Home> Spiritual
Advertisement
Prev
Next

2025માં કુંભ રાશિવાળાને ગુરુ કરાવશે ફાયદો જ ફાયદો જ્યારે શનિ પણ સાડાસાતીમાં કરાવશે બંપર લાભ! પરંતુ જાણો શેનું રાખવું ધ્યાન

નવું વર્ષ 2025 કુંભ રાશિના જાતકો થોડું મિશ્ર પ્રભાવવાળું રહેશે જો કે ફાયદો તો ઘણો થાય તેવા યોગ છે. આ રાશિમાં જ્યાં ગુરૂ તમારી રાશિથી પાંચમા સ્થાનમાં આવશે ત્યાં શનિની પનોતીનો તબક્કો ચાલશે. જાણો કેવું રહેશે તમારા માટે નવું વર્ષ. 

2025માં કુંભ રાશિવાળાને ગુરુ કરાવશે ફાયદો જ ફાયદો જ્યારે શનિ પણ સાડાસાતીમાં કરાવશે બંપર લાભ! પરંતુ જાણો શેનું રાખવું ધ્યાન

કુંભ રાશિ:  વર્ષની શરૂઆતમાં  વૃષભ રાશિ નો ગુરુ  તમારી રાશિથી ચોથા ભાવે ભ્રમણ કરશે  જે વેપાર ધંધા નોકરીમાં ધનલાભના યોગ ઊભા કરે સફળતા પ્રાપ્તિ કરાવે કૌટુંબિક જીવનમાં પણ ખૂબ લાભ કરાવે જમીન મિલકત પ્રોપર્ટીના લાભ કરાવે. તા. ૧૪-૫-૨૦૨૫થી ગુરૂ તમારી રાશિથી પાંચમા સ્થાનમાં આવશે જે સુખ સફળતાના યોગ ઊભા કરે સંતાન પ્રાપ્તિના યોગ થાય બાળકોના પ્રશ્નો પુરા થાય, ધાર્મિક યાત્રા મુસાફરીના યોગ બને .

fallbacks

વર્ષની શરૂઆતમાં કુંભના  શનિથી પનોતીનો બીજો  તબક્કો તાંબાના પાપે  છાતી પરથી પસાર થશે જે  વેપાર ધંધા નોકરી માટે લક્ષ્મી દાયક કે ધન દાયક ગણી  શકાય પરંતુ પનોતી હોવાથી શારીરિક માનસિક ચિંતા અને બેચેની સમય સમયે રહ્યા કરે. રોકાયેલા કાર્યોમાં ધીમી ગતિએ સફળતા મળે. પનોતી નો સમય છે, બને તેટલી વધારે શનિ ઉપાસના અને હનુમાનજીની ઉપાસના કરવી જેનાથી વધુ લાભ રહે તકલીફ ઓછી પડે.

તા. ૨૯-૦૩-૨૫ થી શત્તિ તમારી રાશિથી  બીજા ધન ભાવે આવશે. અહીં તમારી સાડાસાતી પનોતીનો ત્રીજો અને છેલ્લો તબક્કો રૂપાના પાયે પગ પરથી પસાર થવાનો છે જે પણ એકંદરે લાભદાયી રહેશે રોકાયેલા કાર્યોમાં સફળતા અપાવશે વારસાગત લાભ અપાવે જમીન મકાન પ્રોપર્ટી થી ધન  લાભ થાય શનિ ઉપાસના શરૂ રાખવી. વધુ ખર્ચને કારણે નાણાંકીય ખેંચ વધતી જણાય જેથી ખર્ચ પર કાબુ રાખવો

સ્ત્રીઓ માટે :- સ્ત્રીઓ માટે આ વર્ષે માનસિક શારીરિક રીતે મધ્યમ ગણાય 
પરંતુ આર્થિક અને સુખની દ્રષ્ટિએ સારું ગણાય પનોતી હોવા છતાં પણ ઘણા લાભ મળશે શનિ ઉપાસના અને હનુમાનજીની ઉપાસના શરૂ રાખવી, તેનાથી કૌટુંબિક સુખ અને ધનની પ્રાપ્તિ થશે શારીરિક સમસ્યા દૂર થશે. 

 વિદ્યાર્થીનો માટે : આ વર્ષ એકંદરે વધુ મહેનત બાદ જ સફળતા એવું નિશ્ચિત સ્થળ આપશે. ઓછી મહેનત કરશો તો પરિણામ નબળું આવી શકે છે. પાસ થવામાં મુશ્કેલી નહીં રહે પરંતુ માર્ક ઓછા રહેશે. ઉચ્ચ અભ્યાસ અંગે વિદેશ જવામાં કઠિનાઈથી સફળતા મળે એકંદરે વિદ્યા પ્રાપ્તિમાં સારી સફળતા મળે. 

(સાભાર- જ્યોતિષી ચેતન પટેલ)
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More