Home> Spiritual
Advertisement
Prev
Next

Akshaya Tritiya: અખાત્રીજ પર આ રાશિઓને મળશે માં લક્ષ્મીના આશીર્વાદ, રાતોરાત બની શકે છે કરોડપતિ

Akshaya Tritiya Lucky Rashi: અક્ષય તૃતીયાને અખાત્રીજ પણ કહેવાય છે. આ વર્ષે અક્ષય તૃતીયા પર ઘણા બધા શુભ સંયોગનું નિર્માણ થઈ રહ્યું છે. સુકર્મા યોગ સહિતના શુભ સંયોગના કારણે આ દિવસ અતિ શુભ બનવાનો છે. તો ચાલો તમને જણાવીએ આ વર્ષે અક્ષય તૃતીયા ક્યારેય ઉજવાશે તેનું શુભ મુહૂર્ત કહ્યું છે અને અક્ષય તૃતીયા કઈ રાશિઓ માટે લાભકારી રહેવાની છે. 

Akshaya Tritiya: અખાત્રીજ પર આ રાશિઓને મળશે માં લક્ષ્મીના આશીર્વાદ, રાતોરાત બની શકે છે કરોડપતિ

Akshaya Tritiya Lucky Rashi: સનાતન ધર્મમાં અક્ષય તૃતીયાને શુભ માનવામાં આવે છે. આ દિવસે સોના-ચાંદીની ખરીદી કરવાથી સુખ, સમૃદ્ધિમાં અનેક ઘણો વધારો થાય છે. એટલું જ નહીં આ દિવસને લગ્ન સહિતના શુભ કાર્યો માટે અતિશુભ માનવામાં આવે છે. આ દિવસે શરૂ કરેલા નવા કાર્યથી શુભ ફળની પ્રાપ્તિ થાય છે અને માતા લક્ષ્મીની કૃપા બની રહે છે. 

fallbacks

આ પણ વાંચો: Angarak Yog 2024: મીન રાશિમાં બન્યો અંગારક યોગ, 1 જૂન સુધી આ રાશિઓ પર રહેશે સંકટ

અક્ષય તૃતીયાને અખાત્રીજ પણ કહેવાય છે. આ વર્ષે અક્ષય તૃતીયા પર ઘણા બધા શુભ સંયોગનું નિર્માણ થઈ રહ્યું છે. સુકર્મા યોગ સહિતના શુભ સંયોગના કારણે આ દિવસ અતિ શુભ બનવાનો છે. તો ચાલો તમને જણાવીએ આ વર્ષે અક્ષય તૃતીયા ક્યારેય ઉજવાશે તેનું શુભ મુહૂર્ત કહ્યું છે અને અક્ષય તૃતીયા કઈ રાશિઓ માટે લાભકારી રહેવાની છે. 

ક્યારે છે અક્ષય તૃતીયા ? 

આ પણ વાંચો: ક્યારેય ફેલ નથી જતા કાળી હળદરના આ ટોટકા, આર્થિક સ્થિતિ ખરાબ હોય તેમના માટે ચમત્કારી

આ વર્ષે અક્ષય તૃતીયા 10 મેના રોજ ઉજવાશે. અક્ષય તૃતીયાની તિથિનો પ્રારંભ 10 મે એ સવારે 4.17 મિનિટથી થશે અને સમાપન 11 મે ની રાત્રે 2.50 મિનિટે થશે. અક્ષય તૃતીયાના દિવસે પૂજા કરવાનું શુભ મુહૂર્ત સવારે 5.33 થી બપોરે 12.18 મિનિટ સુધીનું છે. આ સમય દરમિયાન પૂજા તેમજ સોના-ચાંદીની ખરીદી કરવી શુભ રહે છે. 

અક્ષય તૃતીયાના શુભ સંયોગ 

આ પણ વાંચો: Mars Transit in Aries: મેષ રાશિમાં મંગળના પ્રવેશથી પલટી મારશે 3 રાશિઓનું ભાગ્ય

શાસ્ત્રો અનુસાર અક્ષય તૃતીયાના દિવસે સોના-ચાંદીની ખરીદી કરવી શુભ ગણાય છે. જ્યોતિષશાસ્ત્ર અનુસાર આ વર્ષે અક્ષય તૃતીયા પર શુભ અને મંગલકારી સુકર્મા બની રહ્યો છે. સુકર્મા યોગની શરૂઆત 10 મે એ બપોરે 12 કલાકથી થશે અને 11 મે ના રોજ સવારે 10 કલાક સુધી રહેશે. અક્ષય તૃતીયાના દિવસે રવિ યોગ પણ બની રહ્યો છે. આ યોગમાં સોનાની ખરીદી કરવી શુભ ગણાય છે.

કઈ રાશિઓ માટે લાભકારી છે અક્ષય તૃતીયા 

આ પણ વાંચો: Shani Vakri 2024: 1 મહિના બાદ શનિ થશે વક્રી, 3 રાશિવાળા પર છપ્પરફાડ ધન વરસશે

જ્યોતિષશાસ્ત્ર અનુસાર અક્ષય તૃતીયા પર જે શુભ સંયોગ બની રહ્યા છે તે કેટલીક રાશિના લોકોને લાભ કરાવશે. આ વર્ષની અક્ષય તૃતીયા મેષ, મિથુન, કર્ક, તુલા અને મીન રાશિના લોકો માટે લાભકારી છે. આ પાંચ રાશિના લોકોને વેપારમાં સૌથી વધુ ફાયદો થશે. આ સમય દરમિયાન કોઈ મોટી ડીલ ફાઈનલ થઈ શકે છે. આ રાશિના લોકોને અચાનક ધન લાભ પણ થવાના યોગ બની રહ્યા છે.

(Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારી પર આધારિત છે. ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More