Home> Spiritual
Advertisement
Prev
Next

5 દિવસમાં 2 વખત બદલાશે બુધની ચાલ, થશે મોટા પરિવર્તન, મેષ, તુલા, ધન રાશિમાં થશે હલચલ

Budh Ast 2023 Rashi Parivartan: જ્યોતિષશાસ્ત્રમાં ગ્રહોની ચાલમાં ફેરફારને મહત્વપૂર્ણ માનવામાં આવે છે. બુધ દેવ 5 દિવસમાં બે વખત ચાલ બદલવાના છે. 19 જૂને બુધ દેવ વૃષભ રાશિમાં અસ્ત થઈ જશે. 
 

5 દિવસમાં 2 વખત બદલાશે બુધની ચાલ, થશે મોટા પરિવર્તન, મેષ, તુલા, ધન રાશિમાં થશે હલચલ

નવી દિલ્હીઃ જ્યોતિષશાસ્ત્રમાં ગ્રહોની ચાલમાં ફેરફારને મહત્વપૂર્ણ માનવામાં આવે છે. બુધ દેવ 5 દિવસમાં બે વખત ચાલ બદલવાના છે. 19 જૂને બુધ દેશ વૃષભ રાશિમાં અસ્ત થઈ જશે. ત્યારબાદ 26 જૂને બુધ દેવ મિથુન રાશિમાં પ્રવેશ કરી જશે. બુધના 5 દિવસમાં બે વખત ચાલ બદલવાને કારણે કેટલીક રાશિના જાતકોને શુભ તો કેટલાકને અશુભ ફળની પ્રાપ્તિ થશે. આવો જાણીએ બુધ અસ્ત થવા અને રાશિ પરિવર્તનથી કઈ રાશિના જાતકો પર શું અસર પડશે. 

fallbacks

મેષ રાશિઃ કારોબારમાં ફેરફારનો યોગ બની રહ્યો છે. નોકરીમાં અધિકારીઓ સાથે સદ્ભાવ બનાવી રાખો. કાર્યભાર વધી શકે છે. ખર્ચ વધશે. સંતાન પાસેથી સુખદ સમાચાર મળી શકે છે. મિત્રનો સહયોગ મળશે. 

વૃષભ રાશિઃ શૈક્ષણિક કાર્યો પર ધ્યાન આપો. મુશ્કેલી આવી શકે છે. કારોબારમાં સુધાર થશે. લાભની તક મળશે. નોકરીમાં નવી જવાબદારી મળી શકે છે. સ્થાન પરિવર્તનની સંભાવના બની રહી છે. 

આ પણ વાંચોઃ Jagannath Temple ના રહસ્યોને વિજ્ઞાન પણ ઉકેલી શક્યું નથી, જાણો Mysterious Facts

મિથુન રાશિઃ મન પ્રસન્ન રહેશે. માતાના સ્વાસ્થ્યનું ધ્યાન રાખો. નોકરીમાં વધારાની જવાબદારી મળી શકે છે. નોકરીમાં વિદેશ પ્રવાસનો યોગ બની રહ્યો છે. પરિવારથી દૂર રહેવું પડી શકે છે.

કર્ક રાશિઃ મન શાંત તથા પ્રસન્ન રહેશે. કારોબારમાં મુશ્કેલી આવી શકે છે. નોકરીમાં પરિવર્તનની તક મળી શકે છે. કોઈ બીજા સ્થળે જઈ શકો છો. આવકમાં વધારો થશે. 

સિંહ રાશિઃ સ્વાસ્થ્યનું ધ્યાન રાખો. કારોબારમાં ભાગદોડ વધુ રહેશે. ભાઈ-બહેન સાથે વિવાદથી બચો. નોકરી માટે પરીક્ષા અને ઈન્ટરવ્યૂમાં સફળતા મળશે. આવકમાં વધારો થશે. 

કન્યા રાશિઃ કારોબારમાં વૃદ્ધિ થશે. કારોબાર માટે વિદેશ યાત્રાનો યોગ બની રહ્યો છે. લેખન કાર્ય અને બૌદ્ધિક કાર્યમાં વ્યસ્તતા વધી શકે છે. આવકના સાધન પણ બની શકે છે. સ્વાસ્થ્યનું ધ્યાન રાખો.

આ પણ વાંચોઃ આ દિવસથી શરૂ થઈ રહી છે ગુપ્ત નવરાત્રિ, મા દુર્ગાને પ્રસન્ન કરવા કરો આ ઉપાય

તુલા રાશિઃ પરિવારમાં ક્રોધ અને વાદ-વિવાદથી બચો. કોઈ મિત્ર પાસેથી કારોબારનો પ્રસ્તાવ મળી શકે છે. કાર્યક્ષેત્રમાં વધુ મહેનત કરવી પડશે. જીવન સાથીના સ્વાસ્થ્યનું ધ્યાન રાખો. 

વૃદ્ધિક રાશિઃ પરિવારની સમસ્યાઓ પરેશાન કરી શકે છે. કારોબારમાં મુશ્કેલીનો સામનો કરવો પડી શકે છે, પરંતુ કોઈ મિત્રના સહયોગથી ધંધામાં સુધાર થઈ શકે છે. સ્વાસ્થ્યનું ધ્યાન રાખો. 

ધન રાશિઃ નોકરીમાં પ્રગતિની તક મળી શકે છે. કાર્યક્ષેત્ર વધશે. પરિવારમાં સુખ-શાંતિ રહેશે. કોઈ મિત્રનું આગમન થઈ શકે છે. પિતા પાસેથી કારોબાર માટે નાણા મળી શકે છે. આવક વધશે. 

મકર રાશિઃ આત્મવિશ્વાસ પૂર્ણ રહેશે. વધુ ખર્ચ મુશ્કેલી ઉભી કરી શકે છે. કોઈ મિત્રના સહયોગથી નોકરીની તક મળી શકે છે. પરિવારની સાથે કોઈ ધાર્મિક યાત્રાએ જવાનો પ્લાન બની શકે છે. 

કુંભ રાશિઃ દામ્પત્ય સુખમાં વધારો થશે. શૈક્ષણિક કાર્યમાં મન લાગશે. બૌદ્ધિક કાર્યથી આવક થઈ શકે છે. શિક્ષણ અને રિસર્ચ કાર્ય માટે યાત્રા કરી શકો છો. 

મીન રાશિઃ કોઈ પૈતૃક સંપત્તિથી લાભ થઈ શકે છે. નોકરીમાં પ્રગતિનો યોગ બની રહ્યો છે. કોઈ બીજા સ્થાને પણ જઈ શકો છો. યાત્રા ખર્ચ વધી શકે છે. કારોબારમાં લાભ મળશે,. અચાનક ધન લાભનો યોગ પણ બની રહ્યો છે. 

(Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારી પર આધારિત છે. ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More