Home> Spiritual
Advertisement
Prev
Next

અમીર લોકોના ઘરમાં હોય જ છે 4 વસ્તુઓ, ધન આકર્ષતી આ વસ્તુઓ રાખી તમે પણ બની શકો છો ધનવાન

Astro Tips: ધન અને સુખ-સમૃદ્ધિ આપનાર માતા લક્ષ્મીને કોણ પ્રસન્ન કરવા ન ઈચ્છતુ હોય ? શાસ્ત્રોમાં પણ એવી કેટલીક વસ્તુઓનું વર્ણન કરવામાં આવ્યું છે જેને ઘરમાં રાખવાથી માતા લક્ષ્મીનો ઘરમાં સ્થાયી વાસ થાય છે. આ વસ્તુઓ કોઈ પણ વ્યક્તિ પોતાના ઘરમાં રાખે તો તેના પ્રભાવથી ઘર ઉપર માતા લક્ષ્મીની કૃપા હંમેશા રહે છે. 

અમીર લોકોના ઘરમાં હોય જ છે 4 વસ્તુઓ, ધન આકર્ષતી આ વસ્તુઓ રાખી તમે પણ બની શકો છો ધનવાન

Astro Tips: ધન અને સુખ-સમૃદ્ધિ આપનાર માતા લક્ષ્મીને કોણ પ્રસન્ન કરવા ન ઈચ્છતુ હોય ? જો માતા લક્ષ્મીના આશીર્વાદ થાય તો જ જીવનમાં ધન, સુખ, સમૃદ્ધિ પ્રાપ્ત થાય છે. માતા લક્ષ્મીના આશીર્વાદ હોય તો ક્યારેય પૈસાની તંગીનો સામનો કરવો પડતો નથી. તેથી જ લોકો ધનના દેવી માતા લક્ષ્મીને પ્રસન્ન કરવા માટે અનેક ઉપાયો કરે છે. શાસ્ત્રોમાં પણ એવી કેટલીક વસ્તુઓનું વર્ણન કરવામાં આવ્યું છે જેને ઘરમાં રાખવાથી માતા લક્ષ્મીનો ઘરમાં સ્થાયી વાસ થાય છે. આ વસ્તુઓ કોઈ પણ વ્યક્તિ પોતાના ઘરમાં રાખે તો તેના પ્રભાવથી ઘર ઉપર માતા લક્ષ્મીની કૃપા હંમેશા રહે છે. 

fallbacks

ધન પ્રાપ્તિ કરાવતી 4 વસ્તુઓ

આ પણ વાંચો:

બુધના રાશિ પરિવર્તનથી આ 3 રાશિના લોકોને થશે સૌથી મોટો લાભ, ઓક્ટોબર સુધી સમય અતિશુભ

રાશિફળ 23 જુલાઈ : આ રાશિને આજે ધંધામાં થશે ધન લાભ, આર્થિક સ્થિતિ મજબૂત રહેશે

Lizards: જાણો શરીરના કયા અંગ પર ગરોળીનું પડવું ગણાય છે શુભ અને કયા અંગ પર અશુભ

નાળિયેર

માતા લક્ષ્મીને નારિયેળ સૌથી વધુ પ્રિય છે. એટલા માટે જ નારિયેળને શ્રીફળ કહેવામાં આવે છે. શ્રી માતા લક્ષ્મીનું બીજું નામ છે. હિન્દુ ધર્મમાં કોઈ પણ શુભ કાર્ય કરતા પહેલા નારિયેળ વધેરવાની પરંપરા પણ છે. નારિયેળ ઘરમાં રાખવાથી માતા લક્ષ્મીની કૃપા હંમેશા ઘર પર બની રહે છે.  

શંખ

શાસ્ત્રો અનુસાર ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીને શંખ ખૂબ પ્રિય છે. કહેવાય છે કે શંખ સમુદ્ર મંથનમાંથી મળ્યો હતો. શંખ ઘરમાં રાખવાથી પણ ક્યારેય પૈસાની ખામી સર્જાતી નથી.

ભગવાન કુબેરનો ફોટો
 
વાસ્તુશાસ્ત્ર અનુસાર ઘરમાં દેવી લક્ષ્મીની સાથે ભગવાન કુબેરની તસવીર પણ લગાવવી શુભ માનવામાં આવે છે. માતા લક્ષ્મી, ભગવાન કુબેરની તસવીર અને સ્વસ્તિક ચિન્હ ઘરમાં લગાવવાથી ઘરમાં ક્યારેય પૈસાની કમી રહેતી નથી.

કમળનું ફૂલ

શાસ્ત્રો અનુસાર દેવી લક્ષ્મીની પૂજા કરો ત્યારે તેમને કમળનું ફૂલ ચઢાવવું જોઈએ. કારણ કે કમળનું ફૂલ લક્ષ્મીજીને ખૂબ પ્રિય છે. જ્યારે પણ તમે દેવી લક્ષ્મીની પૂજા કરો છો ત્યારે તમારે તેમને કમળનું ફૂલ અર્પણ કરવું જોઈએ.

(Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારી પર આધારિત છે. ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More