Navgrah Shanti Upay: હિન્દુ ધર્મમાં ગાયની પૂજા કરવાનું વિશેષ મહત્વ છે. માન્યતા છે કે ગાયમાં 33 કરોડ દેવી-દેવતાઓનો વાસ હોય છે. ઘરમાં બનતી પહેલી રોટલી પણ ગાયને ખવડાવવામાં આવે છે. જ્યોતિષશાસ્ત્ર અનુસાર ગાયને કેટલીક વસ્તુઓ ખવડાવવાથી ગ્રહનો ખરાબ પ્રભાવ પણ ઓછો થઈ શકે છે. ગાયને વિશેષ વસ્તુઓ ખવડાવવાના ઉપાય કરીને સૂર્ય, શનિ અને રાહુ- કેતુ સહિત નવ ગ્રહને શાંત કરી શકાય છે. આજે તમને જણાવીએ ગ્રહોની શાંતિ માટે ગાયને કઈ વસ્તુઓ ખવડાવી જોઈએ.
નવ ગ્રહ શાંતિ માટે ઉપાય
આ પણ વાંચો: શુક્ર 50 વર્ષ પછી મિત્ર શનિના ઘરમાં જશે, 23 ઓગસ્ટથી સોનાની જેમ ચમકશે આ રાશિનું ભાગ્ય
સૂર્ય ગ્રહ માટે
સૂર્ય આત્મબળ, લીડરશીપ, યશ, પ્રસિધ્ધિનો કારક ગ્રહ છે. જો કુંડળીમાં સૂર્ય નબળી સ્થિતિમાં હોય તો ગાયને ગોળ ખવડાવવો જોઈએ તેનાથી સૂર્ય બળવાન થાય છે અને ભાગ્ય ચમકે છે.
ચંદ્ર ગ્રહનો ઉપાય
ચંદ્ર માતા, મન અને ભાવનાનો કારક ગ્રહ છે ચંદ્રને શાંત અને મજબૂત કરવા માટે ગાયને ચોખા ખવડાવવા જોઈએ. આ ઉપાય કરવાથી માનસિક શાંતિ મળે છે અને સ્ટ્રેસ પણ દૂર થાય છે.
આ પણ વાંચો: રક્ષાબંધન પર વર્ષો પછી સર્જાશે મહાદુર્લભ યોગ, 3 રાશિઓના ભાઈ-બહેનો થશે માલામાલ
મંગળ ગ્રહનો ઉપાય
મંગળ ગ્રહ શૌર્ય, ઉર્જા અને ભાઈનો કારક ગ્રહ છે. મંગળને શાંત કરવા માટે ગાયને મસૂરની દાળ ખવડાવી જોઈએ. તેનાથી રક્ત અને ક્રોધ સંબંધિત દોષ દૂર થાય છે.
બુધ ગ્રહ માટેનો ઉપાય
બુધ ગ્રહ નબળો હોય તો તેને બળવાન કરવા માટે ગાયને લીલું ઘાસ ખવડાવવું. ગાયને પાલક ખવડાવવાથી પણ ફાયદો થાય છે. ગાયને લીલું ઘાસ ખવડાવવાથી સંવાદ, સ્મૃતિ સુધરે છે અને નિર્ણય લેવાની ક્ષમતા વધે છે
આ પણ વાંચો: Janmashtami 2025: ભગવાન શ્રીકૃષ્ણના બાલ સ્વરુપને લડ્ડુ ગોપાલ શા માટે કહેવાય છે ?
ગુરુ ગ્રહનો ઉપાય
ગુરુ ગ્રહ જ્ઞાન અને ધર્મનો કારક ગ્રહ છે. ગુરુ નબળી સ્થિતિમાં હોય તો ગાયને ચણાની દાળ અને ઘી લગાડેલી રોટલી ખવડાવવી જોઈએ. તેનાથી આધ્યાત્મિક ઉન્નતિ અને સંતાન સંબંધિત સુખ પ્રાપ્ત થાય છે.
આ પણ વાંચો: આ 5 રાશિઓનું ભાગ્ય ચમકવાનું છે, સૂર્ય મઘા નક્ષત્રમાં પ્રવેશ કરી જીવન ખુશીઓથી ભરશે
શનિ ગ્રહનો ઉપાય
શનિ કર્મ ફળ અને ન્યાયનો કારક ગ્રહ છે. તેના અશુભ પ્રભાવથી જીવનમાં ઘણી સમસ્યા આવે છે. શનિદોષ દૂર કરવા માટે ગાયને સરસવનું તેલ ચોપડેલી રોટલી ખવડાવી જોઈએ. તેનાથી શનિ સંબંધિત કષ્ટ દૂર થાય છે, નોકરી સારી ચાલે છે અને સ્વાસ્થ્ય પણ સારું રહે છે.
આ પણ વાંચો: 12 મહિના પછી શુક્ર બનાવશે માલવ્ય મહાપુરુષ રાજયોગ, 3 રાશિઓની કરિયરમાં થશે પ્રગતિ
રાહુ કેતુના દોષનો ઉપાય
છાયા ગ્રહ રાહુ અને કેતુ નબળી સ્થિતિમાં હોય તો ભ્રમ, ડર, જાદુટોણા સંબંધિત માનસિક સમસ્યા સતાવે છે. રાહુ દોષ હોય તો ગાયને રોટલી સાથે સફેદ તલ ખવડાવો અને કેતુનો દોષ દૂર કરવા માટે ગાયને બાફેલી મગની દાળ ખવડાવવી.
આ પણ વાંચો: ધનવર્ષા માટે તૈયાર રહે આ 5 રાશિઓ, 17 ઓગસ્ટના સૂર્ય ગોચરથી પલટી મારશે ભાગ્ય
નવગ્રહ સંબંધિત દોષ દૂર કરવા માટે ગાયને આ વસ્તુઓ ખવડાવો ત્યારે સમર્પણ અને ગાય પ્રત્યે પ્રેમની ભાવના રાખવી. સાથે જ ગાયને હંમેશા તાજુ અને સાત્વિક જ ખવડાવવું. આ ઉપાય સપ્તાહમાં એકવાર અથવા તો નિયમિત પણ કરી શકાય છે. ગાયની સેવા રોજ કરવી જોઈએ પરંતુ જો રોજ શક્ય ન હોય તો સોમવાર, ગુરુવાર અને શનિવારનો દિવસ સૌથી ઉત્તમ ગણાય છે.
(Disclaimer: અહીં આપેલી માહિતી સામાન્ય માહિતી પર આધારિત છે. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે