Home> Spiritual
Advertisement
Prev
Next

Astro Tips: સંતાન સુખથી છો વંચિત ? તો અજમાવો સંતાન પ્રાપ્તિના શાસ્ત્રોમાં જણાવેલા ઉપાયો, જલદી ભરાશે ખાલી ખોળો

Astro Tips: નવા વર્ષની શરૂઆતમાં એક નવી આશા અને શ્રદ્ધા સાથે આ ઉપાય કરી જુઓ. આ ઉપાયોનું વર્ણન શાસ્ત્રોમાં પણ કરવામાં આવ્યું છે. શાસ્ત્રો અનુસાર આ ઉપાય કરવાથી વ્યક્તિ સંતાન સુખ પ્રાપ્ત કરી શકે છે. તો ચાલો તમને જણાવીએ આ ઉપાયો વિશે.

Astro Tips: સંતાન સુખથી છો વંચિત ? તો અજમાવો સંતાન પ્રાપ્તિના શાસ્ત્રોમાં જણાવેલા ઉપાયો, જલદી ભરાશે ખાલી ખોળો

Astro Tips: જે દંપતી સંતાન સુખથી વંચિત હોય તે સંતાન પ્રાપ્તિ માટે વિવિધ ઉપાય કરતા હોય છે. એક સંતાન હોય તેવી કામના દરેક દંપતિના મનમાં હોય છે.. પરંતુ ઘણા દંપતિ એવા હોય છે જેમની આ ઈચ્છા અધૂરી રહી જાય છે. એટલે કે તેઓ સંતાન સુખથી વંચિત હોય છે. સંતાન સુખ પ્રાપ્ત કરવા માટે તંત્ર મંત્રથી લઈને મેડિકલ ટ્રીટમેન્ટ પર લાખો રૂપિયાનો ખર્ચ પણ ઘણા દંપતિ કરતા હોય છે. પરંતુ તેમ છતાં કેટલીક વખત તેનું પરિણામ મળતું નથી. 

fallbacks

આજે તમને જણાવીએ સંતાન સુખ પ્રાપ્ત કરવા માટેના કેટલાક ખાસ ઉપાયો વિશે. નવા વર્ષની શરૂઆતમાં એક નવી આશા અને શ્રદ્ધા સાથે આ ઉપાય કરી જુઓ. આ ઉપાયોનું વર્ણન શાસ્ત્રોમાં પણ કરવામાં આવ્યું છે. શાસ્ત્રો અનુસાર આ ઉપાય કરવાથી વ્યક્તિ સંતાન સુખ પ્રાપ્ત કરી શકે છે. તો ચાલો તમને જણાવીએ આ ઉપાયો વિશે.

આ પણ વાંચો: ગુરુની રાશિમાં બુધ ગ્રહ કરશે પ્રવેશ, મિથુન સહિત આ 5 રાશિના લોકોને બુધ માલામાલ કરશે

એકાદશીનું વ્રત

સંતાન સુખ માટે એકાદશીનું વ્રત કરવું જોઈએ. એકાદશી કરવાથી ભગવાન વિષ્ણુના આશીર્વાદથી સંતાન સુખની પ્રાપ્તિ થાય છે. એકાદશીનું વ્રત કર્યા પછી અન્ન કે વસ્ત્રદાન કરીને વ્રતનું પારણું કરવું.

આંકડાના મૂળનો ઉપાય

શુક્રવારના દિવસે મહિલા કોઈ લાલ કપડામાં આંકડાના મૂળને બાંધીને કમર પર ધારણ કરે તો ટૂંક સમયમાં જ સંતાન પ્રાપ્તિના શુભ સમાચાર મળે છે. આ ઉપાય કોઈને જણાવ્યા વિના કરવાનો છે.

આ પણ વાંચો: શુક્રવારે સંધ્યા સમયે આ લક્ષ્મી મંત્રોનો કરો જાપ, દરિદ્રતા દુર થતા નહીં લાગે વાર

રવિવારે સૂર્યને જળ ચઢાવો

સંતાન સુખ માટે દરેક રવિવારે આ ઉપાય કરવાની શરૂઆત કરી દો. રવિવારના દિવસે તાંબાના લોટામાં પાણી ભરી તેમાં લાલ ચંદન ઉમેરી સૂર્યને અર્ધ આપો. આમ કરવાથી માતા-પિતા બનવાનું સુખ પ્રાપ્ત થાય છે.

પીપળાનો ઉપાય

દર શનિવારે પીપળાના ઝાડ નીચે સરસવના તેલનો દીવો કરો આ ઉપાય કરવાથી પિતૃ પ્રસન્ન થાય છે અને સંતાન પ્રાપ્તિના આશીર્વાદ આપે છે.

આ પણ વાંચો: Surya Gochar 2024: 15 જાન્યુઆરીએ વર્ષ 2024નું પહેલું સૂર્ય ગોચર, 3 રાશિ માટે અતિશુભ

શુક્રવારનો ઉપાય

શુક્રવારે ઓછામાં ઓછી પાંચ કન્યાઓને ખીર ખવડાવો. આમ કરવાથી ઘરમાં સુખ સમૃદ્ધિ પણ વધશે અને સંતાન સુખની પ્રાપ્તિ થશે.

(Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારી પર આધારિત છે. ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More