Navpancham Yog 2025: બુધ અને મંગળ ગ્રહે નવ પંચમ યોગનું નિર્માણ કર્યું છે. આ યોગને જ્યોતિષશાસ્ત્રમાં અત્યંત શુભ માનવામાં આવે છે. આ યોગ ત્યારે બને છે જ્યારે બે ગ્રહ કુંડળીમાં નવમા અને પાંચમા સ્થાનમાં હોય. જ્યોતિષ ગણના અનુસાર જ્યારે નવ અને પાંચની શુભ સ્થિતિ સર્જાય છે ત્યારે નવ પંચમ યોગ બને છે. આ સમયે બે ગ્રહ એકબીજાથી 120 ડિગ્રી પર સ્થિત હોય છે. હાલ મંગળ અને બુધ વચ્ચે આ યોગ બન્યો છે.
આ પણ વાંચો: દૈનિક રાશિફળ 26 ફેબ્રુઆરી: આજે ધંધામાં રોકાણથી લાભ મળવાનો યોગ છે, વિવાદ ટાળો
જ્યોતિષ સિદ્ધાંત અનુસાર કુંડળીમાં નવમા અને પાંચમા ભાવમાં બુધ અને મંગળ હોય તો તેને શુભ માનવામાં આવે છે. આ સ્થાનમાં બેસીને અશુભ ગ્રહ પણ શુભ ફળ આપવા લાગે છે. 23 ફેબ્રુઆરીથી મંગળ અને બુધનો નવ પંચમ યોગ બની ગયો છે અને આ યોગના પ્રભાવથી ત્રણ રાશિઓને વિશેષ લાભ થશે.
નવપંચમ યોગ આ ત્રણ રાશિ માટે શુભ
આ પણ વાંચો: માર્ચ મહિનામાં શનિ, સૂર્ય સહિત 4 ગ્રહો બદલશે ચાલ, સોનાની જેમ ચમકશે આ રાશિઓનું ભાગ્ય
મેષ રાશિ
મેષ રાશિ માટે મંગળનો વિશેષ યોગ કારકિર્દીમાં લાભ કરાવનાર સાબિત થશે. નોકરીમાં પ્રમોશન કે નવી જવાબદારીઓ મળી શકે છે. વેપારીઓને લાભ થશે. આર્થિક સ્થિતિ મજબૂત થશે. રોકાણની તકો પ્રાપ્ત થશે. જુના રોકાણથી સારું રિટર્ન મળશે. પ્રેમ સંબંધોમાં મધુરતા આવશે. વિવાહિત જાતકો માટે સારો સમય. સ્વાસ્થ્ય સારું રહેશે.
આ પણ વાંચો: 29 માર્ચથી આ રાશિની સાડાસાતી શરુ થશે, શનિ હાહાકાર મચાવશે, શનિને શાંત કરશે આ ઉપાયો
સિંહ રાશિ
સિંહ રાશિ માટે આ સમય કારકિર્દીમાં ઉન્નતિ અને સફળતા અપાવનાર છે. નવા પ્રોજેક્ટ અને યોજના ઉપર કામ કરવા માટે સારો સમય. ટીમ સાથે મળીને સારું પરિણામ મેળવી શકો છો. આર્થિક લાભના યોગ બની રહ્યા છે. રોકાણથી લાભ થશે. સારી તક મળે તો છોડવી નહીં. દાંપત્ય જીવનમાં પ્રેમ વધશે. સંબંધો મજબૂત થશે. સ્વાસ્થ્ય માટે સારો સમય.
આ પણ વાંચો: Shani Asta: ભુક્કા બોલાવી દેશે અસ્ત શનિ, આજથી 38 દિવસ આ 4 રાશિઓ માટે મુશ્કેલીભર્યા
ધન રાશિ
ધન રાશિ માટે આ સમય કારકિર્દીમાં નવી ઊંચાઈઓ આપનાર સાબિત થશે. નોકરી કરતા લોકોને નવી જવાબદારીઓ મળી શકે છે. આર્થિક સ્થિતિમાં સુધારો થશે. રોકાણના મામલામાં યોગ્ય નિર્ણય લેવાથી લાભ થશે. અચાનક ધન લાભની સંભાવના. જીવનમાં ખુશહાલી આવશે. વિવાહિત જાતકો માટે સારો સમય. સ્વાસ્થ્ય સારું રહેશે.
(Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારી પર આધારિત છે. ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે