Home> Spiritual
Advertisement
Prev
Next

Lakshmi Narayan Rajyog: 27 ફેબ્રુઆરીથી આ રાશિઓનું બેન્ક બેલેન્સ વધશે, લક્ષ્મી નારાયણ યોગ અપાવશે સફળતા, સુધરશે લવ લાઈફ

Lakshmi Narayan Rajyog: 27 ફેબ્રુઆરીના રોજ ગ્રહોના રાજકુમાર બુધ કુંભ રાશિમાંથી નીકળી મીન રાશિમાં પ્રવેશ કરશે. અહીં પહેલાથી જ શુક્ર ગોચર કરે છે. શુક્ર અને બુધની યુતિની કારણે લક્ષ્મી નારાયણ રાજયોગ સર્જાશે. જેની સકારાત્મક અસર 5 રાશિના લોકો પર થશે.

Lakshmi Narayan Rajyog: 27 ફેબ્રુઆરીથી આ રાશિઓનું બેન્ક બેલેન્સ વધશે, લક્ષ્મી નારાયણ યોગ અપાવશે સફળતા, સુધરશે લવ લાઈફ

Lakshmi Narayan Rajyog: 27 ફેબ્રુઆરી અને ગુરુવારે રાત્રે 11.46 મિનિટે ગ્રહોના રાજકુમાર બુધ કુંભ રાશિમાંથી નીકળી મીન રાશિમાં પ્રવેશ કરશે. મીન રાશિમાં પહેલાથી જ સુખ સમૃદ્ધિ અને ભોગ વિલાસના દાતા શુક્ર ગોચર કરે છે. મીન રાશિમાં બુધ અને શુક્રના મિલનથી અત્યંત શુભ અને શક્તિશાળી લક્ષ્મીનારાયણ રાજયોગનું નિર્માણ થશે. આ યોગ 5 રાશિના લોકોને જીવનમાં ધનનો વરસાદ કરાવી શકે છે. 

fallbacks

આ પણ વાંચો: દૈનિક રાશિફળ 19 ફેબ્રુઆરી: વૃષભ રાશિને આજે પારિવારિક અને આર્થિક મામલામાં સફળતા મળશે

લક્ષ્મીનારાયણ યોગ ત્યારે બને છે જ્યારે શુક્ર અને બુધ એક રાશિમાં ગોચર કરે. શુક્ર દેવી લક્ષ્મીનો પ્રતિનિધિ છે અને બુધ ગ્રહ નારાયણનું પ્રતિક રૂપ કહેવાય છે. આ બંને ગ્રહોની યુતિ સર્જાય ત્યારે લક્ષ્મીનારાયણ યોગ બને છે જે અત્યંત શુભ અને શક્તિશાળી છે. ધન, સમૃદ્ધિ અને બુદ્ધિ પ્રદાન કરનાર બુધ જ્યારે ભૌતિક સુખ અને સમૃદ્ધિ દેતા શુક્ર સાથે ગોચર કરે છે ત્યારે વ્યક્તિના જીવનમાં સકારાત્મક અસરો જોવા મળે છે. 

આ પણ વાંચો: મહાશિવરાત્રી પહેલા મંગળ બદલશે ચાલ, 5 રાશિઓને નોકરી-વેપારમાં થશે અપાર લાભ

બુધ શુક્રના યોગની રાશિઓ પર અસર 

27 ફેબ્રુઆરી 2025 થી જે લક્ષ્મીનારાયણ યોગ બનશે તે 5 રાશિના લોકો માટે અત્યંત શુભ અને સમૃદ્ધિ આપનાર રહેશે. આ યોગની અસર બધી જ રાશિઓ પર પડશે. પરંતુ 5 રાશિના લોકોના જીવનમાં તેનો સકારાત્મક પ્રભાવ જોવા મળશે. આ રાશિઓના આર્થિક પક્ષ મજબૂત થશે. કારકિર્દીમાં સફળતા મળશે અને લવ લાઇફમાં પણ ખુશીઓ આવશે. 

આ પણ વાંચો: 18 વર્ષ પછી પાપી ગ્રહ કેતુ સૂર્યની રાશિમાં પ્રવેશ કરશે, 3 રાશિની આવકના સ્ત્રોત વધશે

વૃષભ રાશિ 

આ યોગના પ્રભાવથી વૃષભ રાશિના લોકોને ધન લાભ થઈ શકે છે. વેપારમાં નફો મળશે. અટકેલું ધન પરત આવશે. નોકરીમાં પદ્દોનતિના યોગ છે. ફાઈનાન્સ, મીડિયા અને માર્કેટિંગ ક્ષેત્ર સાથે જોડાયેલા લોકોને લાભ થશે. પ્રેમ સંબંધમાં મધુરતા આવશે. વિવાહના યોગ બનશે. માતા લક્ષ્મીની પૂજા કરવી. 

આ પણ વાંચો: ઘરમાં વારંવાર કાનખજૂરો નીકળે તે શુભ કે અશુભ ? આ સંકેતો પરથી સમજો લાભ થશે કે નુકસાન

મિથુન રાશિ 

બુધ ગ્રહ મિથુન રાશિનો સ્વામી ગ્રહ છે. આ યોગ મિથુન રાશિને આર્થિક રીતે લાભ કરાવશે. ઇન્કમના સોર્સ ઉભા થશે. બેંક બેલેન્સ વધશે. વેપારીઓને મોટી ડીલ મળી શકે છે. નોકરી કરતા લોકોને નવી જવાબદારીઓ મળી શકે છે. સંબંધોમાં મજબૂતી આવશે. લીલા મગનું દાન કરવું. 

આ પણ વાંચો: 19 ફેબ્રુઆરીથી આ 3 રાશિઓ થશે માલામાલ, બુધ શુક્રનો શુભ યોગ કરાવશે અણધાર્યા લાભ

કન્યા રાશિ 

કન્યા રાશિ માટે આ યોગ આર્થિક રીતે સમૃદ્ધિ આપનાર રહેશે. કોઈ મોટી ડીલ ફાઈનલ થઇ શકે છે. કારકિર્દીમાં પ્રગતિ થશે. સરકારી નોકરી શોધતા લોકોને સફળતા મળી શકે છે. સમાજમાં નવી ઓળખ ઊભી થશે 

તુલા રાશિ  

તુલા રાશિના લોકોને અચાનક ધન લાભ થઈ શકે છે. રોકાણથી સારું રિટર્ન મળશે. નાણાકીય સ્થિરતા આવશે. પ્રમોશન મળવાની સંભાવના. વૈવાહિક જીવનમાં પ્રેમ વધશે. પારિવારિક સહયોગ મળશે.

આ પણ વાંચો: Mahashivratri: મહાશિવરાત્રી પર ભોળાનાથને ચઢાવો આ 5 વસ્તુઓ, નોકરીમાં વધશે પદ, મળશે યશ

 મકર રાશિ 

બિઝનેસમાં નવી ઊંચાઈઓ સર કરી શકાશે. નોકરી કરતા લોકોનો પગાર વધી શકે છે. આઈટી, બેન્કિંગ અને ફાઇનાન્સ ક્ષેત્ર સાથે જોડાયેલા લોકોને નવી તકો પ્રાપ્ત થઈ શકે. સિંગલ લોકોને પ્રેમમાં સફળતા મળશે. પરિણીત લોકોના સંબંધ મજબૂત થશે. ભગવાન વિષ્ણુની ઉપાસના કરવી.

(Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારી પર આધારિત છે. ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More