હતો. વિભાગના વિદ્યાર્થીઓને યુનિવર્સિટી કેમ્પસ અને કેન્ટીનની આસપાસ વિદ્યાર્થીઓ અને અન્ય લોકો દ્વારા ફેંકી દેવામાં આવેલા પ્લાસ્ટિકના ખાલી બોટલ એકત્ર કરવામાં આવ્યા અને ત્યારબાદ તેના પર પ્રોજેક્ટ કરવાનું હોમવર્ક કરવા આપ્યુ હતું.

ત્યારે વિદ્યાર્થીઓ દ્વારા સંશોધન કરી રેતી અને સિમેન્ટ વાપરી એક એવો બ્લોક તૈયાર કરવામાં આવ્યો છે. જે બાંધકામ ક્ષેત્રમાં મળનાર સિમેન્ટના બ્રિક્સ કરતાં ખૂબ જ મજબૂત છે. આ બ્રિક્સની ગુણવત્તા અને તેની ખાસિયતને લઈ સુરત ખાતે સરદાર વલ્લભભાઈ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી દ્વારા પ્રમાણિત કરવામાં આવ્યા છે. 

આ પણ વાંચો :

નશેડી કારચાલકે લગ્નના વરઘોડામાં કાર ઘુસાડી, નાચતા જાનૈયાઓને અડફેટે લેતા 2ના મોત

બાળકને પીટનાર આયાને કોર્ટે સંભળાવી સજા, કહ્યું-આવી કેરટેકર સોસાયટી માટે ખતરો સમાન

પ્રોફેસર ઈશ્વર પટેલે કહ્યું હતું કે, આજે વૈશ્વિક સ્તરે જોવા જઈએ તો પ્લાસ્ટિકનો ડીકમ્પોઝિશનનો ખૂબ જ મોટી સમસ્યા છે અને જેમાં વર્ષો સુધીની પ્રક્રિયા પણ ચાલે છે અને દિવસે દિવસે પ્લાસ્ટિક વેસ્ટ વધતો જઈ રહ્યો છે. અને બીજી બાજુ રિસાયકલ કરવું એ પણ ખૂબ જ મુશ્કેલ છે. કારણ કે તેનાથી ટોક્સિક ગેસ એ પણ પર્યાવરણને અસર કરે છે. જેથી અમે પ્લાસ્ટિકને મોલ્ડ કરીને એને સિમેન્ટ અને રેતી સાથે મિક્સ કરી ઈંટ બનાવી. જેમાં પાણીનું એક ટીપું પણ વપરાશ કરવામાં આવ્યો નથી. તેનાથી એક બ્લોક બનાવ્યો છે. 

આ સાથે તેઓએ વધુમાં કહ્યું કે, આ જે બ્લોક છે તે અન્ય બ્લોક કરતા ખૂબ જ મજબૂત અને સારા છે. જ્યારે અમે માત્ર સિમેન્ટના બ્લોક બનાવીએ તેમાં ઘણા સમયે બાદ ખાર પડી જવાથી તેમાં દરાર આવવાની સંભાવનાઓ થઈ જતી હોય છે. જ્યારે આ બ્લોક પર આવી કોઈ સંભાવનાઓ થતી નથી. કારણ કે આની અંદર માત્ર સિમેન્ટ પ્લાસ્ટિક અને રેતી છે. આ બ્લોકમાં 50% થી પણ વધારે પ્લાસ્ટિકનો વપરાશ કરવામાં આવ્યો છે. આ બ્લોકના કારણે જે પ્લાસ્ટિકનો ડીકમ્પોઝિંગ નો પ્રક્રિયા છે તે પણ હલ થઈ જાય છે અને અને બીજી બાજુ કિંમત તો જોવા જઈએ તો આ સસ્તુ મળી શકે છે. સાથે પર્યાવરણના લક્ષી રહેશે.

આ પણ વાંચો :

રશિયન સાધ્વીને લાગ્યો હિન્દુ સનાતન ધર્મનો રંગ, આવી પહોંચ્યા ભવનાથના મેળામાં

સાવજોના ખૌફથી થરથર કાંપે છે આ ગામના લોકો, દરવાજો ખોલો એટલે સિંહ સામે જ હોય

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More