Budh Surya Yuti: જ્યોતિષશાસ્ત્ર અનુસાર હાલ સૂર્ય ગ્રહ વૃષભ રાશિમાં છે અને 15 જૂન સુધી આ રાશિમાં રહેશે. વૃષભ રાશિમાં સાત જુને બુધ પણ પ્રવેશ કરશે. જેના કારણે વૃષભ રાશિમાં સૂર્ય અને બુધની યુતિ સર્જાશે. સૂર્ય અને બુધની યુતિના કારણે બુધાદિત્ય રાજયોગનું નિર્માણ થાય છે જે શુભ ફળદાય હોય છે. બુધાદિત્ય રાજયોગની અસર 12 રાશિના જાતકોને થશે. પરંતુ ત્રણ રાશિના લોકો એવા છે જેમનો ભાગ્યોદય થવાનો છે. સૂર્ય અને બુધની યુતિના કારણે આ રાશિના લોકોને ધન લાભ અને સફળતા પ્રાપ્ત થશે.
સૂર્ય 15 જૂન સુધી વૃષભ રાશિમાં રહેશે અને પછી મિથુન રાશિમાં ગોચર કરશે. 7 જૂને વૃષભ રાશિમાં બુધ પણ પ્રવેશ કરશે જેના કારણે બુધાદિત્ય રાજયોગનું નિર્માણ થશે. આ યોગના કારણે ત્રણ રાશિના લોકોને કરિયરમાં સફળતા મળશે અને આવકમાં વધારો થશે.
આ પણ વાંચો:
શુક્રવારે સવારે અને સાંજે કરો આ કામ, માતા લક્ષ્મીની કૃપાથી ધનથી ભરેલી રહેશે તિજોરી
જેઠ મહિનાની પૂનમ પર સર્જાશે અતિ દુર્લભ યોગ, આ કામ કરી લેવાથી ધન-ધાન્યમાં થશે વૃદ્ધિ
7 જૂને બુધ ગ્રહ કરશે વૃષભ રાશિમાં પ્રવેશ, આ 3 રાશિના લોકોએ 24 જૂન સુધી રહેવું સાવધાન
વૃષભ રાશિ
વૃષભ રાશિના લોકો માટે બુધાદિત્ય રાજયોગ ખૂબ જ શુભ છે. બુધાદિત્ય રાજયોગ વૃષભ રાશિમાં જ બની રહ્યો છે અને આ રાશિના લોકો માટે તે ખૂબ જ લાભકારી સાબિત થશે. દરેક કામ સારી રીતે પાર પડશે. કરિયરમાં પ્રગતિ થશે. વેપાર-ધંધો સારો ચાલશે. જીવનસાથી સાથે તાલમેલ ખૂબ જ સારો રહેશે. અવિવાહિતોના લગ્ન નક્કી થઈ શકે છે.
સિંહ રાશિ
જ્યોતિષ શાસ્ત્ર અનુસાર બુધાદિત્ય રાજયોગ સિંહ રાશિના લોકોને નોકરી-ધંધામાં લાભ આપશે. સિંહ રાશિના લોકોનો સ્વામી સૂર્ય છે અને બુધાદિત્ય યોગ સૂર્ય અને બુધના સંયોગથી જ બને છે. બુધાદિત્ય રાજ યોગ દરમિયાન નવી નોકરી મળવાની તકો સર્જાશે. તમને પ્રમોશન મળી શકે છે. રાજકારણમાં સક્રિય લોકોને વિશેષ લાભ મળવાની સંભાવના છે.
કર્ક રાશિ
બુધાદિત્ય યોગ કર્ક રાશિના લોકોને અઢળક લાભ આપશે. તેમની આર્થિક સમસ્યાઓ દૂર થશે. પૈસાથી ફાયદો થશે. આવકના નવા માધ્યમ મળશે. રોકાણથી લાભ થશે. ઘરમાં માંગલિક અથવા ધાર્મિક કાર્યક્રમ થઈ શકે છે. પારિવારિક જીવન સુખમય રહેશે. વેપારમાં નફો વધશે.
(Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારી પર આધારિત છે. ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે