Home> Spiritual
Advertisement
Prev
Next

Basant Panchami 2023: વસંત પંચમી ક્યારે છે અને કયા કયા છે શુભ મુહૂર્ત?...તમામ વિગતો ખાસ જાણો

મહા માસ ના પ્રથમ નવ દિવસ ગુપ્ત નવરાત્રી તરીકે ઓળખાય છે, માતાજીના ભક્તો માર્ગદર્શન મુજબ ભક્તિ કરતાં હોય છે અને તેમાં પંચમી તિથિ એ આવતો દિવસ એટલે વસંત પંચમી, સરસ્વતી દેવી પૂજન, શ્રી પૂજન માટેનો દિવસ. લગ્ન માટે વસંત પંચમી લોકો મહા માસના લગ્નગાળામાં વધુ પસંદ કરતા હોય છે. 

Basant Panchami 2023: વસંત પંચમી ક્યારે છે અને કયા કયા છે શુભ મુહૂર્ત?...તમામ વિગતો ખાસ જાણો

મહા માસ ના પ્રથમ નવ દિવસ ગુપ્ત નવરાત્રી તરીકે ઓળખાય છે, માતાજીના ભક્તો માર્ગદર્શન મુજબ ભક્તિ કરતાં હોય છે અને તેમાં પંચમી તિથિ એ આવતો દિવસ એટલે વસંત પંચમી, સરસ્વતી દેવી પૂજન, શ્રી પૂજન માટેનો દિવસ. લગ્ન માટે વસંત પંચમી લોકો મહા માસના લગ્નગાળામાં વધુ પસંદ કરતા હોય છે. આ ઉપરાંત સરસ્વતી દેવી ની ભક્તિ લોકો જ્ઞાન મેળવવાના આશયથી વધુ કરતા હોય છે, જેઓ વિદ્યાર્થી છે અભ્યાસુ છે તેઓ આ દિવસ ભક્તિ કરવા માટે ઉત્તમ કહ્યો છે સોનુ, ચાંદી, વાહન, વગેરે જેવી વસ્તુ માટે પણ આગ્રહ રાખતો દિવસ જોવા મળે છે. 

fallbacks

યંત્ર, તંત્ર, મંત્ર માં રસ ધરાવનાર પણ આ દિવસે કોઈ યંત્ર સોના, ચાંદી, કે અન્ય ધાતુમાં ખરીદી કરી તેનું પૂજન, સિદ્ધિ કરતા હોય છે તંત્ર શાસ્ત્રના કેટલાક વિદ્વાનો આ દિવસે રાહુ શાંતિ હેતુ સરસ્વતી દેવી ની ભક્તિ કરતા હોવાનું જણાવે છે ઉપરાંત કોઈ વિશિષ્ટ માર્ગદર્શન મુજબ રાહુકાળ દરમિયાન કે રાહુ ચોઘડિયામાં કુંડળીમાં વિપરીત સ્થિતિમાં રાહુ હોય તો તેની શાંતિ માટે પણ પૂજન ભક્તિ કરવાની સલાહ આપતા હોય છે. 

વસંત પંચમી :
------------------------
મહા સુદ ૫, ગુરુવાર
તા. ૨૬/૦૧/૨૦૨૩
-------------------------

લગ્નમાં કપલનું કેમ કરાય છે ગાંઠો સાથે ગઠબંધન, 99 ટકા લોકોને નથી હોતી ખબર 

શુક્ર ગોચર: 22 જાન્યુઆરીથી આ 5 રાશિવાળાનું ભાગ્ય આળસ મરડી જાગશે, પૈસાની થશે રેલમછેલ

ગુપ્ત નવરાત્રિમાં આ જાતકોનું નસીબ ચમકશે, જબરદસ્ત ધનલાભ થશે, દરેક કાર્યમાં સફળતા મળશે
શુભ સમય : 
૦૭:૨૫ થી ૦૮:૪૦
૧૧:૨૫ થી ૧૫:૩૦
૧૭:૦૦ થી ૧૮:૨૦
૧૮:૨૫ થી ૨૧:૩૦
૨૪:૫૫ થી ૨૬:૨૫
( રાહુ કાળ :
  ૧૪:૧૫ થી ૧૫:૧૫ સમય દરમિયાન માર્ગદર્શન મુજબ રાહુ પૂજન કે જેઓ ને રાહુ ની મહાદશા, ચાંડાલ યોગ, કે અન્ય વિપરીત સ્થિતિ માં રાહુ હોય )

(સાભાર- ડો. હેમીલ પી લાઠીયા, જ્યોતિષાચાર્ય)

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More