Dashank Yog: 15 ફેબ્રુઆરી અને શનિવારથી અત્યંત શુભ યોગ સર્જવાનો છે. આ યોગને જ્યોતિષશાસ્ત્રમાં દશાંક યોગ કહેવાય છે. જ્યોતિષશાસ્ત્ર અનુસાર દશાંક યોગ ગ્રહોની વચ્ચે સૂક્ષ્મ સંબંધ બનાવે છે. આ યોગ દરમ્યાન વ્યક્તિના જીવનમાં નાના નાના એવા પરિવર્તન આવે છે જેનો પ્રભાવ લાંબા સમય સુધી જોવા મળે છે. શુક્ર અને બુધના દશાંશ યોગની અસર 3 રાશિના લોકો પર થવાની છે. આ અસર અત્યંત શુભ હશે.
આ પણ વાંચો: દૈનિક રાશિફળ 15 ફેબ્રુઆરી: સિંહ રાશિ માટે ધંધાની દ્રષ્ટિએ દિવસ સુખદ, આજનું રાશિફળ
જ્યોતિષશાસ્ત્ર અનુસાર જ્યારે બે ગ્રહ એકબીજાથી 36 ડિગ્રીના કોણ પર સ્થિત હોય અને એકબીજાને પોતાની દૃષ્ટિથી પ્રભાવ આપે છે ત્યારે તેને દશાંશ યોગ કહેવાય છે. શુક્ર અને બુધ વચ્ચે સર્જાયો છે. શુક્ર અને બુધ બંને શુભ ગ્રહ છે. શુક્ર અને બુધનો દશાંક યોગ ત્રણ રાશિના લોકોને ભાગ્યશાળી બનાવશે. આ ત્રણ રાશિ કઈ છે? ચાલો તમને જણાવીએ.
આ પણ વાંચો: 24 ફેબ્રુઆરીથી મંગળની બદલશે ચાલ, આ 5 રાશિના લોકોએ પૈસા બાબતે રહેવું સતર્ક
વૃષભ રાશિ
વૃષભ રાશિનો સ્વામી ગ્રહ શુક્ર છે તેથી બુધ અને શુક્રનો દશાંશ યોગ આ રાશિ માટે લાભકારી રહેશે. આ યોગ ના કારણે વૃષભ રાશિના લોકોને આકસ્મિક ધન લાભ થઈ શકે છે. નોકરી કરતા લોકોને પ્રમોશન કે વેતન વૃદ્ધિ મળી શકે છે. વેપારીઓ નવી ડીલ ફાઈનલ કરી શકે છે. રોકાણથી સારું રીટર્ન મળી શકે છે. પ્રેમ સંબંધોમાં મધુરતા વધશે.
આ પણ વાંચો: આ 4 રાશિઓ મહાદેવને અત્યંત પ્રિય, હંમેશા બચાવી લે છે સંકટથી, ધનની તંગી સર્જાતી નથી
કન્યા રાશિ
કન્યા રાશિનો સ્વામી ગ્રહ બુધ છે. શુક્ર અને બુધનો દશાંશ યોગ આ રાશિના લોકોના જીવનમાં સુખ સુવિધા વધારશે. કારકિર્દીમાં ઉન્નતિના યોગ બની રહ્યા છે. નોકરી કરતા લોકોને કારર્કિદીમાં નવી તકો પ્રાપ્ત થશે. મહત્વપૂર્ણ પ્રોજેક્ટમાં સફળતા મળી શકે છે. આ યોગના કારણે આર્થિક સ્થિતિમાં સુધારો થશે. અટકેલા કામ પુરા થશે. બીમારીઓથી રાહત મળશે.
આ પણ વાંચો: Trigrahi Yog: એકસાથે સર્જાયો ડબલ ત્રિગ્રહી યોગ, 7 રાશિના લોકોનું માલામાલ થવું નક્કી
મકર રાશિ
મકર રાશિના લોકો માટે પણ બુધ અને શુક્રનો યોગ શુભ રહેશે. આ યોગને કારણે જીવનમાં ધન અને સફળતા મળશે. મકર રાશિના લોકોને અચાનક ધન લાભ થઈ શકે છે. સંપત્તિ કે જમીન સંબંધિત લાભ વધી શકે છે. વેપારીઓના નવા ઓર્ડર મળી શકે છે. વેપારનો વિસ્તાર થશે. પારિવારિક સુખ શાંતિ વધશે.
(Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારી પર આધારિત છે. ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે