Surat Latest News : આજકાલ માતાપિતા પોતાના બાળકોને એકલા રમવા મૂકી દે છે અને તેમના પર ધ્યાન આપતા નથી. આવામાં નાનકડા બાળકો ખબર ન હોય તેવી વસ્તુઓ સાથે રમવા લાગી છે. આવામાં બાળકોના હાથમાં એવી વસ્તુઓ આવે છે જેને તેઓ મોઢામાં નાંખે છે. ગુજરાતમા ફરી બાળકના સિક્કા ગળી જવાનો બનાવ બન્યો છે. 3 વર્ષનો બાળક રમતા રમતા એક રૂપિયાનો સિક્કો ગળી ગયો હતો. ત્યારે ઓપરેશન કરીને સિક્કો બહાર કાઢવામાં આવ્યો હતો.
સુરતમાં બની હતી આ ઘટના. જેમાં સચિન શિવનગર ખાતે રહેતા બૈજુ દાસનો 3 વર્ષીય પુત્ર આર્યન સોમવારે સાંજે રમતા રમતા એક રૂપિયાનો સિક્કો ગળી ગયો હતો. 3 વર્ષીય બાળક રમતા રમતા એક રૂપિયાનો સિક્કો ગળી જતા માતા બેબાકળી થઈ ગઈ હતી. માતાએ જાતે સિક્કો કાઢવાનો પ્રયાસ કર્યો હતો. માતાએ બાળકના મોઢામાંથી સિક્કો કાઢવાનો પ્રયત્ન કર્યો હતો. પરંતુ સિક્કો નહીં નીકળતા સારવાર અર્થ સિવિલ હોસ્પિટલમાં લઈ ગયા હતા.
આ પણ વાંચો :
ગુજરાતના અચ્છે દિન ગયા : ઢાંકણીમાં ગણીને તેલ વાપરવું પડશે, સિંગતેલના ભાવમાં ઉછાળો
શરમજનક! ગૃહરાજ્ય મંત્રીના સુશાસનમાં ગુજરાતને કલંક, પોલીસ કસ્ટડી મોતમાં ગુજરાત મોખરે
ગુજરાતની સ્કૂલોમાં ગુજરાતી ભણાવાનું ફરજિયાત, તવાઈ આવશે
એક્સરેના રિપોર્ટમાં બાળકની અન્નનળીમાં સિક્કો હોવાનું દેખાયુ હતું. જેથી સિવિલ હોસ્પિટલના તબીબોએ દૂરબીનથી સર્જરી કરી એક રૂપિયાનો સિક્કો બહાર કાઢ્યો હતો. આર્યનના ગળામાંથી સિક્કો નીકળી જતા પરિવારે રાહતનો દમ લીધો હતો.
આ પણ વાંચો :
BIG NEWS : ગુજરાતને નર્મદાનું 11.7 MAF પાણી મળશે, સૌથી મોટી ખુશખબર
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે