Budh Gochar in Pushya Nakshatra Rashifal : 29 જુલાઈ 2025 ના રોજ બુધ્ધિ, સંચાર અને વેપારના કારક ગ્રહ બુધ એ કર્ક રાશિમાં રહીને પુષ્ય નક્ષત્રમાં પ્રવેશ કર્યો છે. પુષ્ય નક્ષત્ર શનિનું નક્ષત્ર છે. આ નક્ષત્રને પોષણ, સમૃદ્ધિ અને આધ્યાત્મિકતાનું પ્રતીક માનવામાં આવે છે. બુધ નું આ ગોચર 22 ઓગસ્ટ 2025 સુધી પ્રભાવી રહેશે. આ સમય કેટલીક રાશિઓ માટે વિશેષ રીતે શુભ રહેવાનો છે. જે સંચાર, શિક્ષા, વેપાર અને સંબંધોમાં સકારાત્મક ફેરફાર લાવશે. તો ચાલો જાણીએ આ ગોચર કઈ રાશિઓ માટે શુભ છે.
આ પણ વાંચો: માસિક ધર્મ દરમિયાન શ્રાવણ માસના સોમવાર સહિતના વ્રત રાખી શકાય ?
મિથુન રાશિ
મિથુન રાશિ માટે બુધનું ગોચર ધન, વાણી અને પરિવાર સંબંધિત છે. આ સમયે મિથુન રાશિના લોકોને આર્થિક લાભ કરાવી શકે છે. મિથુન રાશિના લોકોની વાણી પ્રભાવશાળી થશે. જેના કારણે નોકરી અને વેપારમાં નવી તકો પ્રાપ્ત થશે. પુષ્ય નક્ષત્રની સાત્વિક ઊર્જા નિર્ણય લેવાની ક્ષમતા વધારશે. પરિવારમાં સૌહાર્દ વધશે. રોકાણ માટે સમય અનુકૂળ.
આ પણ વાંચો: Budh Gochar: કર્ક રાશિમાં માર્ગી થશે બુધ, ઓગસ્ટ મહિનાથી 3 રાશિનો ગોલ્ડન ટાઈમ શરુ થશે
કન્યા રાશિ
કન્યા રાશિના લોકોનું સ્વાસ્થ્ય સુધરશે અને આત્મવિશ્વાસ વધશે. આ ગોચર સંચાર કૌશલ વધારશે. તમે આત્મવિશ્વાસ સાથે પોતાની વાત રજૂ કરી શકો છો. પુષ્ય નક્ષત્ર પવિત્ર ઊર્જા અને સ્પષ્ય વિચાર આપશે. કાર્યક્ષેત્રમાં છાપ મજબૂત થશે. સ્વાસ્થ્યમાં સુધાર અને માનસિક શાંતિ જોવા મળી શકે છે.
આ પણ વાંચો: આ દિવસે ઘરમાં વાવો પારિજાતનો છોડ, ફુલની સાથે માતા લક્ષ્મી પણ ઘરમાં પધરામણી કરશે
વૃશ્ચિક રાશિ
વૃશ્ચિક રાશિના લોકો માટે આ સમય ભાગ્યવર્ધક રહેશે. શિક્ષણ, આધ્યાત્મ અને લાંબી યાત્રાઓથી લાભ થશે. પુષ્ય નક્ષત્રની સકારાત્મકતા બૌદ્ધિક, આધ્યાત્મિક ક્ષેત્રે લાભ કરાવશે. પુષ્ય નક્ષત્રની સકારાત્મક ઊર્જા વિદેશ સંબંધો સુધારી શકે છે. શોધ કાર્યોમાં સફળતા મળશે. વેપારમાં ભાગીદારીથી લાભ થઈ શકે છે.
આ પણ વાંચો: શિવ પૂજા કર્યા પછી મંદિરમાં 3 તાળી વગાડવી જરૂરી, જાણો 3 તાળીનું મહત્વ અને સાચી રીત
મકર રાશિ
મકર રાશિ માટે બુધ ગોચર શુભ છે. આ સમય દરમિયાન ભાગીદારીના કામમાં સફળતા મળશે. વેવાહિક જીવનમાં પ્રેમ વધશે. પુષ્ય નક્ષત્રની સ્થિર ઊર્જા સંચારને પ્રભાવી બનાવશે. તેનાથી વેપારી સમજૂતી અને સામાજિક સંબંધો સુધરશે. માર્કેટિંગ, પ્રચાર અને સંચાર સંબંધિત કાર્યોમાં લાભ મળી શકે છે.
આ પણ વાંચો: Money: કયા કારણોસર અટકી જાય છે બરકત ? જાણો રુઠેલી લક્ષ્મીને મનાવવાના સરળ ઉપાયો
મીન રાશિ
મીન રાશિ માટે બુધ ગોચર પંચમ ભાવમાં હશે. જે પ્રેમ, રચનાત્મકતા, સંતાન સંબંધિત છે. આ ગોચર રચનાત્મક અને બૌદ્ધિક કૌશલ વધારશે. લવ રિલેશનમાં મધુરતા આવશે. સંતાન સંબંધિત શુભ સમાચાર મળી શકે છે. પુષ્ય નક્ષત્ર ઉર્જા, કલા અને લેખનમાં સફળતા અપાવશે. સમય અનુકૂળ રહેશે.
(Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારી પર આધારિત છે. ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે