Home> Spiritual
Advertisement
Prev
Next

Mysterious Temple: આ મંદિરમાં શિવજીની સૌથી પહેલી પૂજા કરે છે અશ્વત્થામા, મંદિર સાથે જોડાયેલા છે અનેક રહસ્યો

Mysterious Temple: ઉત્તર પ્રદેશના કાનપુરમાં શિવરાજપુર નામની જગ્યા છે જ્યાં આ શિવ મંદિર આવેલું છે જેનું નામ ખેરેશ્વર ધામ છે. સ્થાનિકોનું માનવું છે કે  અશ્વત્થામા પોતે અહીં મહાદેવની પૂજા કરવા આવે છે. અડધી રાત્રે મંદિરના દરવાજા જ્યારે બંધ હોય છે ત્યારે  અશ્વત્થામા મંદિરમાં આવે છે અને મહાદેવનો અભિષેક કરી તેમને તાજા ફૂલની માળા ચઢાવે છે.

Mysterious Temple: આ મંદિરમાં શિવજીની સૌથી પહેલી પૂજા કરે છે અશ્વત્થામા, મંદિર સાથે જોડાયેલા છે અનેક રહસ્યો

Mysterious Temple: મહાભારતના યુદ્ધમાં અશ્વત્થામાએ પાંડવોના પુત્રોની છલથી હત્યા કરી હતી. ત્યારે ભગવાન શ્રીકૃષ્ણએ તેને શ્રાપ આપ્યો હતો કે તે આ ધરતી પર ત્યાં સુધી પીડા ભોગવશે જ્યાં સુધી સ્વયં મહાદેવ તેને તેના પાપથી મુક્તિ ન આપે. પોતાના પાપથી મુક્ત થવા માટે આજે પણ  અશ્વત્થામા એક મંદિરમાં શિવ પૂજા કરવા માટે ધરતી પર આવે છે. આ માન્યતા છે કાનપુર નજીક આવેલા એક ગામના લોકોની. 

fallbacks

ઉત્તર પ્રદેશના કાનપુરમાં શિવરાજપુર નામની જગ્યા છે જ્યાં આ શિવ મંદિર આવેલું છે જેનું નામ ખેરેશ્વર ધામ છે. સ્થાનિકોનું માનવું છે કે  અશ્વત્થામા પોતે અહીં મહાદેવની પૂજા કરવા આવે છે. અડધી રાત્રે મંદિરના દરવાજા જ્યારે બંધ હોય છે ત્યારે  અશ્વત્થામા મંદિરમાં આવે છે અને મહાદેવનો અભિષેક કરી તેમને તાજા ફૂલની માળા ચડાવે છે. જ્યારે આ મંદિરના દરવાજા સવારે પૂજારી ખોલે છે તો શિવજીની પૂજા થઈ ગયેલી હોય છે. 

આ પણ વાંચો: એલચીને પીળા કપડામાં બાંધી કરી લો આ ઉપાય, રૂપિયા ગણતા ગણતા થાકશો એટલી થશે આવક

સ્થાનિકોનું માનવું છે કે રાતના અંધારામાં ઘણી વખત મંદિર તરફ એક તીવ્ર પ્રકાશ જોવા મળે છે જેમાં એક પડછાયો દેખાય છે. જોકે આવું થાય છે ત્યારે કોઈ પણ વ્યક્તિ મંદિરમાં જઈને શું થાય છે તે જોવાની હિંમત કરતા નથી. લોકોનું માનવું છે કે જ્યારે મંદિરમાં આ ઘટના બને છે ત્યારે કોઈ વ્યક્તિ મંદિરમાં જુએ છે તો તેની સાથે વિચિત્ર ઘટનાઓ બને છે. 

સ્થાનિકોનું એમ પણ માનવું છે કે અડધી રાત્રે મંદિરમાં ઘંટડી વાગે છે અને ધૂપ દીપની સુગંધ આવવા લાગે છે. સવારે મંદિર ખુલે છે તો શિવલિંગ ઉપર જળ ચડાવેલું હોય છે અને તાજા ફૂલ ચડાવેલા હોય છે. મંદિરના પૂજારીનું પણ કહેવું છે કે  અશ્વત્થામા ભોલાનાથની પૂજા કરવા માટે અહીં આવે છે. 

આ પણ વાંચો: સાત પેઢીની ગરીબી દુર કરી દેશે તુલસીનો આ ચમત્કારી ઉપાય, પેઢી દર પેઢી વધશે સુખ-સમૃદ્ધિ

લોકોનું એવું પણ કહેવું છે કે દ્વાપર યુગમાં ગુરુ દ્રોણાચાર્યની કુટીર અહીંયા હતી. અશ્વસ્થામાનો જન્મ પણ અહીંયા જ થયો હતો તેથી. આ જગ્યા પર બનેલા મંદિરમાં પૂજા કરવા તે રોજ આવે છે. આ મંદિરમાં જ શિવલિંગ સ્થાપિત છે તે પણ જમીનમાંથી નીકળેલું છે.

(Disclaimer: અહીં આપેલી માહિતી સામાન્ય માહિતી પર આધારિત છે. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More