Home> Spiritual
Advertisement
Prev
Next

19 જૂન બાદ જાગી જશે આ જાતકોનું સૂઈ ગયેલું ભાગ્ય, ચારે દિશામાંથી મળશે સારા સમાચાર

19 જૂને બુધ દેવ વૃષભ રાશિમાં અસ્ત થવાના છે. જ્યોતિષશાસ્ત્રમાં ગ્રહોના અસ્ત અને ઉદય થવાને ખુબ મહત્વપૂર્ણ માનવામાં આવે છે. ગ્રહોના અસ્ત કે ઉદય થવાથી દરેક 12 રાશિઓ પ્રભાવિત થાય છે. 

19 જૂન બાદ જાગી જશે આ જાતકોનું સૂઈ ગયેલું ભાગ્ય, ચારે દિશામાંથી મળશે સારા સમાચાર

નવી દિલ્હીઃ 19 જૂને બુધ દેવ વૃષભ રાશિમાં અસ્ત થવાના છે. જ્યોતિષશાસ્ત્રમાં ગ્રહોના અસ્ત અને ઉદય થવાને મહત્વપૂર્ણ માનવામાં આવે છે. ગ્રહોના ઉદય થવાથી દરેક 12 રાશિઓ પ્રભાવિત થાય છે. કેટલીક રાશિના જાતકોને શુભ તો કોઈને અશુભ ફળની પ્રાપ્તિ થાય છે. જ્યોતિષ ગણનાઓ અનુસાર બુધ અસ્ત થવાથી કેટલાક જાતકોનો ભાગ્યદોય થવાનો છે. આવો જાણીએ 19 જૂન બાદ કયા જાતકોનો ભાગ્યોદય થવાનો છે. 

fallbacks

મિથુન રાશિ
આ સમય તમારા માટે શુભ રહેવાનો છે.
આ તમારા પારિવારિક જીવનમાં શુભ ફળ પ્રદાન કરશે.
તમને સંતાન તરફથી કોઈ શુભ સમાચાર મળી શકે છે.
દાંપત્ય જીવનમાં સુખનો અનુભવ કરશો.
પરિવારના સભ્યોનો સહયોગ પ્રાપ્ત થશે.
ધન લાભ થશે. 

કર્ક રાશિ
તમને વ્યવસાયમાં લાભ થઈ શકે છે.
ભાઈ-બહેન પાસેથી મદદ મળી શકે છે
સાહસ અને પરાક્રમમાં વધારો થશે.
માન-સન્માન અને પદ-પ્રતિષ્ઠા વધશે.
દરેક કાર્યમાં સફળતા મળશે.
જીવનસાથીની સાથે સમય પસાર કરવાની તક મળશે.

આ પણ વાંચોઃ કુંભ રાશિમાં વક્રી થયા શનિદેવ, આગામી છ મહિના સુધી આ 5 જાતકો બનશે ધનવાન

કન્યા રાશિ
સમાજમાં માન-સન્માનની પ્રાપ્તિ થશે.
સ્વાસ્થ્યમાં ફેરફાર જોવા મળશે.
પરિવારનો સહયોગ પ્રાપ્ત થશે.
રોકાણથી લાભ પ્રાપ્ત થઈ શકે છે. 
લેતી-દેતી માટે સમય શુભ છે.

વૃશ્ચિક રાશિ
કાર્યક્ષેત્ર સાથે જોડાયેલા મામલામાં સફળતા મળવાનો યોગ બનશે.
સરકારી ક્ષેત્રમાં કામ કરી રહેલા લોકોને લાભ મળશે.
આર્થિક સમસ્યામાંથી છુટકારો મળશે.
આ સમય તમારા માટે વરદાનથી ઓછો નથી.
આ સમયમાં રોકાણ કરી શકાય છે. 
નવુ વાહન કે મકાન ખરીદી શકો છો. 

આ પણ વાંચોઃ Bhadra RajaYoga 2023: ભદ્ર રાજયોગ પર બનશે દુર્લભ સંયોગ, આ રાશિના જાતકોનું ચમકી જશે ભાગ્ય

ધન રાશિ
તમને શુભ પરિણામ પ્રાપ્ત થશે.
નોકરી શોધી રહેલા લોકોને શુભ સમાચાર મળી શકે છે.
પ્રમોશન કે આર્થિક લાભનો પણ યોગ બનશે.
કોઈ નવા કામની શરૂઆત માટે ગોચર લાભકારી રહેશે.
શિક્ષણ ક્ષેત્રે જોડાયેલા લોકો માટે આ સમય વરદાન સમાન છે.
લેતીદેતી માટે સમય શુભ છે. 

મીન રાશિ
સંતાનની પ્રગતિ થઈ શકે છે.
આ દરમિયાન તમને માનસિક શાંતિ પણ મળશે.
લગ્ન જીવન સુખમય રહેશે.
આર્થિક પક્ષ મજબૂત થશે.
આ સમયમાં રોકાણ કરવાથી લાભ થશે.

(આ લેખમાં આપવામાં આવેલી જાણકારી પર અમે દાવો કરતા નથી કે સંપૂર્ણ સત્ય તથા સટીક છે. તમે કોઈ નિષ્ણાંતની સલાહ લઈ શકો છો)

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More