Budh Margi Rashifal 2025: કુલ 24 દિવસ સુધી વક્રી રહ્યા પછી 7 એપ્રિલ 2025 અને સોમવારે બુધ માર્ગી થઈ જશે એટલે કે 7 એપ્રિલથી બુધ સીધી ચાલ. ગ્રહોના રાજકુમાર બુધ 15 માર્ચથી વક્રી ચાલે છે. જ્યોતિષશાસ્ત્રના સિદ્ધાંત અનુસાર બુધ ગ્રહનું વક્રી થવું શુભ નથી. બુધ ગ્રહ બુદ્ધિ, વાણી, વેપાર અને સંચારનો નિયંત્રક ગ્રહ છે. જ્યારે બુધ ગ્રહ વક્રી થાય છે તો જીવનને વિશેષ રીતે અસર કરે છે.
આ પણ વાંચો: ચૈત્ર નવરાત્રીમાં મંગળ બદલશે રાશિ, કન્યા સહિત 3 રાશિઓને થશે જબરદસ્ત ધન લાભ
બુધનું માર્ગી થવું. બધી જ રાશિઓ પર અસર કરશે. પરંતુ 7 એપ્રિલથી ત્રણ રાશિના લોકોને નાણાકીય બાબતોમાં, કારકિર્દીમાં અને વ્યક્તિગત જીવનમાં સફળતા મળવાના યોગ બની જશે. આ 3 રાશીઓ માટે 7 એપ્રિલ પછીનો સમય અત્યંત શુભ છે.
માર્ગી બુધની રાશિઓ પર અસર
આ પણ વાંચો: Itra Remedies: અત્તરના આ ટોટકાથી શુક્ર થશે એક્ટિવેટ, રાતોરાત અમીર બની શકે છે વ્યક્તિ
મિથુન રાશિ
મિથુન રાશિ માટે બુધનું માર્ગી થવું ફળદાઈ અને લાભકારી રહેશે. આ સમય દરમિયાન કારકિર્દીમાં ઉન્નતિના અવસર પ્રાપ્ત થશે. સંચાર અને નેટવર્કિંગ મામલે સારી સફળતા મળી શકે છે. વિચારોને યોગ્ય રીતે વ્યક્ત કરવા માટે આદર્શ સમય 7 એપ્રિલ પછીનો છે. જો કોઈ કામની નવી યોજના બનાવી રહ્યા છો તો 7 એપ્રિલ પછી અમલ કરી શકો છો. આર્થિક દ્રષ્ટિએ પણ લાભની સ્થિતિ 7 એપ્રિલ પછી બની શકે છે.
આ પણ વાંચો: Shani Gochar: 5 રાશિઓ માટે ઘોર સંકટનો સમય થશે શરુ, અઢી વર્ષ સુધી શનિ ભારે કષ્ટ આપશે
કન્યા રાશિ
કન્યા રાશિના લોકો માટે પણ માર્ગી બુધ જીવનમાં સકારાત્મક ફેરફાર લાવનાર સાબિત થશે. આ સમય એવા લોકો માટે સારો છે જે લાંબા સમયથી કરિયરમાં સ્થિરતા કે પ્રગતિની તક શોધી રહ્યા છે. મહેનતનું ફળ મળવા લાગશે. નાણાકીય સ્થિતિમાં સુધારો થવાના સંકેત. સંબંધોમાં મધુરતા આવશે. ખાસ કરીને ભાગીદારોનો સહયોગ પ્રાપ્ત થશે. સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓ સમાપ્ત થશે.
આ પણ વાંચો: જૂનું ફર્નીચર લેતા પહેલા સો વખત વિચારજો, ખરાબ વસ્તુ હશે તો ઘરનું ધનોત પનોત નીકળી જશે
તુલા રાશિ
તુલા રાશિના લોકો માટે પણ માર્ગી બુધ શુભ છે. આ સમય દરમિયાન તમારી માનસિક સ્થિતિ મજબૂત થશે. યોગ્ય દિશામાં કામ કરવાની શક્તિ મળશે. વેપારમાં રોકાણ કરવા માટે સારો સમય. કરેલા પ્રયત્નો માટે પુરસ્કાર અને સફળતા મળશે. આત્મવિશ્વાસમાં વૃદ્ધિ થશે. નાણાકીય સ્થિતિ સુધરશે ધન પ્રાપ્તિના પણ સંકેત મળી રહ્યા છે.
(Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારી પર આધારિત છે. ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે