Home> South Gujarat
Advertisement
Prev
Next

ક્રિકેટ મેચ બની જિંદગીની અંતિમ મેચ... મેદાનની બહાર આવતા જ યુવકનું હૃદય બેસી ગયું

Heart Attack In Winter : ગુજરાતમાં હાર્ટએટેકથી યુવાનોના મોતમાં ચિંતાજનક વધારો... વાલીઓ ચેતે આવા કિસ્સાથી.. સુરતમાં ક્રિકેટ રમીને આવેલા 27 વર્ષના યુવકનું છાતીમાં દુખાવો ઉપડ્યા બાદ નિપજ્યું મોત.... મૃતક યુવક કેનેડામાં કરતો હતો એન્જિનિયરિંગનો અભ્યાસ....

ક્રિકેટ મેચ બની જિંદગીની અંતિમ મેચ... મેદાનની બહાર આવતા જ યુવકનું હૃદય બેસી ગયું

Heart Attack In Winter : છેલ્લા એક મહિનામાં ક્રિકેટ કે ફૂટબોલ જેવી રમત રમી રહ્યા હોય અને તે દરમિયાન મૃત્યુ નીપજે તેવા બનાવો ગુજરાતમાં સતત વધી રહ્યા છે. આ આંકડો હવે ચિંતાજનક રીતે વધી રહ્યો છે. ત્યારે વધુ એક યુવાન ક્રિકેટ રમી ઘરે પરત ફરી રહ્યો હતો તે દરમિયાન તેનું હાર્ટ એટેકના લીધે મૃત્યુ નિપજ્યું હતું. સુરતમાં ક્રિકેટ રમીને આવેલા વરાછાના યુવકનું મોત નિપજ્યું છે. 27 વર્ષીય પ્રશાંત ભરોલીયાને ક્રિકેટ રમ્યા બાદ છાતીમાં બળતરા સાથે દુઃખાવો ઉપડ્યો હતો. સારવાર અર્થે તેને ખાનગી હોસ્પિટલમાં ખસેડાયો હતો. જેમાં ટૂંકી સારવાર બાદ યુવકનું મોત નિપજ્યું હતું. યુવક કેનેડામાં એન્જિનિયરીંગનો અભ્યાસ કરતો હતો. ત્યારે યુવકના મોતને લઈ પરિવારમાં શોક ડૂબ્યો છે. .

fallbacks

રાજકોટમાં સૌથી વધુ મોત
હાર્ટએટેકથી યુવાનોના મોત થવામાં રાજકોટ હાલ આગળ છે. પ્રથમ મોતમાં એક 21 વર્ષીય ફૂટબોલરનું મોત નિપજ્યું છે. ફૂટબોલ રમતી વખતે હાર્ટ એટેક આવતા 21 વર્ષીય યુવકનું મોત થયું હતું. ખાનગી યુનિવર્સિટીમાં અભ્યાસ કરતા ઓરિસ્સાના વિવેક કુમાર નામના વિદ્યાર્થીનું હાર્ટ અટેકથી મોત થયુ હતું. બીજુ મોત, રાજકોટના રેસકોર્સ વિસ્તારમાં મિત્રો સાથે ક્રિકેટ રમવા આવેલા રવિ વેગડાનું આકસ્મિક મોત નિપજ્યુ હતું. ક્રિકેટ મેચ દરમિયાન ટેનિસનો દડો વાગ્યો હતો, જેથી તેણે રનર રાખીને 22 રન ફટાકાર્યા હતા. પરંતુ બાદનું તેનુ હાર્ટ ફેઈલ થયુ હતું. આમ, યુવકનો પળવારમાં જીવ ગયો હતો. રેસકોર્સમાં રમતી વખતે જીંદગીની ઇનિંગ પૂરી થતા યુવકના પરિવાર અને મિત્રોમાં કાળો કલપાંત સર્જાયો છે. તો તેના થોડા દિવસો બાદ ત્રીજું મોત થયુ હતં.  પાલનપુરના ડીસાના રહેવાસી ભરત બારીયા નામનો યુવાન તેના પરિવારજનો સાથે રાજકોટમાં તેની બહેનને ત્યાં દીકરાના લગ્ન હોવાથી તેઓ સહ પરિવાર સાથે લગ્નમાં આવ્યા હતા તે દરમિયાન આ યુવાન રાજકોટના શાસ્ત્રીમેદાન માં ક્રિકેટ રમી પરત જઈ રહ્યા હતા ત્યારે ભરતભાઈને એકાએક છાતીમાં દુખાવો તેમજ ચક્કર આવી જતા તેઓ નીચે પડી ગયા હતા. જેથી તેની સાથે ક્રિકેટ રમી રહેલા તેના મિત્રો તેમજ સગા સંબંધી તેને સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખાતે લાવ્યા હતા પરંતુ તેને સારવાર મળે તે પહેલા જ તેનું હાર્ટ એટેકના લીધે મૃત્યુ નીપજ્યું હતું આ ઘટનાની જાણ તેના પરિવારને થતા તેઓ તાત્કાલિક સિવિલ ખાતે દોડી આવ્યા હતા. ભરતભાઈ ની ઉંમર 40 વર્ષની હતી અને તેઓને અગાઉ એક પણ પ્રકારની બીમારી ન હતી. તેમજ તેમને સંતાન પણ ન હતું,

વિદ્યાર્થીઓને નાસ્તો કરીને સ્કૂલ-કોલેજમા મોકલો
ઉલ્લેખનીય છે કે, છેલ્લા 5થી 7 વર્ષમાં યુવાઓને પણ હાર્ટ એટેક આવવાના કિસ્સા સતત વધી રહ્યાં છે. આ વિશે તબીબોનુ કહેવુ છે કે, કોરોના પછી આવા કિસ્સાઓ વધ્યા છે. છેલ્લા 10 દિવસથી ઠંડીનું જોર વધી રહ્યું છે. આ સીઝનની ઠંડી કેટલાક વર્ષો પછી અનુભવી છે. તેથી વિદ્યાર્થીઓએ નાસ્તો કર્યા બાદ જ કોલેજ કે સ્કૂલમાં જવું જોઈએ. જો વિદ્યાર્થીઓને તાવ, શરદી હોય તો સ્પોર્ટસ એક્ટિવિટી ન કરવી જોઈએ. હાલમાં શરદીના કારણે ઘણા લોકોને દમ થાય છે. તેથી સ્ટ્રેસફુલ એક્ટિવિટીથી પણ દૂર રહેવુ જોઈએ. 

ઠંડીમાં વધી જાય છે હાર્ટ એટેકનો ખતરો
આજકાલ વાયરલ વીડિયોમાં તમે એવુ જોતા હશો કે, કેટલાક લોકો પ્રસંગોમાં ઢળી પડે છે, તો કેટલાક ચાલતા ચાલતા મોતને ભેટે છે. તો કેટલાકને નાટકોમાં રોલ ભજવતા સમયે હાર્ટ એટેક આવે છે. ત્યારે જો તમે પણ એવુ વિચારો છો કે તમારી સાથે આવુ ન થાય તો આજથી જ તકેદારી રાખવાની શરૂઆત કરી દો. આ ઘટનાઓ મતલબ હાર્ટ એટેક. આજકાલ હાર્ટ એટેકનું પ્રમાણ વધી રહ્યું છે. આવામાં જો તમે નાની ઉંમરમાં હાર્ટ એટેકનો શિકાર થવા ન માંગતા હોવ તો આજથી જ કેટલાક નિયમોનું પાલન કરવાનું શરૂ કરી દો. 

વર્તમાન જીવનશૈલીને નાની ઉંમરે હૃદય સંબંધિત સમસ્યા અને હાર્ટ એટેકના કેસ પણ વધી રહ્યાં છે. હાઈ બ્લડ પ્રેશરથી તેની શરૂઆત થાય છે. WHOના અહેવાલ પ્રમાણે સમગ્ર વિશ્વમાં 1.28 અરબ લોકો હાઈ બ્લડ પ્રેશરથી પીડાય છે. પરતું એમાંથી 46 ટકા લોકોને ખબ જ નથી કે તેઓ હાઈ બ્લડ પ્રેશરથી પીડાય છે. જ્યારે લોકો કોઈ સમસ્યાની સારવાર માટે જાય છે, ત્યારે તેમને ખબર પડે છે કે તેમને હાઈ બીપી છે. નિષ્ણાતોના જણાવ્યા પ્રમાણે 20 થી 30 વચ્ચે જો આ વાતોનું ધ્યાન રાખવામાં આવે તો હાર્ટએટેકનું જોખમ ઘટાડી શકાય છે.

તણાવમુક્ત રહો
વર્તમાન સમયમાં નાની ઉંમરથી જ વ્યક્તિને તણાવ અને ડિપ્રેશનની સમસ્યા થાય છે. આના કારણે શરીરના ભાગમાં સોજા આવવા લાગે છે. જો વ્યક્તિને તણાવ કે ડિપ્રેશનની સમસ્યા હશે તો અંદરના ભાગમાં સોજા પણ હશે. આ માટે સૂવાના સમય નક્કી કરો અને પૂરતી ઊંઘ લો. વ્યક્તિને હમેશા પોતાને વ્યસ્ત રાખવું જોઈએ.

સક્રીય રહો
વર્તમાન સમયમાં લોકો શારારિક પ્રવૃતિઓ ઓછી કરે છે અને પરિણામે શરીરમાં ચરબી અને બીમારીઓ થવા લાગે છે. આ માટે રોજ બહાર ફરો, વોક કરો, કસરત કરો. કસરતને તમારી રૂટીનમાં સામેલ કરો. શરીરને જો સક્રિય નહિ રાખો તો લોહીની નસમાં બ્લોકેજ થવાની શક્યતા વધી જાય છે અને હાર્ટ એટેકનું પ્રમાણ વધી જાય છે.

રેસ્ટોરન્ટના ખોરોકથી દૂર રહો, અને આરોગ્યપ્રદ ખોરાક લો
20-30 વર્ષની ઉંમર દરમિયાન બહારની વસ્તુ ખાધી છે, તો હવે તેને છોડી દો. આહારમાં આરોગ્યપ્રદ વસ્તુઓ સામેલ કરો. સિઝનલ ફૂડનો સેવન કરવો જોઈએ. તળેલી, પ્રોસેસ્ડ અને સ્ચ્યુરેટેડ વસ્તુઓ ખાવાથી દૂર રહેવું જોઈએ. આ હાર્ટએટેકના જોખમને વધારવાનું કામ કરે છે.

કસરત કરો
20 વર્ષની ઉંમરથી કસરત કરવાની આદત પાડો. દરરોજ 5 હજારથી 10 હજાર પગથિયા ચાલો. 30 થી 45 મિનિટ સુધી કસરત કરો. રમતગમતની પ્રવૃત્તિઓમાં ભાગ લો. દરેક રીતે તમારી જાતને વ્યસ્ત રાખો.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More