Margi Guru 2023: જ્યોતિષશાસ્ત્ર અનુસાર દેવતાઓના ગુરુ બૃહસ્પતિ વર્ષ 2023 ના અંતે માર્ગી થવા જઈ રહ્યા છે. કોઈપણ વ્યક્તિના જીવનમાં ગુરુ સુખ, સમૃદ્ધિ, ઐશ્વર્ય, જ્ઞાન અને પદનો કારક ગણાય છે. ગુરુની સ્થિતિ શુભ હોય તો વ્યક્તિ જીવનમાં દરેક પ્રકારના સુખ ભોગવે છે અને પદ-પ્રતિષ્ઠા પ્રાપ્ત કરે છે. આવા વ્યક્તિ જ્ઞાની હોય છે અને તેના જીવનમાં ખૂબ જ નામ અને પૈસો કમાય છે.
28 ડિસેમ્બર 2023 ના રોજ ગુરુ મેષ રાશિમાં માર્ગી થશે. ગુરુ ગ્રહ એપ્રિલ 2024 સુધી મેષ રાશિમાં માર્ગી રહેશે. ગુરુના માર્ગી થવાથી તમામ રાશિના લોકોના જીવનમાં મોટા ફેરફાર જોવા મળશે. જોકે ત્રણ રાશિના લોકોને ગુરુ માર્ગી થઈને ખૂબ લાભ કરાવશે. આ રાશિના લોકો તેના જીવનમાં અઢળક ધન કમાશે. નવા વર્ષમાં તેઓ ઊંચું પદ અને પ્રતિષ્ઠા પ્રાપ્ત કરશે. તો ચાલો જણાવીએ એ ત્રણ રાશિ કઈ છે જેને માર્ગી ગુરુ લાભ કરાવશે.
આ પણ વાંચો: આ તારીખોએ જન્મેલા લોકોનો સૌથી સારો સમય શરુ થશે વર્ષ 2024 માં, વર્ષ 2024 અત્યંત શુભ
મેષ રાશિ
મેષ રાશિમાં જ ગુરુ ગ્રહ માર્ગી થવાનો છે તેથી આ રાશિના લોકોને સૌથી વધુ ફાયદો થશે.. આ રાશિના જાતકોના સાહસ અને આત્મવિશ્વાસમાં વધારો થશે. આ રાશિના જાતકોને વહીવવાહિક સુખ મળશે અને સંપત્તિથી લાભ થશે. આ રાશિના લોકો સારી લાઈફ સ્ટાઈલ જીવશે અને સકારાત્મક રહેશે. નવું વર્ષ સ્વાસ્થ્યની દ્રષ્ટિએ સારું સાબિત થશે વેપાર કરતાં લોકો માટે પણ સારો સમય છે.
મિથુન રાશિ
મિથુન રાશિના લોકોને પણ માર્ગી ગુરુ ખૂબ લાભ કરાવશે. આ રાશિના જાતકોની આવકમાં વધારો થશે. ધનની આવક ના નવા રસ્તા ખુલશે. આર્થિક સ્થિતિમાં મોટો ઉછાળો આવી શકે છે. આ વર્ષ દરમિયાન કાર્યક્ષેત્રમાં તમે સારું પરફોર્મન્સ કરશો જેના કારણે તમારા વખાણ થશે. એક પછી એક સફળતા મળવા લાગશે. સંતાનની પ્રગતિ થશે રોકાણથી પણ લાભના પ્રબળ યોગ છે.
આ પણ વાંચો: કાળો દોરો બાંધવો કોના માટે શુભ અને કોના મોટા અશુભ, જાણો કાળો દોરો બાંધવાની સાચી વિધિ
સિંહ રાશિ
સિંહ રાશીના લોકો માટે માર્ગી ગુરુ જૂની સમસ્યાઓથી મુક્તિ અપાવનાર સાબિત થશે. ભાગ્યનો સાથ મળશે અને નવી યોજનાઓ સફળ થશે. નોકરી વેપારમાં નવી તક મળશે જેના કારણે આત્મવિશ્વાસ વધશે. આધ્યાત્મ તરફ ઝુકાવ વધશે. કામકાજ ના કારણે યાત્રા કરવી પડી શકે છે.
(Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારી પર આધારિત છે. ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે