Home> Spiritual
Advertisement
Prev
Next

Budh Vakri 2023: ગ્રહોના રાજકુમાર બુધ થશે વક્રી, આ રાશિના જાતકોને ચારે દિશાઓથી મળશે સારા સમાચાર

બુધ ગ્રહને ગ્રહોના રાજકુમાર માનવામાં આવે છે. તેવામાં તેમની સ્થિતિ તથા ચાલ દરેક 12 રાશિઓ માટે મહત્વની રાખે છે. જાણો બુધ વક્રીના ચાલનો પ્રભાવ... 
 

Budh Vakri 2023: ગ્રહોના રાજકુમાર બુધ થશે વક્રી, આ રાશિના જાતકોને ચારે દિશાઓથી મળશે સારા સમાચાર

Budh Vakri 2023: બુદ્ધિ તથા વેપારના કારક બુધ ગ્રહ થોડા દિવસ બાદ ઉલટી ચાલ પ્રારંભ કરશે. બુધ સિંહ રાશિમાં 23 ઓગસ્ટે રાત્રે 1 કલાક 28 મિનિટ પર વક્રી થઈ જશે અને 15 સપ્ટેમ્બરે મોડી રાત્રે 1 કલાક 50 મિનિટ પર માર્ગી થશે. વૈદિક જ્યોતિષ શાસ્ત્ર અનુસાર બુધ ગ્રહની વક્રી એટલે કે ઉલટી ચાલનો પ્રભાવ દરેક 12 રાશિના જાતકો પર જોવા મળશે. બુધને જ્યોતિષમાં શુભ ગ્રહ માનવામાં આવ્યો છે. તેવામાં શુભતાનું પ્રતીક બુદ્ધ વક્રી અવસ્થામાં ઘણા જાતકોના જીવનમાં ખુશીઓ લાવશે. જાણો આ રાશિઓ વિશે... 

fallbacks

કન્યા રાશિઃ સિંહ રાશિમાં બુધનું વક્રી થવું કન્યા રાશિના જાતકો માટે સકારાત્મક પ્રભાવ લઈને આવશે. તમારૂ ધ્યાન આધ્યાત્મિકતા અને વ્યક્તિગત વિકાસ તરફ સ્થાણાંતરિત થઈ શકે છે. શેર બજાર સહિત પોતાના કાર્યો અને રોકાણો પર ધ્યાન કેન્દ્રીત કરવાથી અનુકૂળ પરિણામ મળી શકે છે. યોગ્ય સંચાલન માટે કાયદાકીય મામલામાં અનુભવી વ્યક્તિની સલાહ લેવી સારી છે. 

મિથુન રાશિઃ મિથુન રાશિના જાતકો માટે વક્રી બુધ શુભતા લાવશે. આ સમયમાં તમને દરેક ક્ષેત્રમાં સારા પરિણામ મળશે. ઓછી મહેનતથી તમે કાર્યોમાં સફળતા હાસિલ કરશો. ભાગ્યનો સાથ મળશે. આર્થિક પ્રગતિનો યોગ બની રહયો છે. કોર્ટ-કચેરીના મામલામાં વિજય મળશે. 

આ પણ વાંચોઃ Lord Krishna: આખરે ભગવાન કૃષ્ણએ કેમ તોડી હતી પોતાની વાંસળી? જાણો AI તસવીરોની સાથે

કુંભ રાશિઃ કુંભ રાશિના જાતકોને બુધની ઉલટી ચાલ સકારાત્મક પરિણામ આપશે. આ સમયમાં તમે શત્રુઓ પર વિજય હાસિલ કરશો. નકારાત્મકતા દૂર થશે. તમારી આવક વધશે. સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરી રહેલા જાતકોને આ સમય શુભ સાબિત થઈ શકે છે. પારિવારિક સંબંધો સારા થશે. 

(આ લેખમાં આપવામાં આવેલી જાણકારી પર અમે દાવો કરતા નથી કે સંપૂર્ણ સત્ય તથા સટીક છે. તેને અપનાવતા પહેલા સંબંધિત ક્ષેત્રના નિષ્ણાંતની સલાહ જરૂર લો)

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More