Bhadli Navami 2023: હિન્દુ ધર્મ અનુસાર અષાઢ મહિનામાં આવતી નવમીની તિથિને ભડલીનોમ કહેવાય છે. શાસ્ત્રો અનુસાર ભડલી નોમને વણજોયું મુહૂર્ત પણ કહેવામાં આવે છે. આ દિવસ માંગલિક કાર્ય કરવા માટે ખૂબ જ મહત્વપૂર્ણ અને શુભ ગણાય છે. આ વર્ષે ભડલી નોમ 27 જૂન 2023 ના રોજ છે. ચાતુર્માસ શરૂ થાય તે પહેલા ભડલી નોમ શુભ કાર્ય કરવા માટેનો છેલ્લો દિવસ હોય છે. આ દિવસે કોઇપણ શુભ કામની શરૂઆત કરી શકાય છે.
ભડલી નોમનું મુહૂર્ત
આ પણ વાંચો:
Mangal Gochar 2023: 1 જુલાઈએ મંગળ કરશે રાશિ પરિવર્તન, મિથુન સહિત આ 3 રાશિને થશે લાભ
આ રાશિના યુવકોના નસીબ હોય છે અંબાણી-અદાણી જેવા, આસપાસ હોય તો પહેલા પ્રપોઝ કરજો
27 જૂન રાશિફળ: મેષ રાશિ માટે મંગળવાર છે શુભ, જાણો કઈ રાશિના લોકોએ આજે રહેવું સાવધાન
અષાઢ મહિનાના શુક્લ પક્ષની નવમીની તિથિની શરૂઆત 27 જૂને સવારે 2.04 કલાકથી થશે અને આ તિથિ પૂર્ણ 28 જૂન 2023 ના રોજ સવારે 3.05 કલાકે થશે. પંચાંગ અનુસાર આ દિવસ વિવાહના લગ્ન માટે છેલ્લું મુહૂર્ત હશે. ત્યાર પછી લગ્ન સહિતના શુભ કાર્યો માટે પાંચ મહિના લોકોએ રાહ જોવી પડશે.
ભડલી નોમના બે દિવસ પછી 29 જૂન 2023 સે દેવશયની એકાદશી છે. આ દિવસે ભગવાન પોઢી જાય છે અને પછી ચાર માસ પછી જાગે છે. આ વર્ષે અધિક માસ હોવાથી ચાતુર્માસ પાંચ મહિનાનો રહેશે. આ પાંચ મહિના દરમિયાન લગ્ન, મુંડન, ગૃહ પ્રવેશ, સગાઈ જેવા શુભ કાર્યો થઈ શકતા નથી. તેથી કોઈપણ શુભ કાર્ય કરવું હોય તો 27 જુન છેલ્લું મુહૂર્ત છે.
પાંચ મહિનાનો હશે ચાતુર્માસ
સામાન્ય રીતે ચાતુર્માસ ચાર માસનો હોય છે. પરંતુ આ વર્ષે શ્રાવણ અધિક માસ હોવાથી ચાતુર્માસ પાંચ મહિનાનો હશે. હિન્દુ ધર્મ અનુસાર જ્યારે દેવશયની એકાદશીથી ભગવાન પોઢી જાય છે તો ત્યારબાદ દેવઉઠી એગાદશી સુધી શુભ કાર્યો કરવામાં આવતા નથી. પૌરાણિક કથા અનુસાર ભગવાન વિષ્ણુ પોઢે તે પહેલા ભડલી નોમની તિથિ ભક્તોને આપે છે જેથી તેઓ પોતાના બધા જ શુભ કાર્યો કરી શકે.
(Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય જાણકારી પર આધારિત છે. ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે