Home> Spiritual
Advertisement
Prev
Next

Ganesh Visajan 2024: ગણેશ વિસર્જન વખતે કાનમાં ખાસ કહેજો આ વાત, બાપ્પા દરેક ઈચ્છા પૂરી કરશે, જાણો નિયમ

7 સપ્ટેમ્બરના રોજ શરૂ થયેલા ગણેશ ઉત્સવનું સમાપન 17 સપ્ટેમ્બરના રોજ ગણેશ વિસર્જન સાથે કરવામાં આવશે. આ દિવસે ઘરમાં બિરાજમાન બાપ્પાને જળમાં વિસર્જન કરવામાં આવે છે. બાપ્પાની વિદાય કરવાથી તેમની વિધિ વિધાનથી પૂજા કરવામાં આવે છે. આ દરમિયાન બાપ્પાના કાનમાં કેટલાક શબ્દો બોલીને વિદાય આપવામાં આવે છે. જાણો નિયમ વિશે....

Ganesh Visajan 2024: ગણેશ વિસર્જન વખતે કાનમાં ખાસ કહેજો આ વાત, બાપ્પા દરેક ઈચ્છા પૂરી કરશે, જાણો નિયમ

હિન્દુ પંચાંગ મુજબ 17 સપ્ટેમ્બરના રોજ દેશભરમાં અનંત ચૌદશ એટલે કે અનંત ચતુર્દશીના તહેવારની ઉજવણી થશે. આ દિવસે ગણેશ વિસર્જન પણ વિધિવિધાન સાથે કરવામાં આવે છે. જો તમે પણ તમારા ઘરમાં બાપ્પાની સ્થાપના કરી હોય અને અનંત ચૌદશના દિવસે તેમનું વિસર્જન કરવાનું વિચારતા હોવ તો જ્યોતિષ શાસ્ત્રમાં જણાવવામાં આવેલા કેટલાક નિયમો વિશે ખાસ જાણી લો. 

fallbacks

દર વર્ષે ભાદરવા મહિનાના શુક્લ પક્ષની પુર્ણિમા તિથિના દિવસે બાપ્પાનું વિસર્જન કરવામાં આવે છે. આ દિવસે ખુબ ધામધૂમથી બાપ્પાનું વિસર્જન થાય છે. આ દરમિયાન આગલા વર્ષે તેમના ફરીથી આવવાની કામના પણ કરાય છે. શાસ્ત્રો મુજબ આ દિવસે બાપ્પાની સાથે ભગવાન વિષ્ણુની પૂજાના મહત્વ વિશે પણ જણાવવામાં આવ્યું છે. પરંતુ શું તમે જાણો છો કે ગણેશજીનું વિસર્જન કરતા પહેલા કઈ વાતોનું ધ્યાન રાખવું જરૂરી છે?

વિસર્જન પહેલા બાપ્પાના કાનમાં બોલો આ વાત
હિન્દુ ધર્મ શાસ્ત્ર મુજબ જો તમે પણ અનંત ચૌદશના દિવસે બાપ્પાને વિદાય આપી રહ્યા હોવ તો પહેલા વિધિવિધાન સાથે તેમની પૂજા કરો. આ દરમિયાન બાપ્પાના કાનમાં મંત્ર જાપ કરો. આ મંત્રના જાપથી બાપ્પા પ્રસન્ન થાય છે અને ભક્તોના તમામ સંકટ દુખો પોતાની સાથે લઈ જાય છે. આ સાથે જ ઘરમાં સુખ સમૃદ્ધિના વાસના આશીર્વાદ આપે છે. 

ગણેશ વિસર્જન વખતે કરો આ મંત્રનો જાપ

ॐ यान्तु देवगणा: सर्वे पूजामादाय मामकीम्।
इष्टकामसमृद्धयर्थं पुनर्अपि पुनरागमनाय च॥

બાપ્પાના વિસર્જન સમયે ધ્યાનમાં રાખજો આ વાતો...

1. અનંત ચૌદશના દિવસે બાપ્પાનું વિસર્જન કરતા પહેલા તેમની વિધિ વિધાનથી પૂજા અર્ચના કરવામાં આવે છે. ત્યારબાદ તેમને તેમની પ્રિય ચીજોનો ભોગ લગાવો અને ત્યાબાદ ગણેશજીનું સ્વસ્તિવાચન કરો. 

2. ત્યારબાદ એક સ્વચ્છ ચૌકી  લઈને તેમાં ગંગાજળ કે ગૌમૂત્રથી સાફ કરો. ત્યારબાદ તેના પર અક્ષત રાખો સ્વચ્છ પીળું કે ગુલાબી કે પછી લાલ રંગનું કપડું પાથરો. 

3. ચૌકીની ચારી બાજુ સોપારી મૂકો અને કપડાં ઉપર ચારે બાજુ ફૂલોની પાંદડીઓ બીછાવો. 

4. ત્યારબાદ બાપ્પાનો જયકાર કતા તેમને તેમના સ્થાપનાવાળા સ્થાનથી ઉઠાવી લો અને તૈયાર કરેલી ચૌકી પર બિરાજમાન કરો. પછી તેમને ફળ, ફૂલ, વસ્ત્રો, દક્ષિણા અને 5 મોદક ધરાવો. 

5. શાસ્ત્રો મુજબ નદી, તળાવ કે પોખરના કિનારે વિસર્જન પહેલા કપૂરની આરતી કરો.  ત્યારબાદ ગણેશજીને ખુશી ખુશી વિદાય માટે કામના કરો. તેમની પાસે ધન-સુખ, શાંતિની સાથે તમારી કોઈ મનોકામના ઈચ્છો. આ સાથે જ 10 દિવસ દરમિયાન થયેલી ભૂલો અને ભૂલચૂકની ક્ષમાયાચના કરો. 

 (Disclaimer: અહીં અપાયેલી માહિતી જ્યોતિષ માન્યતાઓ, સામાન્ય માન્યતાઓ અને જાણકારીઓ પર આધારિત છે, ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More