Home> Spiritual
Advertisement
Prev
Next

Shani Jayanti 2025: શનિ જયંતી પર દુર્લભ યોગ, આ કામ કરવાથી ભીખારી પણ બની જશે કરોડપતિ

Shani Jayanti 2025:  અમાસના દિવસે પિતૃ માટે તર્પણ, શ્રાદ્ધ કરવામાં આવે છે. તો જેઠ મહિનાની અમાસના દિવસે શનિ જયંતિ ઉજવવામાં આવે છે. આ વર્ષે શનિ જયંતી પર ઘણા શુભ યોગ બની રહ્યાં છે.

Shani Jayanti 2025:  શનિ જયંતી પર દુર્લભ યોગ, આ કામ કરવાથી ભીખારી પણ બની જશે કરોડપતિ

Shani Jayanti Date: વૈદિક પંચાંગ અનુસાર જેઠ મહિનાની અમાસના દિવસે શનિ જયંતિ ઉજવવામાં આવે છે. આ વર્ષે મંગળવાર 27 મે 2025ના શનિ જયંતિની ઉજવણી કરવામાં આવશે. ધર્મ-શાસ્ત્રો અનુસાર જેઠ મહિનાની અમાસના દિવસે ન્યાયના દેવતા શનિદેવનું અવતરણ થયું હતું. આ વર્ષે શનિ જયંતિ પર સુકર્મા યોગ, સર્વાર્થ સિદ્ધિ યોગ અને શિવવાસ યોગનો સંયોગ બની રહ્યો છે. આ શુભ યોગમાં શનિ દેવની પૂજા-ઉપાય કરવાથી શુભ ફળ પ્રાપ્ત થશે. કરિયરમાં પ્રગતિ અને ધનલાભનો યોગ બનશે.

fallbacks

શનિ જયંતિ 2025
પંચાંગ અનુસાર જેઠ મહિનાની અમાસ તિથિ 26 મેએ બપોરે 12 કલાક 11 મિનિટ પર શરૂ થશે અને 27 મેએ સવારે 8 કલાક 31 મિનિટ પર અમાસનું સમાપન થશે. ઉદયા તિથિ અનુસાર અમાસ મંગળવાર 27 મેએ ઉજવવામાં આવશે.

શનિ જયંતી પર શુભ યોગ
શનિ જયંતિ પર ઘણા શુભ યોગ બની રહ્યાં છે, આ યોગ પૂજા-ઉપાય કરવા માટે ફળયાદી છે. પંચાંગ અનુસાર જેઠ અમાસના દિવસે મંગળકારી સુકર્મા યોગનો સંયોગ બની રહ્યો છે. સુકર્મા યોગ સવારથી રાત્રે 10 કલાક 54 મિનિટ સુધી રહેશે. આ સિવાય જેઠ મહિનાની અમાસના દિવસે સવારે 5 કલાકથી સાંજે 5 કલાક સુધી સર્વાર્થ સિદ્ધિ યોગ રહેશે. સાથે સવારે 8 કલાક 31 મિનિટ સુધી શિવવાસ યોગ પણ છે. આ શુભ યોગમાં પૂજા-પાઠ કરવાથી ઈચ્છિત વરદાન મળી શકે છે.

આ પણ વાંચો- Budh Gochar 2025: શુક્રની રાશિમાં બુધ પ્રવેશ કરશે, 5 રાશિઓના લોકો ભોગવશે જાહોજલાલી

શનિ જયંતીના ઉપાય
શનિ જયંતીના દિવસે કરવામાં આવેલા આ ઉપાય ધનલાભ કરાવશે, કરિયરમાં આવી રહેલી સમસ્યા દૂર થશે. લગ્નમાં વિલંબ થઈ રહ્યો છે તેનો પણ અંત આવશે.

- શનિ જયંતીના દિવસે લોખંડનું ત્રિશૂલ મહાકાલ શિવ, મહાકાલ ભૌરવ કે મહાકાલી મંદિરમાં અર્પણ કરો. તેનાથી કરિયર અને લગ્નમાં આવી રહેલી સમસ્યા દૂર થશે.
- જૂના ચપલ શનિ જયંતીના દિવસે ચાર રસ્તા પર રાખી દો. ગરીબોને કપડા, અનાજનું દાન કરો.
- શનિ જયંતિના દિવસે 10 બદામ લઈ હનુમાન મંદિરમાં જાવ. 5 બદામ ત્યાં રાખી દો અને 5 બદામ ઘરે લાવી કોઈ લાલ કપડામાં બાંધી તિજોરીમાં રાખી દો. ઝડપથી ધન વધશે.
- શનિ જયંતીના દિવસે વાંદરાઓને કાળા ચણા, ગોળ અને કેળા ખવળાવો.
- કાળા અળદના લોટની ગોળીઓ બનાવી માછલીઓને ખવળાવો.

ડિસ્ક્લેમરઃ આ લેખમાં આપવામાં આવેલી કોઈ જાણકારીની સટીકતા કે વિશ્વસનીયતાની ગેરંટી નથી. વિવિધ માધ્યમો જેમ કે જ્યોતિષ, પંચાંગ, માન્યતાઓ કે પછી ધર્મગ્રંથોમાંથી સંગ્રગિત કરી આ જાણકારી તમારા સુધી પહોંચાડવામાં આવી છે. અમારો ઉદ્દેશ્ય માત્ર સૂચના આપવાનો છે. તે સાચી અને સિદ્ધ થવાની પ્રમાણિકતા ન આપી શકીએ. એટલે કોઈ પ્રકારનો ઉપયોગ કરતા પહેલા સંબંધિત નિષ્ણાંતની સલાહ લો.
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More