Home> Spiritual
Advertisement
Prev
Next

જન્મ તારીખથી જાણો કયા ક્ષેત્રમાં બનશે તમારૂ કરિયર, આ રીતે મેળવો જાણકારી

શું તમે જાણો છો કે વ્યક્તિની જન્મ તારીખ પણ તેના કરિયર અને રોજગાર સાથે જોડાયેલી મહત્વપૂર્ણ જાણકારી આપી શકે છે. હકીકતમાં વ્યક્તિની જન્મતિથિ કુંડળીમાં ગ્રહોની સ્થિતિને ઉજાગર કરે છે અને તેનાથી તેની કાર્ય કુશળતા અને કરિયર માટે સારો વિકલ્પ જોઈ શકાય છે. 

જન્મ તારીખથી જાણો કયા ક્ષેત્રમાં બનશે તમારૂ કરિયર, આ રીતે મેળવો જાણકારી

નવી દિલ્હીઃ તમે હંમેશા જ્યોતિષવિદોને હાથની રેખાજોઈ ભવિષ્ય જણાવતા જોયા હશે. પરંતુ શું તમે જાણો છો કે વ્યક્તિની જન્મ તારીખથી પણ તેના કરિયર અને રોજગાર સાથે જોડાયેલી મહત્વપૂર્ણ વાતો જાણી શકાય છે. હકીકતમાં વ્યક્તિની જન્મ તિથિ કુંડળીમાં ગ્રહોની સ્થિતિને ઉજાગર કરે છે અને તેનાથી તેની કાર્ય કુશળતા અને કરિયર માટે સારો વિકલ્પ જોઈ શકાય છે. 

fallbacks

જો જન્મ તારીખ 1, 10, 19 કે 28 છે તો જાતકનો સંબંધ સૂર્ય અને મંગળથી હોય છે. તેના માટે પ્રશાસન, ચિકિત્સા, તકનીકનું ક્ષેત્ર સારૂ હોય છે. લાકડી અને ઔષધિનો વ્યવસાય પણ તેના માટે અનુકૂળ હોય છે. રોજગારમાં સમસ્યા થવા પર તેણે તાંબુ ધારણ કરવું જોઈએ. તો દરરોજ સવારે સૂર્યને જળ જરૂર અર્પિત કરવું જોઈએ. 

જો જન્મ તારીખ 2, 11, 20 કે 29 હોય તો આવા લોકોનો સંબંધ ચંદ્ર અને શુક્ર બંનેથી હોય છે. આવા લોકો માટે કળા, અભિનય, સંગીત, સૌંદર્ય અને જળનું ક્ષેત્ર ઉત્તમ હોય છે. જળ, હોસ્પિટલ, રેસ્ટોરન્ટ અને સૌંદર્યનો વ્યવસાય પણ તેને અનુકૂળ આવે છે. રોજગારમાં સમસ્યા થવા પર તેણે ચાંદીની વીંટી ધારણ કરવી જોઈએ. શિવ જીની ઉપાસના કરવી જોઈએ. 

આ પણ વાંચોઃ 8 જુલાઈથી આ રાશિના જાતકો પર થશે પૈસાનો વરસાદ, એક મહિના સુધી બુધ કરાવશે મોજ!

જન્મ તારીખ 3, 12, 21 કે 30 હોવા પર જાતકનો સંબંધ બુધ અને ગુરૂથી હોય છે. તેના માટે શિક્ષણ, સલાહકાર, વકીલાત અને બૌદ્ધિક ક્ષેત્ર ઉત્તમ માનવામાં આવે છે. તેને સ્ટેશનરી, શિક્ષણ અને ધર્મ કાર્યથી ખુબ લાભ થાય છે. રોજગારમાં સમસ્યા થવા પર તેણે સોનાની રિંગ ધારણ કરવી જોઈએ. સાથે વિષ્ણુ સહસ્ત્રનામનો પાઠ કરવો જોઈએ. 

જન્મ તિથિ 4, 13, 22 કે 31 હોવા પર જાતકનો સંબંધ રાહુલ અને ચંદ્રમા સાથે હોય છે. તેના માટે તકનીકી, ઔષધિ, જ્યોતિષ, તંત્ર-મંત્ર વગેરે ક્ષેત્ર ઉત્તમ હોય છે. તેને ઈલેક્ટ્રિકલ, ઈલેક્ટ્રોનિક્સ અને સલાહકારિતા ક્ષેત્ર પણ પસંદ આવે છે. રોજગારમાં સમસ્યા થવા પર સ્ટીલનો છલ્લો પહેરવો જોઈએ. તો ભગવાન શિવની નિયમિત ઉપાસના કરવી જોઈએ. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More