Jhadu Ke Totke: હિન્દુ ધર્મ અનુસાર સપ્તાહનો દરેક દિવસ કોઈને કોઈ દેવી-દેવતાને સમર્પિત હોય છે. જેમાં રવિવારનો દિવસ સૂર્યદેવની પૂજા કરવાનો દિવસ છે. જો કોઈ વ્યક્તિની કુંડળીમાં સૂર્ય નબળો હોય તો તેને કારકિર્દીમાં સમસ્યા આવે છે અને સફળતા મળવી પણ મુશ્કેલ બની જાય છે. આવી સ્થિતિમાં વ્યક્તિએ જીવનમાં સંઘર્ષ પણ ઘણો કરવો પડે છે. જે લોકોની કુંડળીમાં સૂર્ય નબળી સ્થિતિમાં હોય તેમણે રવિવારે કેટલાક ઉપાય કરવા જોઈએ જેનાથી સૂર્ય સંબંધિત બાધા દૂર થાય છે અને કાર્યમાં સફળતા મળે છે.
રવિવારે કરવાના ઉપાય
આ પણ વાંચો:
Weekly Horoscope: 17 જુલાઈથી શરુ થતું નવું સપ્તાહ આ રાશિઓ માટે છે શુભ, થશે મોટો લાભ
ક્યારે ઉજવાશે હરિયાળી અમાસ ? અમાસના દિવસે કરેલી આ ભુલ તિજોરી કરી દેશે ખાલી
1 મહિના સુધી આ રાશિના લોકો બે હાથે રુપિયા ગણવા કરવા રહે તૈયાર, સૂર્ય ગોચરથી થશે લાભ
1. રવિવારે સ્નાનાદિ કર્મ કરી સ્વચ્છ કપડાં ધારણ કરી સૂર્યદેવતાને જળ ચઢાવવું અને ઓમ સૂર્યાય નમઃ મંત્રનો જાપ કરવો.
2. શાસ્ત્રો અનુસાર રવિવારના દિવસે પીપળાના ઝાડની નીચે સાંજના સમયે ચારવાટનો દીવો પ્રગટાવવો જોઈએ. આમ કરવાથી માતા લક્ષ્મી પ્રસન્ન થાય છે અને ઘરમાં ધન સંપત્તિ વધે છે.
3. જે લોકોની કુંડળીમાં સૂર્ય નબળો હોય તેમણે સૂર્યને મજબૂત કરવા માટે રવિવારે ગોળ દૂધ ચોખા અથવા તો કપડાનું કોઈ વ્યક્તિને દાન કરવું જોઈએ.
4. જો તમારી કોઈ ઈચ્છા ઘણા સમયથી અધુરી હોય તો રવિવારના દિવસે વડના ઝાડના પણ ઉપર પોતાની મનોકામના લખો. ત્યાર પછી આ પાનને પાણીમાં પ્રવાહિત કરી દો.
આ પણ વાંચો:
રાશિફળ 16 જુલાઈ: વૃષભ રાશિ માટે દિવસ શુભ, મિથુન રાશિના લોકોની સંપત્તિમાં થશે વધારો
Nimbu Ke Totke: લીંબૂના આ ઉપાયો છે દરેક સમસ્યાનું સમાધાન, આ ઉપાય દુર કરશે બધી જ બાધા
5. રવિવારે માછલીને લોટની ગોળી ખવડાવવાથી પણ માતા લક્ષ્મીની કૃપા પ્રાપ્ત થાય છે.
6. રવિવારના દિવસે ત્રણ જાડું ખરીદી સોમવારે આ જાડુ કોઈ મંદિરમાં દાન કરી દેવા. આમ કરવાથી ભાગ્યના બંધ દરવાજા ખુલે છે અને કારકિર્દીમાં સફળતા પ્રાપ્ત થાય છે.
7. રવિવારના દિવસે ગાયને ગોળ અને ઘી વાળી રોટલી પોતાના હાથે ખવડાવવાથી પણ ધન પ્રાપ્તિ થાય છે.
(Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારી પર આધારિત છે. ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે